Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં ૪૪૧૬૭ છાત્રો ધો.૧૦-૧ર ની બોર્ડ પરીક્ષા આપશે

31 December

બોર્ડ પરીક્ષા-ર૦રપ : શિક્ષણ વિભાગનું કાઉન્ટાડાઉન શરૂ




ધો.૧૦માં જિલ્લાના ત્રણ ઝોનમાં ર૬૯૪૬, ધો.૧ર વિજ્ઞાન પ્રવાહના બે ઝોનમાં ૧૯રપ, સામાન્ય પ્રવાહમાં ૧પર૯૬ વિદ્યાર્થીઓએ દાખલ કર્યા ઓનલાઈન ફોર્મ 



ભુજ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા માટે સમગ્ર રાજ્યના ૧૪.૨૬ લાખ વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા છે. જયારે કચ્છ જિલ્લામાં ૪૪૧૬૭ છાત્રોએ ઓનલાઈન ફોર્મ દાખલ કર્યા છે. ધોરણ-૧૦ની પરીક્ષા માટે જિલ્લામાં ર૬૯૪૬ વિદ્યાર્થીના ફોર્મ ભરાયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહમાં ૧૯રપ અને સામાન્ય પ્રવાહમાં ૧પર૯૬ વિદ્યાર્થીઓની સંખ્યા નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૨૭ ફેબ્રુઆરીથી ધોરણ-૧૦ અને ૧૨ની ૫રીક્ષા લેવામાં આવનાર છે. આ પરીક્ષા માટે હાલમાં ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી તાજેતરમાં પૂર્ણ થઈ છે. બોર્ડ દ્વારા પરીક્ષા માટેના ફોર્મ રેગ્યુલર ફી સાથે સ્વીકારવાની મુદ્દત પૂર્ણ થયા બાદ લેઈટ ફી સાથે ત્રણ તબક્કામાં ફોર્મ સ્વીકારવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિયમિત ફી સાથે ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ થઈ ત્યાં સુધીમાં બોર્ડની પરીક્ષા માટે ૧૩.૭૫ લાખ કરતા વધુ વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા હતા. નોંધનીય છે કે, શિક્ષણ બોર્ડની પરીક્ષા માટે નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં હવે ફેરફાર થવાની શક્યતા નહીવત છે. બોર્ડ દ્વારા નિયમિત ફી ઉપરાંત ત્રણ વખત લેઈટ ફી સાથે ફોર્મ સ્વીકારવાની કાર્યવાહી ૫ૂર્ણ કરી હતી. ત્યારબાદ પણ વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોવાનું જણાતા એકથી બે દિવસ મુદ્દત લંબાવવામાં આવી હતી. ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં સૌથી છેલ્લે ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ થયા બાદ બોર્ડ દ્વારા હવે પરીક્ષાને લગતી અન્ય તૈયારીઓ હાથ ધરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

Comments

COMMENT / REPLY FROM