મુંદરાની કંદોઈ બજારમાં બાઈક પર લટકાવેલી થેલીમાંથી બે મોબાઈલ ચોરાયા
આરીખાણા, કડુલી અને સુથરીમાં પવનચક્કીમાંથી ૩૭ હજારના વાયર તફડાવાયા : આદિપુરમાં ઘરમાંથી મોબાઈલ ઉઠાવી જવાયો
મુંદરા : શહેરમાં કંદોઈ બજાર ખાતે બાઈક પર લટકાવેલી થેલીમાંથી મોબાઈલ ચોરાયા હતા. ફરિયાદી મૂળ રાજકોટના હાલે મુંદરા રહેતા કિશનભાઈ શાંતિલાલભાઈ વાગડિયાના જણાવ્યા મુજબ તેમણે પોતાની બાઈક પર થેલી લટાવીને રાખી હતી. જેમાંથી સેમસંગ અને વિવોના બે મોબાઈલની ચોરી થઈ હતી. ૧૦ હજારના બે મોબાઈલ ચોરાઈ જતાં મુંદરા પોલીસમાં ગુનો દાખલ કરાયો છે. આ તરફ અબડાસા તાલુકામાં આરીખાણા સીમ વિસ્તારમાં આવેલ પવનચક્કી નંબર એમ ૧૩૮, એમ ૧૩૭, કડુલી સીમમાં એમ ૦પ૩, એમ ૧૮, એમ-રપ અને સુથરી સીમમાં એમ ૧૩૪ અને એમ. ૧પ૭ નંબરની પવનચક્કીમાંથી અલગ અલગ કોપર કેબલ વાયર કિ.રૂા. ૩૭,૩૦૦ની ચોરી કરવામાં આવી હતી. જેથી કોઠારા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જયારે આદિપુરમાં સંત કવરનગર વોર્ડ ૬/બી ઘરની બારીમાં રાખેલો મોબાઈલ ચોરાઈ ગયો હતો. ફરિયાદી સુનીલ રમેશકુમાર દુબેના જણાવ્યા મુજબ ૧પ હજારના મોબાઈલની ચોરી કરવામાં આવી હતી, જેથી આદિપુર પોલીસ ગુનો દાખલ કર્યો છે.

Comments