Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં ૩૦ લાખથી વધુનો શરાબ ઠલવાય તે પહેલા પોલીસનો દરોડો 

30 December

થર્ટીફર્સ્ટની ઉજવણી પર પોલીસે ફેરવ્યું પાણી 




બી ડિવિઝન પોલીસે જવાહરનગર નજીક દરોડો પાડી રાજસ્થાનથી પથ્થરોની આડમાં આવેલો વિદેશી શરાબ ઝડપી પાડ્યો


બી ડિવિઝનના પીઆઈ એસ.વી. ગોજીયાની ટીમનો સપાટો’



ગાંધીધામ : કડકડતી ઠંડી વચ્ચે નવાવર્ષની ઉજવણી માટે હાલમાં શરાબની બોલબાલા વધી ગઈ છે. માંગ્યા દામ આપવા છતાં દારૂ મળતો નથી, તેવામાં ગાંધીધામમાં ઠલવાઈ રહ્યો લાખોનો શરાબ ઝડપાયો હતો.આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે આજે સવારે જવાહરનગર નજીક ગળપાદર બ્રિજ ઉતરતા ભવાની પાર્કિંગમાં દરોડો પાડ્યો હતો. અહીં રાજસ્થાનથી આવેલી ટ્રકમાં દારૂ ઝડપી લેવાયો હતો. મંદિર બનાવવા માટે ઉપયોગમાં લેવાતા પથ્થરોની આડમાં દારૂની પેટીઓ લાવવામાં આવી હતી. પથ્થરો ખસેડી પેટીઓ ઉતારતા અંદાજે ૪૬૩ પેટી ગણવામાં આવી છે. આ સાથે ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. હાલ બી ડિવિઝન પોલીસ દ્વારા ગણતરી કરવામાં આવી રહી છે. ગણતરી બાદ હકકીત ખુલવા પામશે. પણ લાખોનો શરાબ હોવાનું માનવામાં આવી રહ્યું છે. અંદાજે ૩૦ લાખથી વધુની કિંમતનો શરાબ હોવાનું અનુમાન છે. હાલ પોલીસ કાર્યવાહી ચાલુમાં છે. બી ડિવિઝનના પીઆઈ એસ.વી. ગોજીયાના માર્ગદર્શનમાં ટીમ દ્વારા સપાટો બોલાવાયો છે. થર્ટીફર્સ્ટ પહેલા દારૂ ભરેલું ટ્રેઈલર ઝડપાઈ જતાં બૂટલેગરોના મનસુબા પર પાણી ફરી વળ્યું હતું. 

Comments

COMMENT / REPLY FROM