ભચાઉમાં વીજવાયર ટોળકી પરની તવાઈમાં ભેદભરમ : ચોરાઉ માલ ખરીદનારને બચાવવા ૧પ લાખની તોડ?
ખાખીના ઉચ્ચ અધિકારીઓ ધ્યાને ન લે..!
ભચાઉ પટ્ટામાં કેબલ ચોર ગેંગ સહિતના બેનામી ધંધાઓ કયા ઈકબાલની છત્રછાયાથી ધમધમી રહ્યા છે? ડીવાયએસપીશ્રી લાલઆંખ કરે તો ઈકબાલની મીઠીનજર હેઠળ ચાલતા ધંધાઓ, તોડપાણીના કઈક પ્રકરણો આવશે બહાર..ઃ જાણકારોનો ઈશારો’
૧૧ શખ્સો સાથે મોટો મુદામાલ કબ્જે કરાયો તે વાત આવકારદાયક પરંતુ આ ચોરાઉ માલ ખરીદનારાઓ કોણ હતા? તેમના નામો શા માટે ન ઓકાવાયા? આટઆટલો ચોરાઉ માલ આ ટોળકી વેંચતી કોને હતી? ચોરાઉ માલ ખરીદનાર વેપારીનું નામ કાઢવા પેટે વહીવટ થયાની ચર્ચા : જો ચોરાઉ માલ ખરીદનારાને ખુલ્લો પાડવામા આવ્યો હોત તો આવી કઈક અન્ય કેબલ ચોર ગેંગના થયા હોત પર્દાફાશ
ગાંધીધામ : પૂર્વ કચ્છમાં પાછલા અમુક સમયથી પવનચક્કીઓ સહિતના કેબલ ચોર તત્વો અને તેની ચોકકસ અમુક ફાટીને ફુલેકે ચડી ગયેલ ગેંગનો આતંક ભારે અધમ મચાવી રહ્યો છે. પવનચક્કીના વાયરો-વીજવાયરો કરોડોની કીમતના આ ટોળકી ચોરી કરી અને બારોબાર વેંચી મારતી હોવાની ફરીયાદો સપાટી પર આવતી રહેતી હોય છે. આવા તસ્કર ટોળકી પર તાજેતરમાં જ ભચાઉ પોલીસે કડક કાર્યવાહી કરી દેખાડી હતી અને તે અનુસાર વાગડ વિસ્તારમાં વધી રહેલ કેબલ ચોરીના બનાવો વચ્ચે ભચાઉ પોલીસે ૧૧ શખ્સોને ઝડપી કેબલ ચોર ટોળકીનો પર્દાફાશ કર્યો છે. ૧૧ જેટલા શખ્સોની સાથે આઈસર ગાડી સીલવર કલરની આઈ-ર૦ ગાડી, હોન્ડા સાઈન બાઈક તથા ૭ર૪૦ કિલો એલ્યુમીનીયમ તાર અને હાર્ડવેર ફીટીંગ સામાન કબજે કરી અને આવી તસ્કર ચોર ટોળકીમાં જાણે કે રીતસરનો ફફડાટ જ બેસાડી દીધો હોવાનો વર્તારો એકચોટ ઉભો થવા પામી ગયો હતો.
જો કે, બીજીતરફ જાણકારોની વાત માનીએ તો આટઆટલી મોટી તસ્કર ટોળકીને પકડી લીધી ત્યારે સવાલ એ થવા પામી રહ્યો છે કે, આવો કિમંત એલ્યુમિનિયમનો તાર આ ગેંગ ચોરી કરીને વેંચતા કોને હતા? ચોરાઉ વીજતારના ખરીદનાર સુધી તપાસ કેમ લંબાઈ નહી? ખરેખર તો આવા ચોરાઉ જથ્થાઓ ખરીદનારાઓ પર જ પોલીસે ધોષ બોલાવી જોઈએ જેથી કરીને ચોરી કરનારાઓ આપો આપ જ બંધ થઈ જાય. પરંતુ જાણકારો કહી રહ્યા છે કે, આ ટોળકી ચોરાઉ માલ જે વેપારીને આપતી હતી તે પણ સ્થળ પર મોજુદ જ હતો, પરંતુ તેની સામે ધાક કાયદેસરની કાર્યવાહી કરવાના બદલે કયાંક ને કયાંક તેનુ નામ આ કેસમાંથી કાઢી નાખવા પેટે કયાંકને કયાંક મોટી રકમનો તોડ કરવામાં આવ્યો હોવાનુ ચર્ચાય છે. કહેવાય છે કે, જો આ વેપારીને તપાસના દાયરામાં લાવવામાં આવ્યો હોત તો ઝડપાયેલા શખ્સો ઉપરાંતની આવી કેટલીય અન્ય કેબલ ચોર ગેંગ અથવા તો અન્ય કેબલ ચોરીના થયેલાકારનામાઓ તથા ખરીદનાર તરીકે પણ અન્ય કોણ કોણ રહેલા છે તે સહિતના એક મોટા નેટવર્કનો ખુલાસો થવા પામી જાય અને કઈકના પગ નીચે રેલો આવવા પામી શકે તેમ હોવાથી સમજાવટ કરી લેવાઈ અને તેરી ભી ચુપ મેરી ભી ચુપના તાલે મોઢું સીવી લેવામાં આવ્યુ હોવાનુ ચર્ચાય છે. ખરેખર આ રીતે કોઈએ સેટીંગ કરી લીધુ હોય તો એ તપાસનો વિષય બને છે કે, ભચાઉ પોલીસની ટીમ દ્વારા કેબલ ચોર તત્વો પર કરવામાં આવેલી આવી કડક અને લાલઆંખ ભરી કામગીરી પર પાણીઢોળ કરવા સમાન હરકત આદરી છે કોને? જાણકારો કહે છે કે, આ આખાય પ્રકરણમાં ઈકબાલની ભુમિકા શંકાના દાયરામાં આવી રહી છે. આ ઈકબાલ કોણ છે? કેબલ ચોર તત્વો સાથે તેનો શું નાતો છે? તેણે આટલી મોટી રકમનો તોડ કરી લીધી તો પછી આવા અન્ય બીજા કયા કયા ધંધા આ ઈકબાલની રહેમ નજર હેઠળ જ નહી ધમધમતા હોય..! આ બધાય સવાલનો જવાબ જો અહીના કાયદાનિષ્ઠ અને કડક અધિકારીની છબી ધરાવતા ડીવાયએસપીશ્રી લાલઆંખ કરે અને આવી ઘટનાઓમાં કડકથી ક્રોસ વેરીફીકેશન કરાવશે તો મળી શકે તેમ મનાઈ રહ્યું છે.

Comments