કચ્છની ધરા ફરી ધ્રુજી : ભચાઉ સમીપે ૩.રની તિવ્રતાનો આંચકા
આજે સવારે ૧૦.૦પ કલાકે નોંધાયું કંપન : ભૂકંપનુ કેન્દ્રબિંદુ ભચાઉથી ૧૮ કિલોમીટર દૂર
ભુજ : ભૂકંપના સંભાવિત ઝોન-પાંચમાં સમાવિષ્ટ કચ્છ જિલ્લામાં અનેક સક્રિય ફોલ્ટ લાઈન આવેલી છે, જેથી જિલ્લામાં અવારનવાર ભૂકંપના નાના - મોટા આંચકાઓ નોંધાઈ રહ્યા છે.
આજે સવારે ૧૦.૦પ કલાકે ફરી કચ્છની ધરા ધ્રુજી ઉઠી હતી. શિયાળાની કાતિલ ઠંડી વચ્ચે પૂર્વ કચ્છમાં ૩.રની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારે ૧૦.૦પ કલાકે ભચાઉ સમીપે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. છેલ્લા થોડા વર્ષોથી સક્રિય વાગડ ફોલ્ટ લાઈન પર કંપન અનુભવાયું હતું. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી ૧૮ કિલોમીટર દૂર ઉત્તર પૂર્વ દિશામાં નોંધાયું હતું. ગાંધીનગર સ્થિત ઈન્સ્ટિટયુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટર ખાતે રીકટર સ્કેલ પર આંચકાની તિવ્રતા ૩.ર અંક્તિ થઈ હતી. કાતિલ ઠંડીના દોર વચ્ચે ભૂકંપના આંચકાથી લોકો ભયભીત થયા હતા.

Comments