Trending News
સ્થાનિક સમાચાર

કચ્છવાસીઓમાં મિલ્કતની ખરીદી વખતે તહેવારોનું આકર્ષણ હજુય અકબંધ

29 December

ટેકનોલોજીના યુગમાં પણ પૌરાણિક પરંપરાઓ અડીખમ




વિતેલા ૩ મહિનામાં સૌથી વધુ દસ્તાવેજો ઓક્ટોબર માસમાં નોંધાયા : નોંધણી ફી સ્વરૂપે સરકારી તિજોરીને ૭.૩૪ કરોડથી વધુની આવક : સરકાર જંત્રીનો વધારા કાઉન - ડાઉનની અસર તળે દસ્તાવેજ નોધાવવાની લાઈન લાગી



ભુજ : ‘ઘરનું ઘર’ એ માત્રએક શબ્દ જ નહીં, માનવીય લાગણીની અભિવ્યક્તિ છે. દરેક માનવી પોતાના પરિવાર માટે પોતાની માલિકીના ઘરનું સ્વપ્ન ધરાવતા હોય છે. વર્તમાન સમયે વિભક્ત કુટુંબ પ્રથા પ્રચલિત થતાં હવે સંયુક્ત કુટુંબો ભાગ્યે જ જોવા મળે છે. પરિવાર છૂટો પડતા સૌથી પ્રાથમિક જરૂરિયાત રહેઠાણની ઉભી થાય છે. કચ્છ જિલ્લામાં છેલ્લા બે દાયકામાં થયેલા સર્વાંગી વિકાસના પગલે જમીન, મકાન, દુકાનો, ઓફિસની માંગ વધી છે. જિલ્લા મથક ભુજથી માંડી તમામ શહેરી વિસ્તારોમાં નવા-નવા બાંધકામો અવિરત ચાલતા રહે છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રે થતા વિકાસનો લાભ સરકારી તિજોષીને પણ થતો હોય છે. કચ્છ જિલ્લામાં સોના-ચાંદી જેવી કિંમતી ધાતુઓથી માંડી જમીન, મકાન, દુકાન કે વાહનની ખરીદી માટે મોટા તહેવારોનું આકર્ષણ આજે પણ અકબંધ રહ્યું છે. હાલ રાજ્ય સરકારે જંત્રી વધારાના વાંધા રજુ કરવાનો સમય એક મહિનાનો વધારો કર્યો છે પણ જે હોય તે હાલ જંત્રીના ભાવ વધે તે પહેલા દસ્તાવેજ નોધાવવા લાઈન લાગી રહી છે. કચ્છ જિલ્લાના સબજિસ્ટ્રાર કચેરીએથી મળતી આંકડાકીય માહિતી અનુસાર ગત વર્ષે પણ દિપોત્સવીના તહેવારો દરમ્યાન કચ્છવાસીઓએ શુકન સાચવ્યું હતું. ઓક્ટોબર-ર૦ર૪ મહિનામાં નવરાત્રિ અને દિવાળીના તહેવારોમાં દસ્તાવેજોની નોંધણીમાં ખૂબ મોટો ઉછાળો જોવા મળ્યો હતો. સપ્ટેમ્બર મહિનામાં કચ્છના દસેય તાલુકાઓમાં ૬૩૯૧ દસ્તાવેજોની નોંધણી થઈ હતી, જેમાં નોંધણી ફી સ્વરૂપે ૪.૭૧ કરોડની આવક થઈ હતી. જ્યારે ઓક્ટોબર મહિનામાં દસેય તાલુકાની સબરજિસ્ટ્રાર કચેરીએ કુલ ૭૪૬૮ દસ્તાવેજોની નોંધણી થઈ હતી, જેનાથી નોંધણી ફી સ્વરૂપે ૭.૩૪ કરોડની માતબર આવક થઈ હતી. જ્યારે નવેમ્બર માસમાં પ૪૩૪ દસ્તાવેજોની નોંધણી સાથે ૪.૭૦ કરોડની નોંધણી ફી સ્વરૂપે આવક થઈ હતી.
ઓક્ટોબર મહિનામાં નવરાત્રિ, દશેરા અને દિપોત્સવીના તહેવારો ઉજવાયા હતા. આ મહિને ભુજ સબરજિસ્ટ્રાર કચેરીએ સૌથી વધુ ૧૭૭૩ દસ્તાવેજોની નોંધણી હતી. જ્યારે લખપતની દયાપર કચેરીએ સૌથી ઓછા ૪પ દસ્તાવેજોની નોંધણી થઈ હતી.

..........


સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી નોંધણી ફીની આવક


સપ્ટેમ્બર    ઓકટોબર    નવેમ્બર

કચેરીનું    દસ્તાવેજની    નોંધણીની    દસ્તાવેજની    નોંધણીની    દસ્તાવેજની    નોંધણીની    
  નામ      સંખ્યા        ફી       સંખ્યા         ફી       સંખ્યા        ફી

ભુજ    ૧૫૭૬    ૮૩૧૯૧૫૦    ૧૭૭૩    ૧૧૯૯૩૮૫૨    ૧૧૫૩    ૯૬૮૦૩૧૦
અંજાર    ૧૩૦૮    ૧૦૨૩૪૬૮૦    ૧૫૮૧    ૯૬૬૭૬૫૫    ૧૧૨૦    ૭૪૧૪૫૮૦
ગાંધીધામ    ૧૦૬૫    ૭૫૫૯૪૪૦    ૧૨૪૩    ૧૮૦૯૫૯૬૦    ૮૦૯    ૬૭૯૧૩૪૬
ભચાઉ    ૪૪૫    ૪૮૪૪૬૪૦    ૫૨૧    ૧૭૭૫૯૫૩૫    ૪૩૬    ૮૫૭૩૧૮૦
મુંદરા    ૭૦૯    ૯૭૮૦૮૪૦    ૮૮૬    ૮૬૫૦૫૫૦    ૬૯૩    ૮૫૦૬૯૫૦
માંડવી    ૪૪૨    ૨૧૬૧૨૭૪    ૪૯૭    ૨૨૫૫૭૪૫    ૪૪૫    ૧૯૭૬૧૦૦
રાપર    ૩૯૦    ૧૬૧૩૦૦૦    ૪૬૫    ૨૦૦૪૨૪૦    ૩૬૯    ૧૮૮૪૨૧૦
નખત્રાણા    ૨૨૩    ૯૬૮૬૬૦    ૨૫૧    ૧૧૮૬૧૮૮    ૨૦૨    ૧૦૪૪૦૯૦
નલિયા    ૧૮૪    ૧૫૦૩૮૯૧    ૨૦૬    ૧૨૮૬૧૨૭    ૧૪૦    ૭૬૭૬૭૩
દયાપર    ૪૯    ૪૩૦૨૦૦    ૪૫    ૫૧૨૬૬૧    ૬૭    ૪૨૬૧૭૦

કુલ    ૬૩૯૧    ૪૭૪૧૫૭૭૫    ૭૪૬૮    ૭૩૪૧૨૫૧૩    ૫૪૩૪    ૪૭૦૬૪૬૦૯

Comments

COMMENT / REPLY FROM