Trending News
સ્થાનિક સમાચાર

- તો અંજાર સહિત કચ્છમાંથી  ચોટીનો સડ્ડો જ સાફ થઈ જાય..!

29 December

બોગસ ખેડુત ખાતેદાર ચાપલુસખોરના બદલે સનિષ્ઠને તક અપાય


પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસની ઉકિત સાચી પાડવા માટે કોઈ પણ હદે તળીયે બેસી જવાની આદતવાળા ચોટીએ પોતાના ચાપલુસખોર બોગસ ખેડુત ખાતેદારને ગોઠવવા અજમાવ્યુ છે એડીચોટીનું જોર, જો કે, ચોટીની આ વખતની મનની મનમાં જ રહી જવાની સર્જાઈ છે સ્થિતી, જો હકીકતમાં પક્ષના સનિષ્ઠ કાર્યકર્તાને તક અપાઈ જાય તો ભવિષ્યમાં ચોટી બીજે કયાંય પણ પગ ભરાવવાની હિમંત હવે નહી કરે : રાજકીય અગ્રણીનો અનુભવગત મત


ગાધીધામ : કચ્છ જિલ્લાના મંડળોમાં પ્રમુખોની વરણીમાં અંજાર બાકાત રહેવા પાછળ અલગ અગલ ચર્ચાઓ થવા પામી રહી છે અને તે પૈકીની એક મુખ્ય ચર્ચા એ છે કે, અહી ચોટીએ ઉપર એક જ નામ પોતાની કદમપોશી કરનારનું મોકલાવવા હઠ્ઠ પકડી હતી. પેનલમાં જ ચોટીના માનીતાનું એક જ નામ મોકલવામાં આવ્યુ હોવાનુ ચર્ચાય છે. જો કે, આ બાબતની જાણ સનિષ્ઠોને અને ચોટીના રાજકીય હિતેચ્છુઓને થવા પામીજતા  ફોર્મ ન ભરાયુ હોવા ઉપરાંત પણ બીજું નામ ચોટીના બોગસ ખેડુતખાતેદાર સમાન ચાપલુસખોરની સામે મુકી દેવામા આવ્યુ હતુ.   જો કે, એથીય વિશેષ સારી વાત તો એ છે કે, આખાય શહેર-મંડળમાથી માત્ર બે જ નામો કેમ પેનલમાં મુકાયા? તે પણ ચોટી જેવા છાપેલા કાંટલા સહિતનાઓના જ શા માટે? શું પક્ષની પાસે અહી અન્ય કોઈ સનિષ્ઠ કાર્યકર્તા જ નથી? તેવા સવાલો પણ હવે ઉભા થવા પામી ગયા છે. જાણકારો કહી રહ્યા છે કે, અહી હકીકતમાં જે રીતે પાછલા કેટલાક વરસોથી તાલુકા કક્ષાએ જે આગેવાનને નિમણુક આપી જેઓ પક્ષની વિચારધારાને વરેલા, યુવાન અને પીઢ સૌને સાથે લઈને ચાલવાનો પણ દાખલો બેસાડી શકયા, તાલુકા માત્ર જ નહી અંજાર વિસ્તારમાં જ રાજકીય વાડાબંધીઓ હતી તે પણ સમેટાવી દીધી તેવી જ રીતે શહેરમાં પણ મારો-તારો કરવાના બદલે પક્ષનો જ સનિષ્ઠ સેવક મુકાઈ જાય તો ચોટીનો પણ પાન્નો આપોઆપ ટુંકો થઈ જાય અને પક્ષના વર્તમાન તથા ભાવિ કાર્યકર્તાઓમાં પણ કામ કરવાનો જોમ જુસ્સો વધુ જળવાઈ રહે  તેમ છે. અંજાર તાલુકામાં જે રીતે પક્ષના સાચા કાર્યકર્તા જેવા ઉમેદવારને ગત બે કરતા વધુ ટર્મથી તક અપાતી હતી અને આખાય અંજારના રાજકારણમાં ખેંચતાણ પર પૂર્ણ વિરામ આવી ગયો, તેમ આ વખતે બોગસ ખેડુત ખાતેદાર સમાન ચાપલુસખોરને તક ન આપી, પક્ષના માનીતાને જ શહેરની કમાન સોંપાય તો ચોટીનો ખટપટ્ટીયા સડ્ડોજ નેસ્તનાબુદ થઈ જાય અને અંજાર શહેરમાં પણ સ્થપાઈ જાય શાંતી, પક્ષની છબી પણ વધુ ઉજળી બની જાય તેમ છે.

 

Comments

COMMENT / REPLY FROM