Trending News
સ્થાનિક સમાચાર

SRC નો કરો યા મરોનો જંગ : ચૂંટણી મતદાનમાં નિયમોની ઐસીતૈસી : મતદાન સમય મર્યાદાના લીરેલીરા 

28 December

જાગો શેરહોલ્ડર જાગો, : જાગો ચૂંટણી અધિકારી-સ્ક્રુટીનાઈઝર જાગો..!




સાંજે પાંચ વાગ્યા બાદ પણ રાત્રે ૧૧ કલાકે-સવારે ચાર વાગ્યે પણ વોટ પડયાની ચર્ચાઓ : જો એમ જ હોય તો પછી ચૂંટણી શિડઅુઅલનો અર્થ જ શું રહ્યો? તા.ર૭થી તા. ર૯મી ડીસેમ્બર સુધી સવારે નવ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી ઈ-વોટીંગ કરી શકાશેની નિયમ-માર્ગદર્શિકા અમલી બનાવાઈ છે તો પછી તા. ર૭મીએ રાત્રીના ૧૧ વાગ્યે પણ વોટ કેવી રીતે સફળતાથી પડી રહ્યા છે? : યક્ષ સવાલ

મહાનસંસ્થાની ચૂંટણીના પર્યવેક્ષક અને સ્કુટીનાઈઝર અમદાવાદની રવિ કપુર એન્ડ એસોસીએટસ તથા સીડીએસએલ આ બાબતે અજાણ? શું આ બાબતે રવિ કપુર ર૯મીએ સાંજે નિર્ધારીત શિડયુઅલ બાદ ત્રણેય દીવસ પડેલા તમામે તમામ મતો બધે બધા જ રદ કરી દેવાના છે કે પછી અમુક ડાયરેકટરોને આવી રીતે વોટીંગથી પાછલા બારણેથી જીતાડવાનો લાભ અપાશે અને અમુકના કાંટા કાઢી નાખવાનો ઘડાયો છે કારસો? : ઉમેદવારો અને મતદારો અસમંજસમાં..!



ગાંધીધામ : પૂર્વ કચ્છ માત્ર જ નહીં પરંતુ આખાય ગુજરાતમાં જે પ્રતિષ્ઠીત અને મોભાદાર સંસ્થાનુ નામ માનભેર લેવાય છે તેવી મહાનસંસ્થા એસઆરસી એટલે કે સિઘુ રિસેટલમેન્ટ કાર્પોરેશનમાં ઐતિહાસીક ચૂંટણી જંગના મંડાણ થવા પામી ગયા છે. આ ચૂંટણી કરો યા મરોના જંગ સમાન હોવાનુ સંકુલમાં ચર્ચાઈ રહ્યું છે. બે સભ્ય પદ માટે આઠ જેટલા ઉમેદવારોએ અહી ચૂંટણી જીતવા પોતાની પ્રતિષ્ઠા દાવ પર લગાવેલી છે. તો સામે પક્ષે રીપીટ ડાયરેકટરોએ પોતાનુ અસ્તિત્વ ટકાવવાની દીશામાં અહી કમર કસી લીધી હોવાથી ચૂંટણી લક્ષી માહોલ અહી દીવસને દીવસે ગરમાવવા પામી રહ્યો છે. 
દરમ્યાન જ બે સભ્ય પદ માટે આઠ ઉમેદવારો વાળી આ ચૂંટણી માટે ગત રોજ તા. ર૭મીથી ર૯મી સુધી સવારે નવથી પાંચ વાગ્યા સુધી ઈ વોટીંગ પદ્વતીથી ઓનલાઈન મતદાનની પ્રક્રીયા યોજવામાં આવી રહી છે અને ગત રોજ સવારથી જ કેટલાક વાદવિવાદ સાથે આ વોટીગનો આરંભ થવા પામી ગયો છે. ગત રોજ કેટલાકના ઈમેઈલ આઈડી તો કેટલાકના મોબાઈલ નબર અપડેટ ન હોવાથી ફરીયાદો ઉભી થવા પામી હતી અને આ મહાનસંસ્થાની ચૂંટણી પ્રક્રીયા અને તેની ગોઠવણીઓ અને વહીવટને લઈને સંકુલમાંથી સવાલો ઉભા થવા પામ્યા હતા. તે દરમ્યાન જ આજ રોજ એટલે કે તા. ર૮મી ડીસેમ્બરના રોજ ફરીથી વધુ કેટલાક સવાલો મતદાનની પ્રક્રીયાઓ સામે ઉભા થવા પામી રહ્યા છે. આ મામલે જાણકારોની વાત માનીએ તો આ મહાનસંસ્થાની ચૂંટણી કરાવી રહેલી સંસ્થા સીડીએસએલ દ્વારા પોતે જાહેર કરેલી નોટીસ ચૂંટણી પ્રક્રીયામાં ત્રણ દિવસ તા. ર૭થી તા. ર૯ સુધી સવારે નવથી સાંજે સાત વાગ્યા સુધી વોટીગ માટેનો સમય નિર્ધારીત કરવામા આવ્યો હોવાનુ જણાવ્યુ હતુ. સાજે સાત વાગ્યા બાદવોટીંગ થઈ શકશે નહી તેનો સ્પષ્ટ અર્થ થાય છે. પરંતુ ગત રોજ તા. ર૭મી ડીસેમ્બરનારોજ સાજે સાત વાગ્યા બાદ રાત્રીના ૧૧ વાગ્યા આસપાસ પણ આ મહાનસંસ્થામાં વોટીંગ થવા પામી રહ્યુ હોવાની સ્થિતી સર્જાતી હોવાનુ ચર્ચાયું છે. ઉમેદવારોએ શેરહોલ્ડરના વોટીંગ ક્રેડેન્શીયલ સીડીએસએલના આવેલ આઈડી-પાસવર્ડ પોતાના ગેજેટ એટલે કે ઈમેઈલ પર ટ્રાન્સફર કર્યા અને પછી મતદાન કર્યુ તો મતદાન રાત્રીના ૧૧ વાગ્યે થવા પામી રહ્યુ છે, સવારે ૪ વાગ્યે પણ આ જ રીતે મતદાન સંભવ બની જવા પામી રહ્યુ છે. તો પછી અહી સવામણનો સવાલ તો એ જ થાય છે કે સવારે નવથી સાજે સાત વાગ્યા સુધીનો જે સમય આપવામાં આવ્યો છે તેનો શું અર્થ રહ્યો? આવુ કરવા પાછળનું કારણ શું છે? કેમ વોટીંગ નિર્ધારીત સમય બાદ પણ સતત થવા પામી રહ્યુ છે? આમ થવા પામતુ હોય તો પછી ચૂંટણી પ્રક્રીયા, નિયમોઅ ને માર્ગદર્શિકાની ઐસીતૈસી જ થવા પામી રહી છે તેવુ સ્પષ્ટ દેખાય છે. આવુ કરવા પાછળનો કારસો શું છે? શું આવી હકીકત રવિકપુર એન્ડ એસો. અમદાવાદના ધ્યાને આવશે એટલે તેઓ ર૯મીએ સાંજે નિર્ધાીરીત સમય બાદ પડેલા તમામે તમામ મતો રદ કરવાનો નિર્ણય લેશે? કે પછી કેટલાક ચોકકસ ઉમેદવારોને ફાયદો કરાવવા અને અન્ય સ્વચ્છ અને નવા ચહેરા ધરાવતા ઉમેદવારોનો કાંટો કાઢી નાખવાની દીશામાં આ પ્રકારની ગોઠવણીઓ કરવામાં આવી છે કે કેમ? નવા સવા ઉમેદવારો આવ્યા છે તેમનું વોટીંગ સવારે નવથી સાંજે પાંચ વાગ્ય સુધીમાં ફીકસ કરી નાખવુ અને અન્ય ઉમેદવારોને લાભ અપાવવા દીવસ-રાત મતદાનની પ્રક્રીયાઓને ચાલુ રાખવી? ખરૂ શુ? આવુ કેમ કરવામાં આવી રહ્યુ છે?બીજીતરફ આ બાબતે એસઆરસીના જનરલ મેનેજર શ્રી કરનાનો ટેલીફોનીક સંપર્ક સાધવાનો પ્રયાસ તેઓના ફોનની ઘંટડી જ રણકતી રહી હોવાથી વિફળ નિવડયો હતો.

 

Comments

COMMENT / REPLY FROM