Trending News
સ્થાનિક સમાચાર

જો જો અંજારમાં ચોટીના ચાપલુસખોર માટે કરીને અમદાવાદ ભાજપના ડખ્ખાવાળી ન થઈ જાય..!

27 December

તટસ્થ-પક્ષનિષ્ઠ ધારાસભ્યશ્રી સાચા કાર્યકર્તાને અપાવે તક


કચ્છ જિલ્લામાં મંડળની સરંચનાઓમાં જાહેર કરાયેલા નામોમાં અંજાર બાકી રહેતા અટકળો તેજ : માત્ર બે જ નામો ઉપર કેમ મોકલાયા? યુવા ભાજપમાં જે સાચી સેવા કરનારાઓ છે તેમને સાઈડપોસ્ટ જ કરી દેવાયા છે? તેમને કયારે મળશે તક?


ચોટીનો ચાપલુસ ખોર તો બોગસ ખેડુત ખાતેદાર છે, જો તેને તક અપાય તો અમદાવાદના વટવા ગામે જે રીતે અપહરણ અને જમીન પ્રકરણમાં ચર્ચાસ્પદ નામને તક અપાતા ડખ્ખો થઈ ગયો છે તેવો જ અહી પણ થતાં વાર નહી થાય : જાણકારોની લાલબત્તી


અંજાર મંડળ માટે ચોટીની કદમપોશી કરનાર બોગસ ખેડુત ખાતેદાર સહિત બે જ નામો મોકલ્યા હોવાથી વકરી ગયો વિવાદ : ચોટી આંગળી ચીંધી તે સિવાયના કોઈ સાચા કર્મઠ કાર્યકર્તા શું અંજારમાં પક્ષ પાસે મોજુદ જ નથી? માત્ર બે જ નામો માટે કેમ અધમપછાડાઓ થાય છે? ધારાસભ્યશ્રી આ બાબતે ખુદ રસ લે અને આ બે નામો સિવાય ત્રીજું જ સક્ષમ-કર્મશીલ અને પક્ષને વરેલ વ્યકિતનું કેમ આગળ ન ધરે નામ..!



ગાંધીધામ : ભારતીય જનતા પાર્ટી વિશ્વની સોથી મોટી પાર્ટીની પદવી ધરાવી રહી છે જેમ પરીવાર મોટો થાય તેમ કંકાસ પણ વધવાના છે. કચ્છ ભાજપના વર્તમાન પ્રમુખ દેવજીભાઈ વરચંદ પીઢ, પક્ષ અને સંઘની વિચારધારાને વરેલા વ્યકિતની છબીધરાવી રહ્યા છે, સોને સાથે લઈને ચાલવાની નીતી વાળા છે, એટલે કચ્છ ભાજપમાં તેઓ પરીવારની જેમ સારી રીતે સંચાલન કરી જ રહ્યા છે. દરમ્યાન જ રાજય સાથે કચ્છમાં પણ શહેર-મંડળોની સરંચના પ્રક્રીયા આટોપાઈ ગઈ અને કચ્છમાં ૧૪ મંડળોના પ્રમુખોની જાહેરાત પણ સર્વપ્રીય રીતે કરી દેવામા આવી જ છે જેઓને આવકાર મળવા પામી રહ્યો છે ત્યારે બીજીતરફ પૂર્વ કચ્છના ઐતિહાસીક શહેર અંજાર શહેરમાં પ્રમુખપદ પર નામની જાહેરાત હાલમાં થવા પામી નથી ત્યારે રાજકીય બેડામાં ફરીથી ચર્ચાઓ શરૂ થવા પામી ગઈ છે અને જાણકારો કહી રહ્યા છે કે, અહી ચોટી પોતાના કેાઈ ચાપલુસખોરને બેસાડી દેવા માટે એડી ચોટીનું જોર લગાવતો ફરતો હતો, પરંતુ આ ચોટીનો ચેલો બોગસ ખેડુત ખાતેદાર બન્યો છે અને જમીન પ્રકરણમાં ચર્ચાસ્પદ રહેલ હોવાનુ સપાટી પર આવતા હવે કયાંક ને કયાંક તેનું લગભગ નકકી થઈ ગયેલ નામ સહેજ ઘોંચમા પડી જવા પામી ગયુ
 હોવાની સ્થિતી સર્જાતી જોવાઈ રહી છે. જો કે, બીજીતરફ જાણકારો હજુય પણ લાલબત્તી ધરતા કહી રહ્યા છે કે, જો ચોટીના ચાપલુસ ખોરને અહી તક યેન કેન પ્રકારેણ અપાઈ જ ગઈ તો અમદાવાદના વટવા વાળી અહી થતા વાર નહી લાગે? અમદાવાદના વટવામાં પણ પ્રમુખપદ પર જેમને મુકવામા આવ્યા છે તેઓની સામે અપહરણનો ગુનો તથા જમીન પ્રકરણમાં તેનુ નામ આવવા પામી ચૂકયુ છે અને તેમનુ નામ જાહેર થતા જ આ વીસ્તારમાં પક્ષમા આંતરીક રીતે જ ડખ્ખો ઉભો થવા પામી ગયો હોવાની સ્થિતી જોવાઈ રહી છે. જો અંજારમાં ચોટીની ચાલ ફાવી જશે તો અહી પણ અમદાવાદવાળો ડખ્ખો થતા વાર નહી કરે તેવી લાલબત્તી જાણકારો ધરીરહ્ય છે. કહેવાય છે કે, અંજારમાં ઉપર માત્ર બે જ નામો મોકલવામા અવ્યા હતા. એક ચોટીનો ચાપલુસખોર અને બીજુ એક નામ. આવુ શા માટે? યુવા મોરચામાં જેઓએ દીવસ રાત મહેનત કરી છે તેમના નામો નથી મોકલાયા અને તેમને સાઈડપોસ્ટ પણ કરી દેવાયા હોવાની વાત ચર્ચાય છે. જો ખરેખર આમ જ થવા પામી રહ્યુ હોય તો જાણકારો કહે છે કે, અંજારના કર્મઠ, તટસ્થ અને પક્ષનિષ્ઠ ધારાસભ્યશ્રીએ આ બાબતે જાત રસ લેવો જોઈએ અને બે વિવાદીત નામો સિવાયનું ત્રીજું જ નામ કે જે પક્ષના હિતને વરેલ હોય, જે પક્ષને માટે સદાય કાર્યકર્તા તરીકે મહેનત કરતા હોય તેમને જ અહી બેસાડી દેવાની રજુઆત કરી દેખાડવી જોઈએ તે જ પક્ષના સંગઠનને માટે હિતકારી નિર્ણય ગણાશે.




 

Comments

COMMENT / REPLY FROM