ગાંધીધામ ટાઉનહોલ ખાતે અને આદિપુર પ્રભુદર્શન ખાતે ઈ-વોટીંગ માટે પ્રોપર્ટી ઓનર્સ એસો.એ રાખેલી વ્યવસ્થાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે
અમુક મતદારોના ડેટામાં ધાંધલી કોણે કરી? કયા ઈરાદે?
બે ડાયરેકટરની ચૂંટણી માટે ૮ ઉમેદવારો મેદાનમાં : સવારથી મતદાનનો આરંભ
એકાદ કેસ આવો ધ્યાને આવેલ હતો, પરંતુ આ બાબતે મારે કંઈ જ કરવાનું થતુ નથી, સીડીએસએલ
આ અંગે જવાબ આપી શકે : માવજીભાઈ સોરઠીયા(ચૂંટણી નિરિક્ષક)
ઘણા બધાના ઈમેઈલ-મોબાઈલ નંબર અપડેટસ કરવામાં નથી આવ્યા અથવા તો થયા નથી, અને કેટલાક લોકોએ અપડેટ થયા છે કે નહી તે ચેક પણ નથી કર્યુ, જે હોય તે પરંતુ આ સમસ્યાનું એસઆરસીએ નિરાકરણ લાવવુ જોઈએ, અમે ઉમેદવાર તરીકે આ બાબતે મૌખિક રજુઆત એસઆરસીને કરી છે, :સેવકભાઈ લખવાણી(એસઆરસી ચૂંટણીના ઉમેદવાર)
ખાટલે મોટી ખોટ : મહાનસંસ્થા એસઆરસીની ચૂંટણી પારદર્શક અને તટસ્થતાથી થવાની વાતનો આરંભે જ ઉડતો છેદ : ૧ શેરહોલ્ડરને પણ મતદાનથી વંચિત કેવી રીતે રાખી શકાય? મતદાન વખતે ટેકનીકલ અથવા તો ઈરાદાપૂર્વકની કોઈ ક્ષતિ આવી રહી છે તો, તેના પર પગલા લેવા, સુધારા કરવા કેમ કોઈની જ જવાબદારી નથી થઈ ફિક્ષ..? : આમ કરવા પાછળનું રહસ્ય શું? : એકમાથી આવા મતદારથી વંચિત રહેનાર શેરહોલ્ડર્સ અનેક થયા તો પણ શું..એસઆરસી જેવી મહાનસંસ્થાના ચૂંટણી નિરિક્ષકશ્રી તથા ચૂંટણી યોજનાર કંપની સીડીએસએલ હાથ ખંખેરતી અવસ્થામાં જ મુકપ્રેક્ષક બની રહેશે.?
ગાંધીધામ : પૂર્વ કચ્છની પ્રતિષ્ઠીત એવી મહાન સંસ્થા એસઆરસીની ચૂંટણીનો આજથી આરંભ થવા પામી ચૂકયો છે. અહી બે સભ્ય પદ માટે આઠ ઉમેદવારો મેદાનમાં રહેલા છે. પોલીસથી લઈ અને કોર્ટના દ્વાર સુધી પહોચેલી અને પાછલા અમુક દીવસથી તો ખુબજ ગરમાગરમી સર્જેલી આ મહાનસંસ્થાની ચૂંટણીમાં ઘોટાળા અને ધાંધલી થવાની આશંકાઓ પણ વ્યકત કરવામા આવી હતી અને હવે આજ રોજ જયારે મતદાનનો આરંભ થવા પામ્ય છે ત્યારે અમુક શેરહોલ્ડરની સાથે તે અનુસારની ધાંધલીઓ-ઘોટાળાઓ થવા પામી રહ્યા હોવાની ઘટનાઓ પણ સામે આવવા પામી રહી હોવાનુ જાણવા મળી રહ્યું છે. આ મામલે સહેજ વિગતે વાત કરીએ તો એસઆરસીની ચૂંટણીમાં ઓનલાઈન વોટીંગ કરવામાં આવતુ હોય છે. આજ રોજ સવારથી ર૯મીના સાંજ સુધી આ વોટીંગ થવા પામી શકશે. આજ રોજ સવારથી જ ઓનલાઈન વોટીંગ વ્યવસ્થાઓ અનુસાર સંકુલમાં શરૂ થવા પામી ગયુ છે. અનેકવીધ ચોકકસાઈઓ ઉપરાંત પણ જે રીતે કેટલાક જાગૃત નાગરીકોએ જે ભીતી દર્શાવી હતી તે અનુસાર જ અમુક શેરહોલ્ડરને મતદાનથી વંચિત રહેવાનો વારો આવી રહ્યો હોવાની ફરીયાદ સંકુલમાં વેગવાન બનવા પામી ગઈ છે. કહેવાય છે કે, એસઆરસીમાં મતદાન કરવા માટે શેરહોલ્ડર્સે ઈમેઈલ આઈડી સંસ્થામાં રજીસ્ટર્ડ કરાવેલ હશે અને તે જ ડેટા સીડીએસએલ સમક્ષ એસઆરસી દ્વારા મુકવામા આવ્યા હશે. હવે સીડીએસએલ દ્વારા આ રજીસ્ટર્ડ ઈમેઈલ આઈડી પર મેસેજ મોકલે છેઅને તેમાં જે -તે શેરહોલ્ડર્સ પોતાનો આઈડી-પાસવર્ડ નાખે એટલે ઓટીપી જનરેટ થવા પામતો હોય છે. આ ઓટીપીના આધારે જે-તે શેરહેાલ્ડર્સ આઠ પૈકીના તેમના પસંદગીના ઉમેદવારને મત આપી શકતો હોય છે. પરંતુ આજ રોજ સંકુલમાં શરૂ થયેલા મતદાન વખતે જે શેરહોલ્ડરના ઈમઈલ આઈડી નથી તે તો મતદાનથી વંચિત રહેવા પામી જ જાય છે પરંતુ જેઓના અમુકના ઈમેઈલ આઈડી છે, અને મોઈબાલ નંબર પણ રજીસ્ટર્ડ થયેલા છે તેઓને ઓટીપી તો આવી રહ્યા છે પરંતુ તેના ઓટીપીમાં પાછળના ૪ આંકમાં ૦૦૦૦ આવી રહ્યા હોવાનુ સામે આવે છે એટલે તેઓ વોટ આપી શકતા નથી. આવામાં સંકુલમાં ચર્ચા થવા પામી રહી છે કે, આવુ શા માટે? યા તો સીડીએસએલ પાસે ડેટા ખોટો રજુ કરવામા આવ્યો છે, યા તો ઈરાદાપૂર્વક જ કોઈ ઉમેદવારના ખેલ બગાડી નાખવા, અથવા તો હાર-જીતના સમીકરણોને પોતા હસ્તક રાખવાની દીશામાં કોઈએ આવા ખેલ કર્યા હોઈ શકે છે? સંકુલમાં આજ રોજ સવારે ૧ર વાગયાની સ્થિતીએ આવા અલગ અલગ શેરહોલ્ડર મતદાનથી વંચિત રહી જવા પામતા હોવાની સ્થિતી સર્જાવવા પામી રહી છે. આ બાબતે એસઆરસીના જનરલ મેનેજર શ્રી કરનાનો સંપર્ક સાધવાનો પ્રયાસ તેમના ફોનની રાબેતા મુબજ જ ઘંટડી રણકતી રહી હોવાથી વિફળ નિવડયો હતો તો વળી આ ચૂંટણીના નિરિક્ષક-ઓબ્જર્વેર તરીકે નિમાયેલા માવજીભાઈ સોરઠીયાની સાથે વાતચીત કરવામા આવતા તેઓએ કહ્યુ હતુ કે, આવો એકાદ કેસ અમારા પાસે આવ્યો હતો, પરંતુ આ બાબતે મારે કંઈ જ કરવાનુ રહેતુ નથી, સીડીએસએલનું ધ્યાન દોરવા સિવાય હું આ બાબતે વધું કઈ જ કરી શકુ તેમ નથી. તો વળી બીજીતરફ સીડીએસએલના અમદાવાદ સ્થિત પ્રતિનીધી ઉત્પલ શાહે પણ તેમના ફોનને ઉપાડવાની તસ્દી ન લેતા તેઓની પ્રતિક્રીયા પણ આ અંગે જાણી શકાઈ નથી.
..........
એસઆરસી વિરૂદ્ધ ચૂંટણી અને એજીએમ સામે કરેલ દાવો રદ ફરમાવતી કોર્ટ
ગાંધીધામ : સંકુલના જાગૃત નાગરીક રવિન્દ્ર સબરવાલે એસઆરસી લી. શ્રી માવજીભાઈ સોરઠીયા અને શ્રી રવી કપુર વિરૂદ્ધ નામદાર શ્રી પ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજ ગાધીધામમાં દાવો દાખલ કરી તા. ર૭થી ર૯મી ડીસેમ્બરના એસઆરસીની યોજનારી ચૂંટણી તથા તા. ૩૦/૧રના યોજનાર એન્યુલ જનરલ મિટીંગ બાબતે મનાઈ હુકમની માંગણી કરેલી અરજીમાં એવુ જણાવેલ કે બધા શેરહનોલ્ડરોનીઈમેઈલ આઈડી અને મોબાઈલ નંબર રજીસ્ટર થયેલ નથી. એસઆરસી પોતાના વકીલ શ્રી વી પીઅલવાણી મારફતે હાજર થઈ દાવા જવાબ અને મનાઈ હુકમની અરજી રજુ કરેલ તથા સીપીસીનાઅ ૭ રૂ.૧૧ તથા કંપની એકટની કલમ ૪૩૦ મુબજ અરજી દાખલ કરી એવી રજૂઆત કરેલ કે કંપની ની ચૂંટણી બાબતે નામદાર સિવિલ કોર્ટને સત્તા નથી. શ્રી રવીન્દ્ર એન. સબરવાલની ઇમેલ આઇડી અને મોબાઇલ નંબર રજીસ્ટર થયેલ છે. એસ.આર.સી. એ છાપાઓમાં અને એન્યુલ રીપોટમાં પણ શેરહોલ્ડરોને પોતાની ઈ-મેલ આઈડી અને મોબાઈલ નંબર રજીસ્ટર કરાવવા વિનંતી કરેલ અને જેટલા શેરહોલ્ડરો પોતાના ઈ-મેલ આઈડી અને મોબાઈલ નંબર રજીસ્ટર કરાવેલ છે. તે વિગતો સી..ડી.એસ.એલ. ને મોકલાવેલ છે. શ્રી વી. પી. આલવાણીએ એવી દલીલ કરેલ કે ચૂંટણીની પ્રક્રિયા સી.ડી.એસ.એલ.ને કરવાની છે તેમ છતાય વાદીએ તેને પક્ષકાર બનાવેલ નથી. વધુ માં એવી દલીલ કરેલ કે એસ.આર.સી. તરફથી કોઇ પણ ઠગાઈ કે ગેર રીતિ કરેલ નથી. શ્રી વી. પી. આલવાણીએ વધુ માં એવી દલીલ કરેલ કે વાદી પોતે ડિરેક્ટરની ચૂંટણી માટે ફોર્મ ભરેલ નથી અને જે આંઠ સભ્યોએ ચૂંટણી માટે ફોર્મ ભરેલ છે, તેઓ એ કોઈ દાવો કરેલ નથી. વાદીને દાવો કરવા માટે હક્ક કે અધિકાર નથી. વાદી બીજા વતીથી રજૂઆત કરી શકે નહી. શ્રી વી. પી. આલવાણીએવધુમાં એવી દલીલ કરેલ કે નામદાર સુપ્રીમ કોર્ટે ચુકાદા માં તેવું જણાવેલ છે કે જયારે ચુંટણી પ્રક્રિયા શુરૂ થઇ ગઈ હોય ત્યારે તેની સામે સામાન્યત મનાઈ હુકમ આપી શક્ય નહી. વધુમાં એવી દલીલ કરેલ કે જયારે નામદાર સિવિલ કોર્ટને દાવો ચલાવાની સત્તા ન હોય ત્યારે દાવા અરજી રદફરમાવી જોઈએ, શ્રી વી. પી. આલવાણીએ વિભિન્ન કોર્ટોના ચુકાદાઓ રજુ કરી વાદીની દાવા અરજી રદ ફરમાવવા વિનંતી કરેલ. નામદાર કોર્ટે પક્ષકારોને સાંભળયા બાદ પ્રતિવાદીના વકીલ શ્રી વી. પી. આલવાણીની દલીલ માન્ય રાખી વાદીની દાવા અરજી રદ ફરમાવવા હકૂમ ફરમાવેલ. આ કામે એસ.આર.સી. વતી સિનિયર એડવોકેટ તથા તેની સાથે શ્રી વિશાલ એસ. કાનન, શ્રીમતી વર્ષા વિ. કાનન, શ્રી રાજેશ એન. કેશવાણી, શ્રી મનીષ ડી. ગઢવી, દેવાંશી એન. માથકીયા, કિશીતા ડી. ચાવડા, મેઘા ડી.રાઠોડ, તથા શ્રી રોહિત પી. શીરોખા હાજર રહ્યા હતા.
...............
લડતનો અંત નથી, સમગ્ર ચૂંટણી પ્રક્રીયાને પડકારવામાં આવશે :રવિન્દ્ર સબરવાલ
ગાંધીધામ : એસ આર સી લિમિટેડ ના શેર હોલ્ડર તરીકે નામદાર ગાંધીધામ એસ. ડી. કોર્ટમાં એસ. આર. સી. ના બે ડિરેક્ટર ના પદ પર થવા ની ચૂંટણી પર મનાઈ હુકમ ફરમાવવામાટે એક સિવિલ દાવો દાખલ કર્યો હતો જે દાવો નામદાર કોર્ટ એ એસ. આર. સી. તથા અરજદાર એમ બને પક્ષકાર ને સાંભળ્યા બાદ માત્ર કાનૂની બિંદુ પર કે સિવિલ કોર્ટ ને અધિકાર ન હોવાનું કહી ને રદ ફરમાવેલ છે. તેવુ રવિન્દ્ર સબરવાલની યાદીમાં જણાવાયું છે. તેઓએ વધુમાં કહ્યુ છે કે, નામદાર કોર્ટ નો આ હુકમ થી અમારા તથા અમારા સાથી શેર ધારક માટે અધિકારો માટે ની લડત નો અંત લાવતો નથી. આ તો માત્ર શરૂઆત છે. કાયદાકિય સલાહ લેવા માં આવી રહી છે અને ચૂંટણી પૂર્ણ થયા બાદ સમગ્ર ચૂંટણી ને પડકારવા માટે ની કાનૂની પ્રક્રિયા ગતિમાન કરવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યુ છે કે, અત્રે આ સ્પષ્ટ કરવું જરૂરી છે કે અમારા દ્વારા અમારા દાવા માં અમો એ એ. જી એમ પર કોઈ સ્ટે માંગ્યો નહોતો. આ ઉપરાંત તારીખ ૨૬/૧૨/૨૦૨૪ ની સાંજે એક સહી વગર ની એસ. આર. સી. ની સીલ લાગેલ પ્રેસ નોટ કોઈ દ્વારા વાયરલ કરવા માં આવી છે જે એવી એક ગેરસમજ ઊભી કરે છે કે દાવો યોગ્યતા ના આધારે બરતરફ કરવામાં આવ્યો છે. શ્રી સબરવાલે મીડીયા જગતને પણ અપીલ કરતા જણાવ્યુ છે કે, આવેલા ચુકાદા નો નિષ્ઠા પૂર્વક રિપોર્ટિંગ કરે અને અમુક વ્યક્તિઓ અથવા અમુક પક્ષ ને ખોટી રીતે ગૌરવ પ્રધાન કરતો અહેવાલ જે સત્ય થી વેગળો હોઈ અને ઈરાદા પૂર્વક ગેરસમજ ઊભી ન થાય તેની તકેદારી રખાય તેમ રવિન્દ્ર સબરવાલની લેખિત યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Comments