Trending News
સ્થાનિક સમાચાર

સાંયરા, નાના અંગીયા અને વિથોણની વાડીમાંથી ર.૬૧ લાખના વીજતાર ચોરાયા

26 December



મુંદરાની સુંદરમ સોસાયટીમાં બે મકાનમંથી ૮૭ હજારની મતા તફડાવાઈ


ભુજ : પશ્ચિમ કચ્છમાં તસ્કરોએ પોતાની પક્કડ મજબુત કરી છે. નખત્રાણા તાલુકાના ગામોમાંથી વીજતાર ચોરવા સાથે મુંદરામાં યોગેશ્વરી સોસાયટી બાદ સુંદરમ સોસાયટીના બે મકાનોને નિશાને બનાવતા લોકોની ઠંડી ઉડી ગઈ છે. ઉપરાઉપરી ચોરીના બનાવો જોતા તસ્કર ટોળકી સક્રિય હોવાનું મનાઈ રહ્યું છે.
નખત્રાણા પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ મુળ ફતેહગઢના હાલે માધાપર રહેતા લક્ષ્મણભાઈ ખુમાજી દવેએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે અજાણ્યા ચોર ઈસમોએ ફરિયાદીની રીન્યુ પાવર પ્રા.લિ. કંપનીની ગઢશીશા સબ સ્ટેશનથી પાલનપુર બાંડી નિરોણા પાવર ગ્રીડના સબ સ્ટેશન સુધીની રર૦ કેવી વીજલાઈનમાં નખત્રાણા તાલુકાના સાંયરા ગામની સીમ વિસ્તારમાં ટાવર નં. ૩૦/૪ થી ૩ર/૦ સુધીના વીજ વાયરને કાપી ર૦ હજારનું નુકશાન કરવા સાથે નાના અંગીયાથી વિથોણ સુધી વાડી વિસ્તારમાં વીજ ટાવર નંબર રપ/૦ થી ર૪/૦ સુધીના એલ્યુમીનીયમના વીજ વાયર પર૩૦ મીટર કિંમત રૂા. ર,૬૧,પ૦૦ ની ચોરી કરી હતી, જેથી નખત્રાણા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.આ તરફ મુંદરામાં સુંદરમ સોસાયટી શેરી નં. ૪ ખાતે મકાન નં. પ ને તસ્કરોએ નિશાન બનાવ્યું તું. ફરિયાદી મુળ અમદાવાદના અને હાલ અહીં રહેતા સુરેશભાઈ દેવાભાઈ પટેલેે જણાવ્યું કે, કોઈ ચોર ઈસમે ફરિયાદી અને સાહેદના ઘરના તાળા તોડી ઘરમાંથી ૬પ હજારની સોનાની મગમાળા તેમજ ૮ હજાર રોકડા અને સાહેદના ઘરમાંથી ૧૪ હજારની ચાંદીની ડીસ અને પ૦૦ રૂપિયાનો મોબાઈલ મળી ૮૭પ૦૦ ની ચોરી કરી કરી હતી. જે અંગે મુંદરા પોલીસમાં ગુનો નોધાયો છે. ચોરીની વધતી ઘટનાઓને લઈને લોકોમાં ઉચાટ ફેલાયો છે.

Comments

COMMENT / REPLY FROM