મુંદરાના યોગેશ્વરનગરમાં ઘરમાંથી ૧.૬૬ લાખની મતા ચોરાઈ
બંધ ઘરમાંથી ધોળા દિવસે તસ્કરો હાથ સાફ કરી ગયા
મુંદરા : જિલ્લામાં કડકડતી ઠંડી વચ્ચે તસ્કરો સક્રિય બન્યા છે. મુંદરા શહેરમાં યોગેશ્વરનગર ખાતે આવેલ મકાન નં. ૩૧માંથી ચોરી થઈ હતી. મુળ જુનાગઢના હાલે અહીં રહેતા રોહિતભાઈ કેશભાઈ વાઘેલાના જણાવ્યા પ્રમાણે કોઈ ચોર ઈસમે રરથી ર૩ તારીખ દરમિયાન તેમના ઘરનો દરવાજો તોડી સોનાનું પેંડલ, વીંટી, ચેઈન, લક્કી, વીટી તેમજ રોકડા રૂપિયા રપ હજાર અને ગલ્લામાંથી પ હજારની પરચુરણ મળી ૧,૮પ,૮૩૭ની મતા ચોરી હતી. પરિવાર આવ્યો ત્યારે ઘરમાં સામાન વેરવિખેર જોઈ ચોકી ઉઠ્યો હતો અને ગણતરી કર્યા બાદ ફરિયાદ દાખલ કરવામં આવી છે. ઘરફોડ ચોરીના મોટાભાગના ગુનામાં આરોપીઓ પકડાતા નથી. જે રીતે જિલ્લામાં ચોરીના બનાવો વધી રહ્યા છે તે જોતા અનડિટેકટ ચોરીના ગુના શોધવા માટે સ્પેશિયલ ડ્રાઈવ યોજવાની જરૂરિયાત છે.

Comments