કચ્છ ભાજપના ૧૭ પૈકી ૧૪ મંડલ પ્રમુખોની નિમણૂંક
ત્રણ મંડલ પ્રમુખની જાહેરાત બાકી : નવ નિયુકત હોદ્દેદારોને જિલ્લા સંગઠનના હોદ્દેદારો, સાંસદ, ધારાસભ્યો અને કાર્યકર્તાઓએ પાઠવી શુભેચ્છા
ભુજ : ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા હાથ ધરવામાં આવેલ સંગઠનાત્મક ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત કચ્છ જિલ્લા સંગઠનના ૧૭ મંડલ પૈકી ૧૪ મંડલના પ્રમુખોના નામ જાહેર કરવામાં આવ્યા છે. માંડવી શહેર, મુંદરા તાલુકા અને અંજાર શહેર પ્રમુખના નામોની જાહેરાત બાકી રહી છે.ભાજપના સંગઠન પર્વ ર૦ર૪ અંતર્ગત કેન્દ્રિય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા બુથ પ્રમુખ સંવાદ તેમજ વિધાનસભા સંકલન સમિતિ સાથે સંવાદ બાદ સકારાત્મકતા અને સમરસતા સાથે મંડલ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. જેના આધારે કચ્છ જિલ્લાના ૧૪ મંડલના પ્રમુખોન નામ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં માંડવી તાલુકામાં સામત કેશવ ગઢવી, મુન્દ્રા-બારોઈ શહેરમાં અરવિંદ ડાહ્યાલાલ ઉકાણી, લખપત તાલુકામાં ગણપત આઈ. રાજગોર, ભચાઉ તાલુકામાં વાઘજી દેવકરણ છાંગા, ભચાઉ શહેરમાં વિશાલભાઈ કોટક, ભુજ તાલુકામાં ભીમજીભાઈ જોધાણી, ભુજ શહેરમાં મીત કાંતિલાલ ઠક્કર, રાપર તાલુકામાં નસાભાઈ દૈયા, રાપર શહેરમાં લાલજીભાઈ ગણેશભાઈ કારોતરા, નખત્રાણા તાલુકામાં ધર્મેશભાઈ શામજી કેશરાણી, ગાંધીધામ તાલુકામાં દેવેન્દ્રસિંહ હિંમતસિંહ જાડેજા, ગાંધીધામ શહેરમાં વિજય ધનજીભાઈ પરમાર, અબડાસા તાલુકામાં જયદીપસિંહ કિશોરસિંહ જાડેજા અને અંજાર તાલુકામાં બાબુભાઈ નારાણભાઈ હેઠવાડિયાની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.નવનિયુક્ત હોદ્દેદારોને જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, કચ્છ - મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, અનિરૂદ્ધ દવે, કેશુભાઈ પટેલ, ત્રિકમભાઈ છાંગા, માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત જિલ્લા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ અભિનંદન પાઠવ્યા હતા.

Comments