Trending News
સ્થાનિક સમાચાર

રાપર શહેરના સુખાકારી માટે અંદાજ સમિતિએ મુલાકાત લીધી

24 December


રાપર : આજે રાપર શહેરમા નગરપાલિકા દ્વારા વિવિધ પ્રકારની પ્રજાકીય સુવિધા માટે રાજ્યની નાણાંકીય સમિતિની અંદાજ સમિતિના સદસ્યોએ ચેરમેન અને વડોદરાના ધારાસભ્ય મનિષાબેન વકિલના અધ્યક્ષતામાં મુલાકાત લીધી હતી. જેમાં સમિતિના સદસ્યો અને ધારાસભ્યોએ રાપર શહેરમા પીવાના પાણીની સમસ્યા હલ કરવા માટે નગાસર તળાવની મુલાકાત લીધી હતી અને તળાવમા સાફસફાઈ તથા પીવાના પાણીની વ્યવસ્થા ચોકસાઈથી કરવા માટે સુચના આપી હતી. ઉપરાંત રાપર શહેરમા સફાઈ તથા રખડતા ઢોરો અને શહેરી વિકાસ માટે વિવિધ કામો અંગે સુચના આપી રાજય સરકારને રિપોર્ટ આપવામાં આવશે. અંદાજ સમિતિના ચેરમેન મનિષાબેન વકિલ, ચીફ ઓફિસર રવાજી જાડેજા, મહેશ સુથાર, પ્રવિણભાઈ  કાકરા, આષિશગીરી ગોસ્વામી, હરેશ મકવાણા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Comments

COMMENT / REPLY FROM