ખાણખનિજ વિભાગની ફલાઈગ સ્કવોર્ડની ટીમ મેહુલ શાહનો સપાટોઃ ખાવડા-ચકાર-નડાપામાં દરોડા : ઈઝ્રવિના ખનન કરનારાઓ ચેતજો
ખાવડામાં અધિકૃત રોયલ્ટી પાસ કરતા બ્લેકટ્રેપ ખનિજ વહન ઝડપાયુ, ૪ ટ્રકો સિઝ કરાઈ, તો તકાર ગામે ઈસી ન હોવા છતા ખાણકામ-લોડીગ પકડી અને ટ્રક-તથા લોડર સિઝ કરાયું તો નડાપામાં પણ ત્રણ ટ્રક-એક મશીન ઝપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ
ગાંધીધામ : નામદાર સુપ્રીમકોર્ટના આદેશ અનુસાર પર્યાવરણીય મંજુરી વિના ખનીજની પર રોક લગાવવાના નિયમોની અમલવારી કચ્છમાં પણ થોડા સમય પહેલા કડકાઈ પૂર્વક કરવામા આવી હતી અને તેમાં જેઓની પાસે ઈસીની પરવાનગી નથી તેઓની લીજ તેમને સાંભળી અને બંધ કરાવાઈ હતી ઉપરાંત પણ નિયમોને ધોઈને પી જનારા કેટલાક તત્વો ઈસી વિના ખનન ચાલુ રાખી બેઠા હતા તેઓ પણ ભુજ ખાણખનિજ વિભાગની ફલાઈગ સ્કવોર્ડ દ્વારા તવાઈ બોલાવવામા આવી હોવાના અહેવાો સામે આવવા પામી રહ્યા છે. આ બાબતે મળતી સત્તાવાર માહીતીઓ અનુસાર કચ્છ કલેકટર કલેક્ટરશ્રી- કચ્છનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પ્રાંત અધીકારીશ્રી-ભુજ તથા મદદનીશ નિયામકશ્રી (ફ્લાઈંગ સક્વોર્ડ) ભુજનાઓ દ્વારા તા.૨૧/૧૨/૨૦૨૪ના રોજ સંયુક્ત રીતે ભુજ તાલુકાના ખાવડા ખાતે આકસ્મીક તપાસ હાથ ધરી .અધિકૃત રોયલ્ટીપાસ કરતા વધુ બ્લેકટ્રેપ ખનિજનો જથ્થો વહન કરવા બદલ એક ટ્રક તથા તેવી જ રીતે રોયલ્ટીપાસ કરતા વધુ લાઈમસ્ટોન ખનિજનો જથ્થો વહન કરવા બદલ ત્રણ ટ્રક એમ કુલ ચાર ટ્રકોને સીઝ કરી ખાવડા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં રાખવામાં આવેલ તથા તે અંગેની દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. તો વળી તા.૨૨/૧૨/૨૦૨૪ના રોજ મદદનીશ નિયામકશ્રી (ફ્લાઈંગ સ્ક્વોર્ડ) ભુજની તપાસટીમ દ્વારા ભુજ તાલુકાના ચકાર ગામે આવેલ એક બ્લેકટ્રેપ ખનિજની ક્વૉરી લીઝમાં ઈ.સી. ન હોઈ લીઝ બંધ હોવા છતા ખાણકામ અને લોડીંગ ચાલુ હાલતમાં પકડીપાડી એક ટ્રક તથા એક લોડર સીઝ કરવામાં આવેલ. જે અંગે નિયમોનુસાર ની કાર્યવાહી હવે પછી હાથ ધરવમાં આવશે. જયારે કે, તેવી જ રીતે આજ તા.૨૩/૧૨/૨૦૨૪ના રોજ મદદનીશ નિયામકશ્રી (ફ્લાઈંગ સ્ક્વોર્ડ) ભુજની તપાસટીમ દ્વારા ભુજ તાલુકાના નડાપા ગામે આવેલ એક વ્હાઈટક્લે ખનિજની લીઝમાં ઈ.સી. ન હોઈ લીઝ બંધ હોવા છતા ખાણકામ અને લોડીંગ ચાલુ હાલતમાં પકડીપાડી ત્રણ ટ્રક તથા બે એક્સકેવેટર મશીનને સીઝ કરવામાં આવેલ. જે અંગે નિયમોનુસાર ની કાર્યવાહી હવે પછી હાથ ધરવમાં આવશે.

Comments