Trending News
સ્થાનિક સમાચાર

મીઠીરોહર જુગાર રેડમાં ભેદભરમ : નામો કાઢવા  પેટે બે લાખની તોડ કરનાર ખાખીધારી કોણ?

24 December



મોડવદર ફાટકની બાજુમાં બાવળની ઝાટમાં ગંજીપાનાનું જીગારના દરોડામાં બે ભુજના-બે આદિપુરના અને એક ભીમાસરનો શખ્સ રહી ગયો આબાદ? શેની અવેજીમાં આ પાંચ શખ્સોને બચાવી લેવાયા? જો તપાસ થાય તો અમુક ભ્રષ્ટ બાબુઓના તપેલા ચડી જાય..! : જુગારના પડમં રોકડ પાંચ લાખની હોવાની ચર્ચા


ગાંધીધામ : એકતરફ ગુજરાત સરકાર અને પોલીસવિભાગ પ્રજાનો મિત્ર બની અને અસામાજીક બદીઓને ડામવાની દિશામાં નીતનવા પ્રયાસો કરી રહી છે તો બીજીતરફ આ જ સરકારના પોલીસ વિભાગના અમુક ભ્રષ્ટ અને પલળેલા તત્વો આવી અસાજીક બદીઓને ફેલાવનારા તત્વોની સાથે વહીવટ કરી લઈ અને તેમને મોકળુ મેદાન જ આપી રહ્યા હોય તેવી ઘટનાઓ છાશવારે સામે આવવા પામી રહી છે. 
દરમ્યાન જ પૂર્વ્‌ કચ્છના મીઠીરોહર વિસ્તારમાં પણ તાજેતરમાં જ જુગાર ખેલી રહેલા તત્વો પર દરોડો પાડી અને મોટી કાર્યવાહી કરી લીધી હોવા સમાન વર્તારો દર્શાવાઈ રહ્યો હતો પરંતુ ખરેખર તો આ દરોડાની કાર્યવાહી જ શંકાના ઘેરામાં હોવાની ચર્ચા જાણકારોમાં થવા પામી રહી છે. ગંજીપાના વડે જુગાર રમી અને અસામાજીક બદીને ફેલાવી રહેલા તત્વાને પકડવાની જાગૃતી દાખવવી એ તો પોલીસની આવકારદાયક કાર્યવાહી જ કહેવાય પરંતુ તેમાં એક યા બીજા કારણોસર ભેદભરમ અથવા તો ચલકચલાણાઓ રાખી દેવા એટલે કે, રમતા હોય દસ ખેલી અને પકડાયા પાંચ, મુદામાલ વધુ રકમનો હોય અને દેખાડાય ઓછો, તો પછી તો સવાલો ઉભા થવાના જ છે. અહી પણ સવાલો થવા પામી રહ્યા છે કે અહી દરોડો પાડયા બાદ નામો કમી કરી દેવા અથવા તો બચાવી લેવા પેટે બે લાખની રકમની લેતી દેતી કરવામા આવી છે અને જો આમ થયુ છે તો તે કોણે કર્યુ છે? તેમા કયા ખાખીધારીએ ભુમિકા ભજવી છે? એટલીે કે આ પાંચ લાખની રકમ કોણે લીધી છે? 
જાણકારો કહી રહ્યા છે કે, હકીકતમાં જયારે દરોડો પડાયો તે વખતે અહી ભુજ-આદિપુર અને ભીમાસર સહિતના વિસ્તારોમાથી ખેલી ઓ નશીબ અજમાવી જ રહ્યા હતા પરંતુ પકડવામાં આવ્યા અથવા તો રેકોર્ડ પર ચોપડા પર દેખાડવાની વાત આવી ત્યારે ભુજના બે શખ્સો, બે શખ્સો આદિપુરના તથા એક ભીમાસરના શખ્સને આબાદ રાખી દેવાયો એટલે કે તેનું નામ કમી કરી દેવામા આવ્યુ હોવાનુ મનાય છે અને તેની અવેજીમાં જ બે લાખની રકમનો વ્યહવાર કરવામા આવ્યો છે? હવે અહી સવાલ એ થાય છે કે, આટલો મોટો વહીવટ કર્યો છે કોણે? જો આ મામલે તપાસ થાય તો દુધનું દુધ અને પાણીનું પાણી થવા પામી શકે તેમ મનાય છે. 

Comments

COMMENT / REPLY FROM