Trending News
સ્થાનિક સમાચાર

આદીપુર પોલીસ સ્ટેશનમાં જ પોલીસને વરદી ઉતરાવી, પુરો કરી નાખવાની અપાઈ ધમકી

24 December




ગાળાગાળી કરી એક પોલીસ કર્મચારીને બચકું પણ ભરી લેવાયું : શિણાયના શખ્સ સામે આદીપુર પોલીસમાં ગુનો નોંધાયો


ગાંધીધામ : અહીં આદીપુર પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવેલા શખ્સે ખુદ પોલીસને ધમકી આપતા કહ્યું કે, તારી વરદી ઉતરાવી નાખીશ. જેથી ફરજમાં રૂકાવટ સહિતની કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આદીપુર પોલીસના કનુભા ગઢવીએ સરકાર તરફે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે આજથી ત્રણ મહિના પહેલા ડીવાઈન લાઈફ હોસ્પિટલ ખાતે ડોકટરો તેમજ દર્દીઓને પરેશાન કરવા સંદર્ભે હોસ્પિટલ દ્વારા પોલીસને ફોન કરી જાણ કરાતા ફરિયાદી હોસ્પિટલ ગયા હતા અને આરોપી શિણાયના રોશન વિશ્વનાથ ઉર્ફે વિષ્ણુનાથ રાય રૂબરૂમાં સમજાવ્યો હતો કે, અહીં હોસ્પિટલમાં જોરજોરથી અવાજ ન કરવો, અન્ય દર્દીઓ પરેશાન થાય છે. જે વાતનું મનદુઃખ રાખી આરોપીએ ગતરોજ ફરિયાદીને ફોન કરી ધમકી આપી કે, તું મને કેમ હોસ્પિટલમાં દબાવતો હતો. તું પોલીસ સ્ટેશનમાં જ રહે, હું આવું છું તેમ કહી પોલીસ સ્ટેશનના તપાસ રૂમમાં આવી ફરિયાદીને ગાળો આપી, ઝપાઝપી કરી અન્ય પોલીસ કર્મચારીને ડાબા હાથના અંગુઠામાં બચકું ભરી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી. જતા જતા આરોપીએ ધમકી આપી કે, હું તારી વરદી ઉતરાવી નાખીશ અને જેલમાંથી છુટીને પુરો કરી નાખીશ. જેથી આદીપુર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

 

Comments

COMMENT / REPLY FROM