Trending News
સ્થાનિક સમાચાર

શહેર-મંડળોના પ્રમુખોની જાહેરાત શરૂ : હવે કચ્છ સહિત જિલ્લા ભાજપના પ્રમુખોની વરણીનો ધમધમાટ આદરાશે

24 December

શહેર-મંડળના પ્રમુખોના નામોની જાહેરાતો ટાંકણે સુચક સંકેત




જિલ્લા ભાજપ પ્રમુખો માટે નવાવર્ષથી પ્રક્રીયા બનશે વેગવાન


ગુજરાત ભાજપ દ્વારા ગત રોજ રાત્રીથી મંડળ-પ્રમુખોની કરી દીધી જાહેરાતો : શનિ-રવિવાર બે દિવસ પ્રદેશ અધ્યક્ષ પાટીલે પણ ચૂંટણી નિરિક્ષકો-ચુંટણી અધિકારીઓ સાથે બેઠક યોજી પ્રાથમિક વિગતો અંક કર્યા બાદ નામોની ધોષણા શરૂ : કચ્છના મંડલ પ્રમુખોના નામોની જાહેરાતની ઈંતજારી



મંડલ પ્રમુખોના નામોની જાહેરાત થવાની શરૂ થયા બાદ ૧ જાન્યુઆરીથી જિલ્લા પ્રમુખો માટેની પ્રક્રીયાનો શરૂ થશે ધમધમાટ : જિલ્લાના પચાસ ટકા પ્રમુખોની પસંદગી જાહેરાત પૂરી થતાં જ પ્રદેશ પ્રમુખ માટે ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરાશે


કચ્છમાં રીપીટ કે નોરીપીટ થીયરી? દેવજીભાઈ વરચંદની કાર્યપ્રણાલી સર્વસ્વીકૃત રહી છે, પક્ષ-સંઘની વિચારધારાને બખુબીથી અમલી બનાવી છે, સૌનો સાથ સોનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસને પણ કરાવ્યું છે સાક્ષાત, રીપીટની સંભાવનાઓ વધારે છે, ઉપરાંત પણ નવા નામોમાં થઈ રહી છીે તરેહ તરેહની ચર્ચા..!



ગાંધીધામ :ભારતીય જનતા પાર્ટી તેના મંડલ પ્રમુખોની જાહેરાતો ગત રાત્રીથી કરવાની શરૂ કરી દીધી છે. આમ તો એક સપ્તાહ પૂર્વે જ તમામ ૫૩૦થી વધુ મંડલ પ્રમુખોની જાહેરાત કરી દેવામાં આવનાર હતી, પરંતુ પક્ષ દ્વારા મહાનગરોને જિલ્લા એકમ તરીકે ગણી નિયત વોર્ડ કે મંડલોને એક જિલ્લા પ્રમુખના હવાલે મૂકવા જેવા કેટલાક મહત્વના સંગઠનાત્મક વિભાજન માટેની તૈયારી કરી હતી. આ કારણે અમદાવાદ અને સુરત મહાનગરો સહિત કચ્છના ગાંધીધામ ઉપરાંત કેટલાક જિલ્લાઓમાં મંડલ પ્રમુખો માટેની પ્રક્રિયાને થંભાવી દેવામાં આવી હતી, 
પરંતુ રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા હાલ નવા વિભાજનની પ્રક્રિયા પર બ્રેક મારી દેતાં ગયા સપ્તાહમાં તમામ મંડલ પ્રમુખો માટે સેન્સ લેવા સહિતની પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવી છે.ભાજપના સૂત્રોના કહેવા પ્રમાણે, ગયા સપ્તાહે તમામ ૫૩૦થી વધુ મંડલ (મહાનગરોમાં વોર્ડ) માટે ઉમેદવારોની આખરી 
પસંદગી પ્રક્રિયા પૂર્વે નિરીક્ષકોએ સંબંધિત મંડલના કાર્યકરો, આગેવાનોને મળીને તેમના અભિપ્રાય મેળવ્યા હતા. આ અભિપ્રાયના આધારે મોટાભાગના મંડલ માટે એકથી ત્રણ કાર્યકરોની પેનલ તૈયાર કરી પ્રદેશ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. ગત શનિવાર અને રવિવાર એમ બે દિવસ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે રાજ્યના તમામ જિલ્લાના ચૂંટણી નિરીક્ષકો, ચૂંટણી અધિકારીઓ સાથે બેઠક યોજીને પ્રાથમિક વિગતો મેળવી લીધી હતી. મંડલ પ્રમુખોના નામોની જાહેરાત થવા પામી ગઈ છે અને તેની સાથે નવા વર્ષના આરંભે જ એટલે કે લગભગ ૧ જાન્યુઆરીથી જિલ્લા પ્રમુખો માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે, તેમ કહી સૂત્રો કહે છે કે, મંડલ પ્રમુખની જેમ જ જિલ્લા પ્રમુખ માટે ફોર્મ ભરવાના રહેશે. જિલ્લા પ્રમુખ માટે ઉંમરની લાયકાત ૬૦ વર્ષની છે. એટલે કે ૬૦ વર્ષ કે તેથી ઓછી ઉંમરના કાર્યકર ફોર્મ ભરી શકશે. આ ઉપરાંત અન્ય ધારાધોરણો મંડલ પ્રમુખ માટે રખાયા હતા એ જ રહેશે. જોકે, મંડલ પ્રમુખોની પસંદગી પ્રક્રિયામાં કોંગ્રેસ અને અન્ય પક્ષમાંથી આવેલા કાર્યકરોને કામ કરવાની તક આપવા તથા ચોક્કસ સંજોગોમાં ૪૦ને બદલે ૪૫ વર્ષની ઉંમર સુધીના કાર્યકરની પસંદગીની છૂટછાટ આપવામાં આવી છે એવી છુટછાટો અંગે પ્રદેશ વિચારી શકશે. હાલ ઉંમરના કિસ્સામાં કોઇ છૂટછાટની વિચારણા કરવામાં આવી નથી. હાલ પક્ષને રાષ્ટ્રીય અધ્યક્ષ માટે ઉત્તરાયણ પછી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાય એ પહેલાં પ્રદેશમાં પ્રમુખ માટેની પસંદગી પૂરી કરવાની દિશામાં કામ કરવાનું છે, તેમ કહી સૂત્રોનું કહેવું છે કે, જિલ્લાના પચાસ ટકા પ્રમુખોની પસંદગી જાહેરાત પૂરી થતાં જ પ્રદેશ પ્રમુખ માટે ચૂંટણીની પ્રક્રિયા હાથ પર લેવાશે. આ માટે રાષ્ટ્રીય સ્તરેથી ચૂંટણી નિરીક્ષકો આવશે અને એમની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા નક્કી કરાયેલા આગેવાન કાર્યકરની પ્રમુખ તરીકે પસંદગી કરાશે. જોકે, ભાજપમાં કોઇપણ પ્રમુખ માટે ચૂંટણી પ્રક્રિયા થતી હોતી નથી, એમ છતાંય આખી કામગીરીને ઔપચારિક્તા 
આપવામાં આવશે તેવુ પણ રાજકીય નીષ્ણાંતો માની રહ્યા છે. 

Comments

COMMENT / REPLY FROM