Trending News
સ્થાનિક સમાચાર

નકલી શિરપની બાટલીના કચ્છથી નાઈઝરીયા  સુધીના નવતર મોટા નેટવર્કનો ભાંડાફોડ

23 December



નાઈઝીરીયાના લાગોસ ટિકર આઈલેન્ડ બંદર પર મુંદરાથી ગયેલી ૧.૮૦ લાખ શિરપની બાટલીઓ ઝપ્ત કરાતા ખળભળાટી : મુંદરાથી મોકલેલા કન્ટેઈનરમાં પ્રતિબંધિત નશાની સીરપ પકડાઈ : નેશનલ ડ્રગ લો એન્ફોર્સમેન્ટ એજન્સી નાઈઝરીયાનો સપાટો : શંકાસ્પદ વ્યકિત પણ દબોચાયો



સામાન્ય રીતે કચ્છમાં વિદેશથી ડ્રગ્સ આવતો ઝડપાયો છે, પરંતુ કચ્છમાંથી પ્રતિબંધિત નશાની બાટલીઓ નિકાસ કરાઈ હોય અને અન્યત્ર-અન્ય દેશમાં ઝડપાઈ હોવાનો કિસ્સો લાલબત્તી સમાન


શું પૂર્વ કચ્છમાં લઠ્ઠાકાંડની થઈ રહી છે ઈંતેજારી..! નકલી સિરપની બાટલીઓ હાલમાં આદિપુર-ગાંધીધામમાં અમુક મેડીકલ સ્ટોર્સમાં બેફામ જાહેરમાં વેંચાઈ રહી હોવાની છે ચર્ચા છતા પણ પોલીસતંત્ર અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ તદન મૌન જ ધારણ કરીને બેઠું છે..! શું તેઓને આવા ગેરકાયદેસર વેપલાની કોઈ ગંધ શુદ્ધા પણ નથી?


ગાંધીધામ : અન્ય દેશોમાંથી ભારતમાં આયાત થતો ડ્રગનો જથ્થો તો પકડાય છે પરંતુ ભારતમાંથી બહાર ગયેલો ડ્રગ્સનો જથ્થો પકડાયો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. એજન્સીઓના અહેવાલ પ્રમાણે લાગોસમાં ટિંકન આઇલેન્ડ બંદર પર વિવિધ એજન્સીઓએ કરેલી કાર્યવાહીમાં એક કન્ટેઈનરને રોકી તપાસ કરતા મોટી માત્રામાં નશાકારક સીરપની બોટલો મળી આવી હતી. ભારતના મુન્દ્રાથી આવેલો આ કન્સાઇન્મેન્ટને નેશનલ ડ્રગ લો એન્ફોર્સમેન્ટ એજન્સી, નાઇજીરીયા કસ્ટમ્સ સર્વિસ, ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ સર્વિસીસ, પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસમાં આવ્યું હતું. જેમાં કોડીન સીરપની ૧.૮૦ લાખ બોટલો મળી આવી હતી. જે પ્રતિબંધિત માનવામાં આવે છે. કન્ટેનરની સંપૂર્ણ તપાસ બાદ ગેરકાયદેસર કાર્ગો મળી આવ્યો હતો, જેના કારણે શિપમેન્ટના કન્સાઇની અને નોટિફાઇ કરનાર મકાતા ઇમેન્યુઅલ તરીકે ઓળખાતા શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી. ઇમેન્યુઅલને તાત્કાલિક પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. પ૦ વર્ષિય આ નાઈઝીરીયન નાગરીકની ૧૮ તારીખે ધરપકડ કરાઈ હતી. આરોપીના કબજામાંથી ર૭.પ૬૭ કિલો કોડીન સીરપ ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું હોવાનું એજન્સી 
દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અલગ  અલગ સ્થળોએથી તાજેતરમાં જ ડ્રગ્સ બનાવતી ફેકટરીઓ ઝડપાય છે ત્યારે આ કિસ્સામાં ઉંડાણપૂર્વકની તપાસ અહીંના તાર સ્પષ્ટ કરશે.

 

Comments

COMMENT / REPLY FROM