ગાંધીધામ પાલીકાને મનપાના દરજજાથી આવનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં આવશે બદલાવ
ગાંધીધામ સહિત ૯ પાલિકાને નવા વર્ષની રાજય સરકાર આપશે ભેટ
ગાંધીનગર : ગુજરાત સરકાર ૯ નગર પાલિકાઓને મોટી ભેટ આપવા માટે જઇ રહી છે. ૨૫ ડિસેમ્બરે સરકાર સુશાસન દિવસની ઉજવણી કરશે ત્યારે આ જાહેરાત થઇ શકે છે.ગુજરાત સરકારે બજેટ ૨૦૨૪-૨૫માં જાહેરાત કરી હતી કે ૯ નગર પાલિકાઓને મહાનગર પાલિકાનો દરજ્જો આપવામાં આવશે.આ ૯ નગર પાલિકાઓમાં નવસારી, વાપી, મહેસાણા, નડીયાદ, સુરેન્દ્રનગર, ગાંધી ધામ, મોરબી, પોરબંદર અને આણંદનો સમાવેશ થાય છે જેમને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત થઇ શકે છે. આ બદલાવને કારણે હવે જે પાલિકાની ચૂંટણી આવી રહી છે તેમાં મોટો બદલાવ થશે. કુલ ૮૫ નગરપાલિકાઓ અત્યારે છે. આ જે નવી મહાનગર પાલિકોઓ બનશે તેમાં કેટલીક નગર પાલિકાઓને ભેળવી દેવામાં આવશે એટલે ૬૦ નગર પાલિકાઓમાં ચૂંટણી થશે તેવુ માનવામાં આવી રહયું છે.

Comments