Trending News
સ્થાનિક સમાચાર

દયાપરની ખાનગી હોસ્પિટલમાં યુવતી બની હવસનો શિકાર ઃ નરાધમ સામે ફીટકાર

22 December

કચ્છમાં સગીરાથી માંડી મહિલાઓ સલામત નથી...


ખાવડામાં આધેડ વયની મહિલા સાથે બળાત્કાર


ભુજ ઃ રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે, તેમાં પણ ખાસ કરીને શાળામાં ભણતી, આંગણામાં રમતી કુમળી વયની બાળાઓ હવસનો શિકાર બનતી હોય છે. કચ્છમાં પણ બળાત્કારની વધી રહેલી ઘટનાઓ વચ્ચે સગીરાથી માંડી મહિલાઓને સુરક્ષા આપવામાં પોલીસ તંત્ર નિષ્ફળ પુરવાર થયું છે. એકતરફ કચ્છમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે તેવામાં આ પ્રકારની ઘટનાઓ બનતા  પ્રવાસીઓમાં પણ કચ્છની ખોટી છાપ જાય છે. ખરેખર આવી ઘટનાઓમાં ધાક બેસાડતી કાર્યવાહી કરી, આવા શખ્સોના જાહેરમાં સરઘસ કાઢવા જાેઈએ, જેથી બહેન - દિકરીઓ સામે કોઈ ઉંચી આંખ કરતા પણ શરમ અનુભવે.
લખપત તાલુકાના દયાપર વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં યુવતી સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. ભોગ બનનારની ઉંમર ૧૮ વર્ષની છે. આજથી બે વર્ષ અગાઉથી આ બનાવ બન્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ભોગ બનનારે દયાપર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે આરોપી દયાપરના નાસીર તાલબ નોતિયારે અવારનવાર ફરિયાદીની મરજી વિરૂદ્ધ અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે ભોગ બનનારે ફરિયાદ નોંધાવતા ડીવાયએસપીએ તપાસ હાથ ધરી છે. 
આ તરફ ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં આધેડ વયની મહિલા સાથે બળાત્કાર ગુજારવમાં આવ્યો હતો. આરોપી હોડકોના તૈયબ મામદ હાલેપોત્રાએ ફરિયાદીની એકલતાનો લાભ લઈ બળજબરીપૂર્વક શારીરિક સબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. જે અંગે ખાવડા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લામાં લખપતથી માંડી અંતરીયાળ રાપરની વાંઢ સુધી અવારનવાર દુષ્કર્મ બળાત્કાર, છેડતીના બનાવ સામે આવે છે. જેટલા બનાવ ચોપડે ચડે છે તેના કરતા વધુ કિસ્સા બને છે પરંતુ પરિવાર આબરૂ જવાના ભયથી પોલીસ ફરિયાદ કરવાનું ટાળે છે. દિકરીના લગ્નથી માંડી આબરૂની ચિંતા કરતો પરિવાર ઘણીવખત ગામ મુકી દે છે પરંતુ ફરિયાદી કરતો નથી. ખરેખર જે કિસ્સાઓમાં ફરિયાદ થાય છે તેવામાં ધાક બેસાડતી કાર્યવાહી કરવી જાેઈએ. જેથી અન્ય લોકો પણ ફરિયાદ નોધાવવા માટે આગળ આવે તેમજ શાળા - કોલેજાે આસપાસ વધી રહેલા છેડતીના બનાવો અટકાવવા માટે જનજાગૃતિ ફેલાવવી જરૂરી બની રહે છે. ફરજીયાત પણે દિકરીઓને સ્વરક્ષણની તાલીમ આપવા સાથે મહિલા પોલીસે શાળા - કોલેજાે આસપાસ મુલાકાત લઈ લુખ્ખાઓની શાન ઠેકાણે લાવવી જાેઈએ. ભુજમાં સી ટીમ ચોક્કસ સ્કુલો આસપાસ જ કયારેક મુલાકાત કરે છે. ખરેખર દરેક સ્કુલો અને કોલેજાે બહાર છુટવાના સમયે તેમજ બસ સ્ટેશનમાં પણ મુલાકાત લેવી જાેઈએ. ભૂતકાળમાં પટેલ ચોવીસી રૂટની બસોમાં ભીડનો લાભ લઈ પજવણીના કિસ્સા ચોપડે ચડી ચુકયા છે. ખરેખર આવા તત્ત્વો સામે ધાક બેસાડતી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી બહેન - દિકરીઓની સલામતી અને સુરક્ષા બાબતે પરિવારે સતત મનોમંથન અને ચિંતન કરવું પડશે.

Comments

COMMENT / REPLY FROM