Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ ભાજપ સંગઠન પર્વની પ્રક્રીયા મુદ્દે વફાદાર કાર્યકર્તાઓમાં આંતરીક કચવાટ ઃ ‘‘સારા નહીં મારા’’નો જ તાલ ન થાય તો સારૂં!

22 December


શહેર-તાલુકા મંડળોમાં હોદેદારોની વરણીને લઈને યોજાયેલી સેન્સ પ્રક્રીયા તો ઔપચારીકતા જ બની રહેવાની સેવાતી ભીતી ઃ પ્રદેશ કક્ષાએ પેનલમં નામો મોકલાયા છે તેમાં મહદઅંશે  ટોચના નેતાઓ, પદાધિકારીઓના માનીતા તથા તેમની કદમપોશી-ચાપલુશી કરનારા અમુક બની બેઠલા ચાપલુશખોરોના જ નામો આગળની હરોળમાં મોકલ્યા હોવાની ચકચાર

સારા-પક્ષના સાચા સેવક, નખશીખ પક્ષને વરેલા, પરસેવાના જગ્યાએ જરૂર જણાય તો લોહી રેડી દેનારા કાર્યકર્તાઓના હાથે તો આ વખતે પણ ઠેંગો જ આવવાની દહેશત ઃ ચૂંટણીઓ હોય કે પક્ષના કાર્યક્રમો, કામ સનિષ્ઠ કાર્યકર્તાઓ કરે અને હેાદાની લ્હાણીમાં માનીતા-ચાપલુસખોરો જ ગોઠવાઈ જાય..? ઃ ભોગગ્રસ્તોમાં ફેલાતો કચવાટ


ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ ખુદ કહે છે, ‘એક વ્યક્તિ એક હોદ્દો’ હોવો જાેઈએ, હવે મને પ્રદેશ અધ્યક્ષની જવાબદારીમાંથી મુક્ત કરો ઃ મારી પાસે ત્રણ - ત્રણ હોદ્દાની જવાબદારી છે ઃ ગાંધીધામમાં જાણે કે ‘શેઠની શીખામણ જાંપા સુધી’ જ રહી હોય તેમ જેમની પાસે એક નહીં અનેક હોદ્દાઓ રહેલા છે તેવાઓના નામ પણ મંડળમાં હાલમાં બનેલી પેનલોમાં મોકલાવાયાની છે ચર્ચા

ગાંધીધામ ઃ ભારત જ નહી પણ વિશ્વની સૌથી મોટી રાજકિય પાર્ટી તરીકે પ્રસ્થાપિત ભારતીય જનતા પાર્ટીએ હાલમાં દેશમાં સદસ્યતા અભિયાન અને તે બાદ સંગઠન પર્વની ઉજવણી કરી છે. આ સંગઠન પર્વ અંતર્ગત જ ભાજપ દ્વારા ગુજરાત અને કચ્છમાં પણ મંડળ સરંચનાઓ, હોદેદારોન વરણીઓ મુદ્દે સેન્સ પ્રક્રીયા આટોપી લીધી છે. કચ્છમાં પણ રાજયની સાથે જ આ પરંપરાને અનુસારવામાં આવી છે અને હવે દડો પ્રદેશ કક્ષાએ જઈ પહોચ્યો હોવાનુ મનાઈ રહ્યુ છે ત્યારે બીજીતરફ કચ્છ ભાજપ સંગઠન પર્વની પ્રક્રીયાઓ વચ્ચે જ પક્ષના સનિષ્ઠ અને વફાદાર રહેલા કાર્યકર્તાઓમાં આંતરીક રીતે ગણગણાટ ઉભો થવા પામી રહ્યો છે. આ બાબતે જાે વિગતે વાત કરીએ તો પક્ષમાં સંગઠન પર્વને લઈને જે રીતે પ્રક્રીયાઓ કરવામા આવી છે તે તો આવકારદાયક છે પરંતુ જે રીતે ટિકીટોની વહેચણી વખતે પણ સેન્સ લેવાય છે તે ઔપચારીક જબ ની રહે છે અને નામો તો ઉપરથી નકકી જ કરી દેવાયા હોય છે તેવી રીતે શહેર-તાલુકા મંડળમાં પણ સારા નહી પરંતુ મારાવાળો તાલ ઉચ્ચ હોદેદારો ન કરાવી જાય તો સારૂ?  આવુ એટલા માટે કહેવાય છે કે, ચોટી  જેવા શખ્સોના ચાપલુસખોરો સહિતના નામો શહેર મંડળ માટે મોકલવામા આવ્યા હોવાનુ કહેવાય છે. હવે જાે ચોટી જેવાના ખુશામતખોર, ચાપલુસખોરનું નામ અગ્રીમ હરોળમાં મોકલાયુ હોય તો પછી તો બીજા મંડળોની તો વાત જ શુ કરવી? આવા તત્વોના માનીતાઓ જાે સારા હોદાઓ પર આવી જશે તો પક્ષના સનિષ્ઠ અને પક્ષને વરેલા વફાદાર કાર્યકર્તાઓનો તો એકડો ભુંસાઈ જ ગયો હશે અને તેઓને તો સાઈડલાઈન જ કરાયા હશે તે પણ નકકી જ છે. વિચારવાની જરૂર છે કે, આમ થવાથી કોને ફાયદો થશે અને કોને નુકસાન? સીધુ સાદુ ગણિત છે કે ચોટી ટોળકીને ફાયદો થાય અને પક્ષને મોટુ નુકસાન થાય. પક્ષને વફદાર અને વરેલા નહી પરંતુ કેટલાક ઉચ્ચ હોદેદારોને લાગુ પડેલા હોય, તેમના માનીતા હોય, તેની હામાં હા કરના જી હજુરીયા હોય, તેમની કદમપોશી કરતા હોય, આવાઓને જ જાે પદોની લ્હાણી થાય તો પછી સારો-સનિષ્ઠ-પક્ષનો સાચો સેવક તો ચોકકસથી પક્ષથી દુર જ થવા પામી જાય તેમકોઈ શંકાને સ્થાન નથી તેવુ પણ ચર્ચાવા પામી રહ્યું છે.

.........


આના કરતા તો વોટીંગ પ્રથા લાગુ કરવી હતી ઃ
આપો આપ દુધનું દુધ અને પાણીનું થાત પાણી!


ગાંધીધામ ઃ ભારતીય જનતા પાર્ટી દ્વારા તાજેતરમાં જ સંગઠન પર્વની મંડળના હોદેદારોની વરણીની સેન્સ પ્રક્રીયાઓ આટોપવામાં આવી છે અને તેમાં કયાંક ને કયાંક સારા નહી મારાને સ્થાન મળવાની ભીતી સેવાઈ રહી છે ત્યારે જાણકારો કહે છે કે, જાે ચોટી જેવાઓના ચાપલુસખોરોને જ ગોઠવી દેવાના હતા તો પછી સેન્સ પ્રક્રીાયનું ગદ્વાવેંતરૂં કરવાનની અને કરાવાવની શું જરૂર હતી? ખરેખર જાે સનિષ્ઠોને તક આપવી હોય તો ભાજપે આ પ્રથા બદલાવી અને ચૂંટણી-મતો જ આપવાની ગોઠવણ કરી દેવી જાેઈતી હતી. જે શહેર-તાલુકાના પ્રમુખ ચુંટવાના છે તેમને તે મંડળના સભ્યો દ્વારા મતો આપવાની વ્યવસ્થા કરી આપવી જાેઈતી હતી. જાે વોટીગ કરાવી નાખવામા આવત તો આપોઆપ જ દુધનુ દુધ અને પાણીનું પાણી થઈ જાત અને લોકપ્રીય તથા સર્વપ્રીય કાર્યકર્તાને હોદા પર બિરાજમાન થવાની તક મળી શકી હોત. ઉપરાંત જે-તે મંડળમાં પાર્ટી પાસે કેટલા સક્રીય સભ્ય રહેલા છે તેનો પણ સાચો આંક સામે આવી ગયો હોત..!પાર્ટીને નવા સભ્ય બનાવવા સદસ્યતા અભિયાનની મહેનત કરવાની પણકોઈ જ જરૂર ન રહી હોત.

.........

ચોટી જેવાના ચાપલુસખોર બોગસ ખેડુત ખાતેદાર
ગોઠવાઈ જાય તો પક્ષના રણનીતીકારોએ ડુબી મરવુ જાેઈએ




ગાંધીધામ ઃ ચોટીની કુર્કમ લીલાઓ, પક્ષના નામે ચરી ખાઈ અને ખુદના ગજવા ગરમ કરવાની નીતીઓ સૌ કોઈ સારી રીતે જાણે જ છે. ચોટી કયારે કેાઈનો થયો નથી અને થવાનો પણ નથી તે પણ બધાય બરાબર સમજે છે છતા પણ ચોટીના ચાપલુસખોર કે જે બોગસ ખેડુત ખાતેદાર બની બેઠો છે તેને પક્ષ મંડળની કમાન સોપી દે તો ખરેખર પક્ષના રણનીતીકારોએ તો શર્મથી ડુબી મરવાનો જ વારો આવે તેમ છે. કારણ કે ચોટીના ચાપલુસખોરોને તક આપી દેવાતી હોય તો પછી તો બાકી જ શું રહે..? તો તો પછી  અલગ અલગ મંડળોમાં ઉચ્ચ પદાધિકારઓના માનીતાઓને ગોઠવવામાં જે નામો આગળ કરાયા હોવાનુ ચર્ચાય છે તેમાંથી કોઈક બોગસ ખેડુત ખાતેદાર બન્યો છે, તો કોઈક ખાનખનીજની માટીચોરીનું લાયસન્સ વાળો છે, તો વળી કોઈક તો બુટલેગર બનીને ધંધો કરીરહ્યો છે તો કોઈ વળી સારી સારી હોટલોમાં હાઈપ્રોફાઈલ જુગારનો સંચાલક બની બેઠો છે ઃ ચોટી જેવાઓની વાત જાે માન્ય રહે, તો આગામી સમયમાં આવા જ ખરડાયેલી છબી વાળાઓને જ મળી જશે મંડળોની કમાન..!

Comments

COMMENT / REPLY FROM