ગાંધીધામમાં અમુક નવી-સવી ચાયની હાટડીઓ માથાભારે ગુંડાઓનો બની રહી છે આશ્રયઅડ્ડો ઃ પોલીસતંત્ર કેમ ચૂપ? એસપી ધોક્કો પછાડે?
મોડી રાત સુધી અમુક લુખ્ખા-આવારા તત્વોને કોનો છુટોદોર..?
જાેડીયાશહેરમાં મોડી રાત સુધી અલગ અલગ ચાર રસ્તાઓ પર ધમધમતી ચાયની હાટડીઓ, ત્યા એકત્રિત તથા ગુંડાછાપ તત્વોને છાવરે છે કોણ? મધરાત થાયને માલેતુજાર મા-બાપની વંઠેલી ઓલાદો તથા અમુક લવરમુછીયા તત્વોના અહી જાેવા મળે છે મેળાવડાં ઃ એટલુ માત્ર જ નહી, પરંતુ આવા આવારા તત્વો મારકુટ કરી અને હવે તો સામેવાળાની ગાડીઓમાં આગચંપીને પણ આપી રહ્યા છે અંજામ
શું આ બધું પોલીસતંત્રને દેખાતું નથી, કે પછી આંખ આડા કાન કરાઈ રહ્યા છે, કે પછી આવા આવારા તત્વો પેાલીસ મથકો પર આવીને હુમલા કરી જાય તેની ઈંતેજારી કરાઈ રહી છે? આવી અમુક કેબીનો પર કોમવાદી ખુનખરાબાની મોટી ઘટનાઓ જાેવા મળી જાય તો પણ નવી નવાઈ નહી કહેવાય.! કારણ કે પોલીસ તદન કુંભકર્ણી નિંદ્રામાં ઘોરી રહ્યા છે ઃ શું કચ્છ પોલીસને ટીવી સમાચારો-માધ્યમોમાં ગુજરાતના ગુંડાઓના હાલ પોલીસ કરી રહી છે તેમ કચ્છમાં ઉભરી રહેલા આવા નવા ડોન બનવાના અભરખા ધરાવનારાઓને કેમ નશ્યત કરવામાં નથી આવતા?
સંકુલમાં હાલમાં ડોન બનવાના અભરખા લવરમુછીયાઓને ચડયા છે કે શું? ઃ ડોન એમને એમ નથી બનાતુ, તેના માટે પોલીસ પાસેથી ડીગ્રી મેળવવી પડે છે, પોલીસની થર્ડ ડીગ્રી ટોર્ચરમાથી પસાર થવુ પડે, સરઘસ-વરઘોડાઓનો પણભોગ બનવુ પડતુ હોય છે..! ઃ ગુજરાતમાં હાલમાં ઠેર-ઠેર કાયદો હાથમાં લેનારાઓ પોતાના પગ પર પણ ઉભા ન રહી શકે તેવા નશ્યત કરી અને પોલીસ સરઘસ-વરઘોડા કાઢી રહી છે, અમદાવાદના બાપુનગર વાળો જ કિસ્સો જાેઈ લ્યો, તો પછી ગાંધીધામમાં આવા આવારા લુખ્ખા તત્વોને પોષતી ચાયની હાટડીઓને તથા ત્યા ભેગા થતા અમુક ગુંડાછાપ તત્વોને શબક નથી શીખવાડાતો? ઃ મોટેા સવાલ
ગાંધીધામમાં કયારેક લોનના હપ્તાની ઉઘરાણીમાં જીવલેણ હુમલા થાય છે તો કયાંક જુના હિસાબ ચુકતે કરવા મારકુટ અને ગાડીઓને આગચંપી કરી દેવાય છે ઃ પરંતુ અહી ધજાગરા તો બધાય કિસ્સામાં કાયદાના-પોલીસતંત્રની આબરૂના જ ઉડી રહ્યા છે..?
ગાંધીધામ ઃ પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ સંકુલમાં હાલના સમયે વધુ એક ફેશન માલેતુજાર માબાપની વંઠેલી ઓલાદો તથા અમુક બની બેઠેલા લવરમુછીયા ગુંડાછાપ તત્વો માટે વકરી જવા પામી હોય તેમ અહી જેમ જેમ રાત ઢળતી જાય છે તેમ તેમ શહેર-સંકુલના મોક્કાના ચાર રસ્તાઓ-વિસ્તરાોમાં અમુક નીતનવા નામો સાથે ચાયની હાટડીઓ ખુલી જવા પામી છે અને આવી હાટડીઓ પર માથાભારે તત્વો-ગુંડાછાપ આવારા લોકો મોડી રાત સુધી અડ્ડા જમાવીને બેઠા હોય છે અને પછી એકબીજાની ઠઠ્ઠા મશ્કરીમાં અથવા તો અન્ય કોઈ રીતે જુથ અથડામણો, મારકુટ, જીવલેણ હુમલાઓ, વાહનોમાં આગ ચાંપવા જેવી ઘટનાઓને પણ અંજામ આપતા અટકાતા નથી. ઓમ સિને પ્લેકસ પાસે આવા કિસ્સાઓ તાજેતરમાં જ બનવા પામી ચૂકયા હોવાથી પ્રબુદ્ધવર્ગ ખાસ કરીને કહી રહ્યો છે કે, ગાંધીધામ સંકુલમાં ઉભી થયેલી ચાયની હાટડીઓ મધરાતે જે ધમધમે છે તે કયાંક ને કયાંક સંકુલને માટે હાલમા માથાના દુખાવા રૂપ બનીજવા પામી છે અને કેટલકા ગુંડાછાપ આવારા તત્વો માટે પણ આવી હાટડીઓ આશ્રય અડ્ડો જ બનતી હોય તેમ દર્શાવવા પામી રહ્યું છે. જેમાં સૌથી વધારે ગંભીર સવાલ તો પોલીસતંત્રની ભુમિકા સામે પણ ઉભો થવા પામી રહ્યો છે.
આ મામલે સહેજ વિગતે ચર્ચાતી વાતો પર ધ્યાન આપીએ તો પૂર્વ્ કચ્છના ઔદ્યોગીક પાટનગરમાં નવી ફેશન હાલમાં વકરી જવા પામી હોય તેવી રીતે ચાવલા ચોક હોય કે પછી ઝંડા ચોક કે પછી ઓમ સિને પ્લેકસ સહિતના શહેર-સંકુલના અલગ અલગ મોક્કાના ચાર રસ્તાઓ પર નીતનવા નામે ચાયની દુકાનો-હાટડીઓ મોડી રાત સુધી ધમધમવા લાગી ગઈ છે. અહી કોના આર્શીવાદથી આમ થઈ રહ્યુ છે? રાત પડેને શહેરના અમુક માલેતુજાર માવતરની વંઠેલી ઓલાદો-નબીરાઓ તથા કેટલાક લુખ્ખા તત્વો માટે આવી ચાયની હોટેલો પર દીવસ ઉગવા સમાન સ્થળ બની જતુ હોય તેટલી મોટી સંખ્યામાં મોડી રાત સુધી અહી જમાવડા થવા પામી જતા હોય છે. મેળાવડા થાય ત્યા સુધી વાંધો નથી પરંતુ હવે આવી વંઠેલી ઓલાદો અને અમુક ગુંડાછાપ તત્વો અહી મારકુટ-જુથ અથડામણોને આપી રહ્યા છે અંજામ, એટલુ માત્ર પણ નહી, પરંતુ હવે તો અમુક ગુંડાછાપ તત્વો મારકુટ કરી અને સામેવાળાની ગાડીઓને આગચંપી પણ કરી રહ્યા છે, શું આ બધું પોલીસતંત્રને દેખાતુ નથી, કે પછી આંખ આડા કાન કરાઈ રહ્યા છે, કે પછી આવા આવારા તત્વો પેાલીસ મથકો પર આવીને હુમલા કરી જાય તેની ઈંતેજારી કરાઈ રહી છે?
આ મામલે જ વધુ સવાલો ઉઠાવતા પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે કે, ગાંધીધામ સંકુલમાં કયારેક કોઈ લોનના હપ્તાની વસુલાત માટે જીવલેણ હુમલા કરી નાખે છે, કાયદાને લલકારી દે છે તો, વળી કયારે ઓમ સિને પ્લેકસ પાસે ચાયની હાટડીઓ પાસે ભેગા થતા અમુક આવારા તત્વો જુના હિસાબ કિતાબ પુરા કરવામા મારકુટ કરી ગાડીઓમાં આગ લગાડી અને પોલીસ-કાયદાના લીરે લીરા ઉડાળી રહ્યા છે . સંકુલમાં હાલમાં ડોન બનવાના અભરખા લવરમુછીયાઓને ચડયા છે કે શું? આવા આવારા તત્વોને કોઈક સમજાવો કે, ડોન એમને એમ નથી બનાતુ, તેના માટે પોલીસ પાસેથી ડીગ્રી મેળવવી પડે છે, પોલીસની થર્ડ ડીગ્રી ટોર્ચરમાથી પસાર થવુ પડે, સરઘસ-વરઘોડાઓનો પણ ભોગ બનવુ પડતુ હોય છે..! જાે કે, બીજીતરફ અહી પોલીસની ભુમીકાને લઈને સવાલ એ રીતે પણ થઈ રહ્ય છે કે, ગુજરાતમાં હાલમાં ઠેર-ઠેર કાયદો હાથમાં લેનારાઓ પોતાના પગ પર પણ ઉભા ન રહી શકે તેવા નશ્યત કરી અને પોલીસ સરઘસ-વરઘોડા કાઢી રહી છે, અમદાવાદના બાપુનગર વાળો જ કિસ્સો જાેઈ લ્યો, તો પછી ગાંધીધામમાં આવા આવારા લુખ્ખા તત્વોને પોષતી ચાયની હાટડીઓને તથા ત્યા ભેગા થતા અમુક ગુંડાછાપ તત્વોને શબક કેમ નથી શીખવાડાતો?પોલીસની ચુપકીદી અહી વધારે અકળાવનારી જ બની રહી છે અને લોકો સવાલ પુછી રહ્યા છે કે, આવારા અને અમુક ગુંડાછાપ તત્વો ફાટીને ફુલેકે ચડી રહ્યા છે તેમ છતા પોલીસ મુકપ્રેક્ષક બનીને બેઠી છે તો આ બધી જ ઘટનાઓની તેમને ખબર નથી પડતી? કે પછી આવા તત્વો પોલીસ મથક પર પણ હુમલા કરી જાય તેની ઈંતેજારી કરી રહ્યા છે? જાે એમ હશે તો હવે પોલીસ માટે એ દીવસો જાેવા પણ બહુ દુર નથી એ યાદ રાખજાે. આમને આમ જ ચાલતુ રહ્યુ તો પોલીસ મથકે આવીને આવા ગુંડાછાપ તત્વો હુમલા કરતા પણ વાર નહી કરે. હકીકતમાં આ ઘટનાઓ જયા અને જે વીસ્તારમાં બની રહી છે ત્યાના જવાબદારોને એસપીશ્રીએ ખુદ કડક આદેશો આપી અને આવી ઘટનાઓના પુનરાવર્તન થતા અટકે, ડોન બનવા નીકળી પડેલા તત્વોને નશ્યત કરવામાંઆવે, કાયદાનું ભાન કરાવાય તે માટે સચોટ તાકીદ સાથે માર્ગદર્શન આપવુ જાેઈએ તે જ સમયનો તકાજાે બની રહ્યો છે.

Comments