કચ્છ જુએ છે તમારી રાહ : પીએમ
મોદીજીનો કચ્છ સ્નેહ કદાપિ છાનો ન રહે
કચ્છ જુએ છે તમારી રાહ : પીએમ
સવાયા કચ્છી યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રમોદીએ ટવિટ કરી અને દેશ-દુનીયાના લોકોને કચ્છના રણોત્સવમાં પધારવા સૌનેે કર્યુ ઈજન
નવી દીલ્હી : વીશ્વના સૌથી લોકપ્રિય જનનાયક, દેશના યશસ્વી વડાપ્રધાન અને સવાયા કચ્છી પીએમ નરેન્દ્રભાઈમોદીના કચ્છ પ્રેમનાવધુ એક વખત દર્શન થવા પામી ગયા છે. મોદીજી દેશ દુનીયાના કોઈ પણ ખુણે જાય કચ્છ સદાય તેમના હદયમાં જ વસતુ રહે છે. તેની પ્રતીતી તેઓએ વધુ એક વખત કરાવી દીધી હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્ય છે.
આ બાબતે જાણવા મળતી વધ વિગતો અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા તે વખતે તેઓએ શરૂ કરેલ છેવાડાના કચ્છમાં રણોત્સવ આજે વિશ્વ પ્રવાસનનું તોરણ બની જવા પામ્યું છે. ત્યારે આજ રોજ ફરીથી દેશના વડાપ્રધાન નરેન્દ્રમોદીએ કચ્છના રણોત્સવને યાદ કરી અને પોતાના એકસ(ટવિટર)હેન્ડલ પર દેશ-દુનીયાના લોકોને આહવાન કરતા કહ્યુ છે કે, કચ્છ તમારા બધાયની રાહ જોઈ રહ્યુ છે. કચ્છનો રણોત્સવ, શિયાળાની શિતળ ચાંદનીમાં કચ્છના રણનો નજારો કુદરતી સોંદર્યતા અને કચ્છી સંસ્કૃતીનું અનન્ય સમનવય માણવાને અનેરો લ્હાવો આપતો પ્રસંગે છે. મોદીજીએ ટવિટ કરી અને લખ્યુ છે કે, કચ્છની પરંપરા, સંસ્કૃતી અને વિરાસતની પ્રતિતી એટલે આ સ્થળ દરેકનુ મન મોહી લે તેવુ બની જવા પામ્યું છે. અહી અદભુત ક્રાફટ બજાર છે, સાંસ્કૃતી કાર્યક્રમ તથા પારંપરીક ખાન-પાન માણવાની પણ અહી ઉજળી તક મળી રહે છે અહી તમારો એક એક અનુભવ ચોકકસથી અવીસ્મરણીય જ બની રહેશે. મોદીજીએ દેશદુનીયાનપ્રવાસીઓને નમ્ર આહવાન કરતા ક્હયુ છે કે, હુ આપ સોને આગ્રહ કરુ છે. કે એક વખત તમે પરીવાર સાથે આ રણોત્સવની ચોકકસથી મુલાકાત લ્યો. આમ મોદીજીએ વધુ એક વખત તેમના લાડલા જીલ્લા કચ્છને વિશ્વ ક્ષેત્રે જળકાવી દીધુ છે અને મોદીજીનો કચ્છ પ્રેમ પણ વધુ એક વખત દર્શિત કરી દીધો છે.
.........
વિકસીત ભારત-વિકસીત ગુજરાત માટે
કચ્છના રણોત્સવનું ચાવીરૂપ યોગદાન : સીએમ
ગુજરાતના મુખ્યપ્રધાનશ્રીએ તેમની તાજેતરની કચ્છના ધોરડો રણોત્સવની મુલાકાતના સંભારણાઓ કર્યા ટવિટ : સોશ્યલ મીડીયા ઈન્ફુલેએન્ઝર સાથેની મુલાકાતોને કરી યાદ
ગાંધીધામ : કચ્છનુ રણ આજે વિશ્વ પ્રવાસનનુ તોરણ બની જવા પામ્યું છે. તાજેતરમાં જ મે કચ્છના રણોત્સવને ખુલ્લો મુકયો તે વખતે મને રણોત્સવથી રૂબરૂ થવાની તક મળી હતી. હુ જયારે રણોત્સવરમાં ગયો હતો ત્યારે મને કેટલાક યુવાન લોકોને મળવાની તક સાંપડી હતી. તેઓ બધાય પણ કચ્છના રણોત્સવની સુંદરતને ઉજાગર કરવાની દીશામાં મહત્વપૂર્ણ ભુમિકા ભજવી રહ્યા છે. કચ્છના રણોત્સવ તરફ સાચુ આકર્ષણ ઉભુ કરવામાં કયાંક જમીની સ્તર પર તો કયાંક સોશ્યલ મીડીયાના માધ્યમથી અદકેરૂ યોગદાન આ બધાય આપી રહ્યા છે. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈનું બીજમંત્ર રણોત્સવ આજે વિકસીત ગુજરાત અને વિકસીત ભારતના નિર્માણમાં મોટુ યોગદાન આપી રહ્યો હોવાનુ સીએમ દ્વારા ટવિટમાં લખાયું છે.
.......
પીએમ મોદીને આવી કચ્છના રણોત્સવની યાદ : વીડિયો શેર કરીને કહી આ વાત
નવી દિલ્હી :ડિસેમ્બર, ૨૦૨૪ઃ કચ્છના રણોત્સવની શરૂઆત થઈ ચુકી છે. દેશ-વિદેશના અનેક પ્રવાસીઓ સફેદ રણનો નજારો માણવા ઉમટી
પડ્યા છે. આ દરમિયાન પીએમ મોદીને પણ સફેદ રણની યાદ આવી છે. તેમણે સોશિયલ મીડિયા એક્સ પર વીડિયો શેર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેકને રણ ઉત્સવ માટે આમંત્રિત કર્યા છે, જે માર્ચ ૨૦૨૫ સુધી ચાલશે. વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ઉત્સવ એક અવિસ્મરણીય અનુભવ બનવાનું વચન આપે છે.

Comments