અમદાવાદ વિજિલન્સે કચ્છ પોલીસનું નાક કાપ્યું? ભુજમાંથી કુખ્યાત બુટલેગર પુનાને ઉઠાવ્યો? મયુર-નરેન્દ્રની બલિહારી?
LCB કેમ ન પકડી શકી? એસપીશ્રી લે પુછાણું
જે બુટલેગર પર દારૂના ૭૦થી૮૦ જેટલા કેસો દાખલ છે, તે ભુજમાં બિનધાસ્ત ફરતો રહ્યો, દારૂના ધંધા બેનામ ચલાવતો રહ્યો, છતા પૂર્વ અને પશ્ચીમ કચ્છ પોલીસ તેનો વાળ પણ વાંકો ન કરી શકી, અને અમદાવાદ વિજિલ્સે પુનાના નામ-ઠામ-બેઠકોના અડ્ડા શોધી અને ઉપાડી લીધો..?
કચ્છ પોલીસની પુના પર તવાઈ ન આવવા પાછળનુ રહસ્ય શું? : પુનાના દારૂના નેટવર્કમાં પશ્ચિમમાંથી ખાખીનો મયુર અને સરહદી શાખામાંથી નરેન્દ્ર રીતસરના ભાગીદાર જ બની બેઠા હોય તો
પુના પર કયાંથી હાથ નાખવાના હતા? જાણકારોનો ગંભીર ઈશારો
ગાંધીધામ : એકતરફ ગુજરાત સરકાર દ્વારા દારૂબંધીની અમલવારી માટે કડકમાં કડક કાયદાઓનું ગઠન કરવામા આવી રહ્યુ છે ત્યારે બીજીતરફ છેવાડાના સરહદી કચ્છ જિલ્લામાં જે કુખ્યાત બુટલેગર પર ૭૦થી ૮૦ જેટલા ગુનાઓ નોધાયેલ છે તે પુનો અહી ફાટીને ફુલેકે ચડવા પામી ગયો હોય તેમ કચ્છ પેાલીસ તેનો વાળ પણ વાંકો ન કરી શકી અને અમદાવાદ વિજિલન્સ તેના ઘરમાથી પુનાને ઉઠાવી જતા આંતરીક રીતે ખળભળાટી મચી જવા પામી ગઈ છે.
જાણકારો દ્વારા આ તબક્કે સવાલ કરવામા આવી રહ્યા છે કે, અમદાવાદમાં બેઠા બેઠા વિજિલન્સની ટુકડીએ પુનો ભુજમાં કયા રહે છે, તેના અડ્ડા, નામ-ઠામ, અને બેઠકો કયાં છે તે સહિતની વિગતો મળી જવા પામી અને ભુજમાં તેના ઘરેથી જ પુનાને અમદાવાદની એજન્સી ઉઠાવી લઈ ગઈ છે ત્યારે કચ્છમાં પૂર્વ અને પશ્ચીમ કચ્છ પોલીસ આ પુનાની સામે કાયદાની ગિરફતનો હાથ કેમ લંબાવી ન શકી? અમદાવાદથી વિજિલન્સને અહી આવીને ત્રાટકવાની કેમ ફરજ પડી? જાણકારો કહે છે કે, ગત રોજ સવારના પુનાને ભુજમાથી વિજિલન્સની ટુકડી ઉઠાવી ગઈ છે. આ પુના પર ઓછામાં ઓછા ૭૦થી ૮૦ જેટલા ગુનાઓદાખલ થયેલા છે. છતા પણ ભુજમાં બેઠા બેઠા તે પોતાનો દારૂનો નેટવર્કનો ધંધો ધમધમાવતો હતો અને આખાય કચ્છમાં આ પુનાનો જ દારૂ સપ્લાય કરવામા આવતો હોવાનું મનાય છે છતા પણ કચ્છમાં પૂર્વ અને પશ્ચીમ પોલીસ તેને પકડી ન શકી? તેના પાછળનું રહસ્ય શું? જાણકારો કહી રહ્યા છે કે, પુનાની સાથે ભ્રષ્ટ ખાખીધારીઓની રીતસરની દારૂનાનેટવર્કમાં ભાગીદારી જ હોવાનુ મનાય છે તો પછી પુના પર હાથ કયાથી નાખવાના હતા? ભ્રષ્ટ ખાખીધારીઓ પણ કેાઈ નાના સુના નથી. ભુજમાં એસપીશ્રીની ખાસ શાખા સાથે સંકળાયેલ મયુર અને સરહદી રેન્જના નરેન્દ્રની પુનાના દારૂના નેટવર્કની લીલીઝંડી અપાયેલી હોવાનુ ચર્ચાય છે અને તેથી જ આ બન્ને જિલ્લાની પોલીસ પુના પર હાથ નાખી શકી નહી અને અમદાવાદવિજિલન્સ આવી અને આ ૮૦ ગુના જેના પર દાખલ છે તેવા પુનાને ઉપાડી ગઈ હોવાનુ ચર્ચાય છે. કહેવાય છે કે, પુના પર અનેક કેસો થયેલા છે. અમદાવાદ, દાહોદ, ગોધરા, જામનગર સહિતના મથકોની ડાયરી ચકાસો તો આ પુના પર કેસ જોવા મળી જ આવશે. કયારેક ગેસ ટેન્કરમાંથી પુનાનો દારૂ પકડાય તો કયારેક પ્લાયનીગાડીમાં તેનો માલ અમદાવાદ પાસે પકડાઈ ગયો હોવાનુ સામે આવવા પામી જશે. સાચુ અને ખોટુ તો વાતો કરનારા જાણે પરંતુ પૂર્વ કચ્છ એસપીશ્રી સાગર બાગમાર અને પશ્ચીમ કચ્છના નવનિયુકત એસપીશ્રી વિકાસ સુંડા બન્ને કડક અને તટસ્થ અધિકારીની છબી ધરાવી રહ્યા છે, કાયદાના ભોગે તેઓ કોઈ પણ પ્રકારની કોઈની પણ સાડાબારી ચલાવે તેમ નથી, હવે જયોર પુનાને જો ખરેખર વિજિલન્સ લઈ ગઈ હોય તો આ પુનાને છાવરનારા મયુર અને નરેન્દ્રની સામે પણ લાલઆંખ ભરી કાર્યવાહી કરી જ દેખાડવી જોઈએ નહી તો પુનો તો એ વ્યકિત છે કે જેના પર જેલમાં બંધ હોવા ઉપરાંત પણ દારૂની ખેપ મંગાવતો હેાવાના પણ સત્તાવાર પોલીસ ચોપડે કેસ નોધાઈ ચુકયા છે, એટલે મયુર અને નરેન્દ્રના જોરે તો આ પુનો ફરીથી ફાટીને ફુલેચે ચડી જ જ શે તેમાં કોઈ બેમત નથી.
.........
પુના ભરવાડને SMC ભુજમાંથી ઉપાડ્યો
દારૂના પ૦થી વધુ ગુનામાં સંડોવાયેલો બુટલેગર વોન્ટેડ : છેલ્લા નવ મહિનાથી પોલીસ ધરપકડથી ફરાર હતો : ગાંધીનગરથી પોલીસે આવી કાર્યવાહી કરી પૂર્વ અને પશ્ચિમ પોલીસનું નાક કાપ્યું
થર્ટી ફર્સ્ટ પહેલા જ પુનો ઝપટમાં આવતા અનેકના ધંધા પર આવી ઓટ
ભુજ : ઝડપાયેલો બુટલેગર પુના ભરવાડ અને તેનો ભાઈ રામા ભરવાડ કુખ્યાત બુટલેગર છે. અવારનવાર તેઓ દારૂના ગુનામાં પકડાય છે, બાદમાં છુટી જાય છે. ખાસ કરીને વાગડમાં રણ માર્ગે દારૂ મંગાવતા હોય છે. અવારનવાર નામ ખુલવા છતાં પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસે આજદીન સુધી બુટલેગર બંધુઓ સામે કોઈ ખાસ કાર્યવાહી કરી નથી. જેથી પોલીસ સાથેની સાંઠગાંઠ વીના આટલો મોટો દારૂનો ધંધો થઈ શકે નહીં તે પણ એક હકિકત છે. હાલમાં કડકડતી ઠંડી અને થર્ટી ફર્સ્ટ નજીક હોવાથી દારૂની માંગ વધી જાય છે. આમ તો ગુજરાતમાં દારૂ બંધી છે પણ છુટ રાજ્યમાં જેટલો દારૂ નહીં પીવાતો હોય એટલો દારૂ ગુજરાતમાં ગેરકાયદે ઘૂસી જાય છે. થર્ટી ફર્સ્ટ પહેલા કુખ્યાત બુટલેગર પોલીસની ઝપટમાં આવી જતા અનેક નાના ધંધાર્થી બુટલેગરોના ધંધામાં ઓટ આવી હોવાનો સીનારીયો પણ જોવા મળી રહ્યો છે.
ભુજ : પૂર્વ અને પશ્ચિમ કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં દારૂની રેલમછેલ કરનારા વાગડના કુખ્યાત બુટલેગર પુના ભરવાડને રાજયની ગાંધીનગર સ્થિત સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ભુજમાંથી ઉપાડી લેતા આ મુદ્દો ચર્ચાના સ્થાને આવ્યો છે. આરોપી દારૂના પ૦ થી વધુ ગુનામાં સંડોવાયેલો હતો. છેલ્લા નવ મહિનાથી તે ફરાર હતો અને એસએમસીએ એરપોર્ટ રોડ પરથી તેને ઝડપી પાડી જામનગર પોલીસના હવાલે કર્યો છે.
આ અંગેની વિગતો મુજબ ડીજીપી વિકાસ સહાય દ્વારા લીસ્ટેડ બુટલેગરોને પકડવા માટે સુચના આપતા સ્ટેટ મોનીટરીંગ સેલના નાયબ પોલીસ મહા નિરીક્ષક નિર્લિપ્ત રાયના સીધા સુપરવીઝનમાં નાયબ પોલીસ અધિક્ષક કે.ટી. કામરીયાના માર્ગદર્શનમાં દારૂના ગુનામાં નાસ્તા ફરતા બુટલેગરોને પકડવા માટે ટીમને કામે લગાડાઈ હતી. એ દરમ્યાન મુળ રાપરના અને હાલે ભુજના એરપોર્ટ રોડ પર રહેતો કુખ્યાત બુટલેગર પુના ભાણા ભરવાડ ઉર્ફે પુના ભરવાડ ઉર્ફે પુના જાંપડા ભુજ - મુંદરા રોડ પર આવેલ મેડીસ્ટાર હોસ્પિટલમાં આવનાર હોવાની બાતમીના આધારે એસએમસીએ આરોપીને ઝડપી પાડી પુછપરછ કરતા તેના પર પ૦ થી વધુ દારૂના ગુના દાખલ થયા હોવાનું અને હાલમાં પણ વોન્ટેડ હોવાનું જણાવ્યું હતું. પરંતુ કયા જિલ્લાના કયા ગુનામાં વોન્ટેડ છે તેની હકિકત ન જણાવતા ગાંધીનગર લઈ જઈ પુછપરછ કરતા ગાંધીધામ, જામનગર, પંચમહાલ જિલ્લાના દારૂના ૪ ગુનામાં તેમજ કચ્છ કલેકટરે ઈસ્યુ કરેલા પાસાના હુકમમાં છેલ્લા ૯ મહિનાથી અટકાયતમાં બાકી હતો. નવ મહિનાથી આરોપી દારૂના ગુનામાં આરોપી નાસ્તો ફરતો હોવાથી ગાંધીનગર જિલ્લાના સેકટર - ર૧ પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરાવી, જામનગર પંચકોસી બી ડિવિઝન પોલીસને હવાલે કરાયો છે. પુના ભરવાડ સામે પ૬થી વધુ દારૂના ગુના નોંધાયેલા છે. આરોપી પાસેથી મોબાઈલ, ડોંગલ, ફોર વ્હીલર મળી ૧૦.પર લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
.........
આ પુનો કેટલો માથાભારે બની ગયો હતો કે, જેલમાંથી
બેઠા બેઠા પણ તેના દારૂના નેટવર્કનો ધંધો ચલાવતો
હોવાનું અગાઉ થઈ ચૂકયુ છે ફલિત : પુના જેવાને પાંચ
જિલ્લાની હદો પાર તડીપાર કરવો જોઈએ
પુનાનો માલ કેરા-બળદીયા-ગજોડ પટ્ટામાં ઠલવાયા છે :
ગાડી પર ર૦ ટકા કમિશને અનોપ સંભાળે છે કટિંગ
રોજની ૧ ગાડી ઠલવાય છે, મહીને ૩૦ મોટી આઈસર ગાડી માલ ઉતારે છે, તેમાં એકાદ-બે ગાડી પકડાય તો પાસેરામાં પુણી સમાન જ કહેવાય..! : આશાપુરા માંના આર્શીવાદથી આ અનોપ ગજોડ પટ્ટાની
હોટલમાં આઈસર ગાડીમાં આવતા માલને નાના નાના વાહનોમા
પ૦-પ૦ પેટીઓં ઠાલવી કરે છે કટીંગ
ગાંધીધામ : પુનાનુ નામ બધે જ દારૂના ધંધામાં ખુબ જ ખુલ્લીને બહાર આવી ગયુ હેાવાથી તેણે ગાડીઓ મંગાવવાની જવાબદારીઓ લીધી છે અને ગાડી પર ર૦ ટકા કમિશન પેટે દારૂનો વેપલો અનોપને આપી દીધો હોવાનુ ચર્ચાય છે. કહેવાય છે કે, કેરા-બળદીયા અને ગજોડ સીમમાં પુનાની રોજની એક ગાડી ઠલવાય છે અને તેનું કટીંગ અનોપ કરતો હોવાનુ ચર્ચાય છે. કહેવાય છે કે, આઈસર ગાડીમાં ગજોડ સીમમાં અનોપની આવેલી એક હેાટલમાં માલ પહોચે અને ત્યાથી તે નાના વાહનોમાં કટીંગ કરીને જે રીતે ડીમાન્ડ આવે તે રીતે સામેથી જ માલ પહોચાડી રહ્યો છે. રોજની એક તો મહીનાની ૩૦ ગાડી માલ ઉતારે છે તેમાં એકાદ-બે ગાડી કદાચ પકડાય તો શું મોટી વાત કહેવાય..! કેટલી માત્રામાં પુનાનો દારૂ અહી ઠલવાઈ રહ્યો છે? જુઓ તો ખરા?
.......
પુનો કેટલો ફાટીને ગયો છે ફુલેકો, જુઓ તો ખરા..-
આખાય કચ્છમાં તેના સિવાય કોઈ દારૂ ન વેંચી શકે
ગાંધીધામ : પુનાનું નામ અગાઉ તો બુટલેગર તરીકે પંકાયેલું જ રહેતુ હતુ અને પૂર્વ કચ્છમાં તો અગાઉ આ પુનો એટલો આતંક મચાવતો ફરતો હતો કે, એસપી કચેરીની બહાર દારૂના કઈક કેસો તેના પર હોવા ઉપરાંત બિનધાસ્ત ફરતો જોવા મળી આવતો હતો. પોલીસ ચોપડે વેોન્ટેડ હોય અને એસપી કચેરીના સંકુલમાં જ આ પુનો ફરતો દેખાતો હોય. હાલમાં પણ મયુર અને નરેન્દ્રની ભ્રષ્ટ ભાગીદારીથી પુનાએ માજા મુકી દીધી છે અને આખાય કચ્છમાં તેના એકલાનો જ દારૂ સપ્લાય થવા પામી રહ્યો હોવાની વાત સામે આવી રહી છે તેના સિવાય અન્ય કોઈ દારૂ અહી વહેચી શકતુ જ નથી.
.......
ભ્રષ્ટ પોલીસનો વહીવટ પુના વતીથી સંભાળે છે નવઘણ..
ગાંધીધામ : પુના પર ઓછામાં ઓછા ૭૦ જેટલા કેસો નોધાયેલા હોવા છતા પણ કચ્છભરમાં તેનો જ દારૂ સપ્લાય કરવામા આવી રહ્યો છે અને તેમાં ખાખીની ભાગબટાઈની વાતો આવી રહી છે તે સાથે જ પુના વતીથી જયા જયા ખાખીધારીઓને સાચવાવના હોય છે તે જવાબદાર નવઘણ નામનો શખ્સ જ સંભાળી રહ્યો હેાવાનુ કહેવાય છે. પુનાના દારૂના નેટવર્કનો બધો જ હવાલો આ નવઘણ ભ્રષ્ટ પલળેલાઓ સુધી પહોચાડી રહ્યો હોવાનુ ચર્ચાય છે.
.........
ગુજરાતના સૌથી મોટા ઈનામી વોન્ટેડ બુટલેગર અનિલ પંડયા-
પવનસિંહ પાસેથી પુનો ખરીદે છે દારૂની મોટી મોટી ખેપ
ગાંધીધામ : જાણકારો કહી રહ્યા છે કે, ગુજરાતના સૌથ્ી મોટા બુટલેગર ે અનિલ પડયા અને પવનસિહ પાસેથી પુનો દારૂની મોટી મોટી ખેપ મંગાી રહ્યો છે. આ બન્ને બુટલેગરો પર ગુજરાત પોલીસ દ્વારા લાખોના ઈનામની જાહેરાત કરવામા આવી છે. પુના પર જયા જયા અને જયારે જયારે કેસો થયા છે ત્યારે ત્યારે આ બન્નેના નામો તેમાં ખુલવા પામ્યા જ હાવેાનુ મનાય છે.
........
રામો-દેવલો છે પુનાના ફોલ્ડરીયા : આદિપુર-ગાંધીધામ-અંજાર સુધી દારૂની કરાવી રહ્યા છે રેલમછેલ
ગાંધીધામ : અમદાવાદ વિજિલન્સ દ્વારા ભુજમાથી જે પુનાને પકડી પાડયો છે તે કોઈ નાનો સુનો બુટલેગર નથી. તેનો દારૂ કચ્છભરમાં ઠલવાઈ રહ્યો હતો. કહેવાય છે કે પોતાના ફોલ્ડરીયા રામો-દેવલા થકી પુનો અંજાર-ગાંધીધામ અને આદિપુર સુધી દારૂની રેલમછેલ કરાવતો હતો.
.........

Comments