દેશલપરની કંપનીમાં લાગેલી આગ બે કલાકે કાબૂમાં આવી
ભુજ : દેશલપર ગામે કંપનીમાં આગ લાગી હતી, જેને ભુજ ફાયર વિભાગની ટીમ દ્વારા બે કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. આ અંગે ફાયર વિભાગમાંથી મળેલી માહિતી મુજબ તા. ર૦મી ડિસેમ્બરના રાત્રે ૧૧ઃ૩૦ કલાકે ફાયર કંટ્રોલ પર કોલ આવ્યો હતો કે, દેસલપર ગામથી આગળ રોડ પર આવેલી કે.બી. એક્ટિવ કાર્બન કંપનીમાં કોઇ કારણોસર આગ લાગી છે. જે ઘટનાનો કોલ મળતા તાત્કાલિક ભુજ ફાયર સ્ટાફ ૧ વોટર બાઉઝર અને ૧ મીની ટેન્ડર લઈ ઘટના સ્થળે પહોંચી હતી. અને ૨ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. કામગીરીમાં ભુજ ફાયર વિભાગના ભાવેશ માતંગ, મામદ જત, પ્રતીક મકવાણા, રમેશ ગાંગલ, વાઘજી રબારી, પચાણભાઇ જોડાયા હતા

Comments