Trending News
સ્થાનિક સમાચાર

ભુજના ઝુમખામાં બુલડોઝર બાદ પૂર્વમાં વન અભ્યારણ્યમાં પણ ત્રાટકયા : જો કે, મીઠાના માફીયાઓના દબાણો પર ઝુંબેશરૂપ તવાઈની ઈંતેજારી?

21 December

શાબાશ છે કચ્છના મુખ્ય વનસરંક્ષક શ્રી સંદીપકુમારની હિંમતભરી કામગીરીને..!





વનવિભાગ દ્વારા ભુજના ઝુમખા ગામની સીમમાં ત્રાટકીને ૭૦ લાખની ૧ર એકર જમીન ખુલ્લી કરાવ્યા બાદ, પૂર્વ કચ્છમાં પણ વન અભ્યારણ્ય ક્ષેત્રમાં સવા કરાડેના મુદામાલ સાથે પાંચ શખ્સોને દેબોચ્યા, પરંતુ પૂર્વમાં તો આ થયેલી કાર્યવાહી પાસેરામાં પુણી સમાન જ કહેવાય, હકીકતમાં તો પૂર્વમાં મીઠાના દબાણકારો સેંકડોએકર જમીનો પર થયેલા છે દબાણો : મીઠાની જમીનો પર ગેરકાયદેસર અડીંગા માટે તો અહી ભડાકાવાળી પણ થઈ ચુકી છે, જુથ અથડામણ અને ધીંગાણાઓમાં નિદોર્ષના મોતની પણ બની ચૂકી છે તાજેતરની ઘટના


મુખ્ય વનસરંક્ષક શ્રી સંદીપ કુમાર ધ્યાને ન લે..! : વન અભ્યારણ્યમાં જે રીતે હિટાચી મશીન સાથે પાંચ લોકોને પકડવામા આવ્યા છે તે જ રીતે હકીકતમાં કચ્છનું વનવિભાગ અભ્યારણ્યના ગેરકાયદેસર દબાણોના ધોડાપુર પર ભુજના ઝૂમખાવાળી બુલડોઝર નીતી કયારે અપનાવશે..? યક્ષ સવાલ

ખરેખર ઘુડખર અભ્યારણ્ય ધાંગધ્રા, ભચાઉ મહેસુલ વિભાગ, વનતંત્ર પૂર્વ કચ્છ, પોલીસતંત્ર સહિતનાઓ જો આ અંગે સંયુકત રીતે તવાઈ બાલાવે, સંકલન સાધે અને ઈચ્છાશકિતના દર્શન કરાવે તો ચોકકસથી અહી માથાભારે તત્વો દ્વારા કરવામાંઆવેલા મોટા મોટા દબાણો પણ દુર થાય  : ઈચ્છાશકિતનો અભાવ કે પછી માથાભારે દબાણકારોનો સતાવી રહ્યો છે ભય, યા તો પછી એક યા બીજા પ્રકારનું વજન કરી જાય છે કામ? : જાણકારોમાથી ઉઠતા તરેહ તરેહના સવાલો



ગાંધીધામ : કચ્છમાં વનવિભાગના મુખ્ય સરંક્ષક શ્રી સંદીપકુમાર દ્વારા તાજેતરમાં જ ટુંકાગાળામાં વનવિભાગની જમીન પર અડીંગો જમાવનારાઓની સામે ધાક બેસાડતી કાર્યવાહી કરી દેખાડી છે. ભુજના ઝૂમખા વિસ્તારમાં તેઓની ટુકડીએ ૭૦ લાખની કીમંતી ૧ર એકર જમીન ખુલી કરાવ્યા બાદ પૂર્વ કચ્છમાં વન અભ્યારણ્ય વિસ્તારમાં મીઠાના પાડા બનાવનારાઓની સામે તવાઈ બોલાવી દીધી છે અને તે માટે હકીકતમાં સંદીપકુમારની ટીમને અભિનંદન આપવા જ ઘટે. વનવિભાગે જે રીતે આ કડક કાર્યવાહી કરી દેખાડી છે તે ખરેખર શાબાશીને જ પાત્ર છે. જો કે, બીજીતરફ જાણકારો કહી રહ્યા છે કે, નવિભાગના મુખ્ય વનસરંક્ષણશ્રીના સીધા આદેશ અને માર્ગદર્શન તળે પૂર્વ કચ્છ વનવિભાગના શ્રી સરવૈયા અને તેમની ટીમ દ્વારા ભુજ તાલુકાના ઝુમખા વિસ્તારમાં વન વિભાગની જમીન પર ગેરકાયદેસર અડીંગો જમાવી બેઠેલા તત્વોને નશ્યત કરી અને અહીથી ૧ર એકર જેટલી વનવિભાગની જમીનને દબાણમુકત કરાવતી ધાક બેસાડતી કાર્યવાહી કરી દેખાડી છે. ૭૦ લાખની રકમની આ જમીન ખુલ્લી કરવાની થયેલ કામગીરી હકીકતમાં આવકારદાયક જ કહી શકાય તેમ છે, શ્રી સરવૈયાની ટીમ દ્વારા કરવામાં આવેલી આ કડક લાલઆંખ ભરી કાર્યવાહીથી વનતંત્રની જમીન પર દબાણો કરનારાઓમાં પણ છુપો ગભરાટ ફેલાવવા પામી ગયો હોવાનો વર્તારો જોવાઈ રહ્યો છે. અને વનવિભાગની ઝુમખામાં થયેલી આ બુલેડોજરવાળી કાર્યવાહીને અભિનંદન મળવા પામી રહ્યા છે. બીજીતરફ આ જ વનસરંક્ષકશ્રીની ટીમ દ્વારા જ પૂર્વ કચ્છમાથી પણ વન અભ્યારણ્ય વિસ્તારમાથી પણ પાંચેક જેટલા પાળા બાંધનારાઓને પકડી પાડયા છે પરંતુ આ કાર્યવાહી તો માત્ર અને માત્ર પાસેરામાં પુણી સમાન જ ગણાય છે કારણ કે પૂૃવ કચ્છના વન અભ્યારણ્ય વિસ્તારમાં તો મીઠાના દબાણણકારો રીતસરના માફીયાઓ જ બનને બેઠા છે. 
આવા સમયે જાણકારવર્ગ કહી રહ્યો છે કે, ઝૂમખા પટ્ટામાં વનવિભાગની જમીન પર ગેરકાયદેસર પેશકદમી કરનારાઓને કાયદાનુ ભાન કરાવી દેવાયુ છે અને અહીથી ૧ર એકર જમીન ૭૦ લાખની મુકત કરાવાઈ છે પરંતુ આ જ વનવિભાગની હજારો સેંકડો એકર જમીન પર વાગડ પટ્ટામા, ભચાઉ સહીતના વિસ્તારમાં ન માત્ર વનવિભાગ બલ્કે અભ્યારણ્યની જમીન કે જેને રક્ષિત જાહેર કરવમાં આવી ચુકી છે તે જમીન તરફ કેમ આવી જ ઝુમખામાં આદરાઈ તેવી બુલડોઝરવાળી કરવામાં નથી આવતી? વાગડ વિસ્તારમાં તાજેતરમાં જ કાનમેર પટ્ટામાં આ પ્રકારની ગેરકાયદેર મીઠ્ઠાની જમીનોના કબ્જાને લઈને ભડાકાવાળી પણ થવા પામી ચૂકી છે અને એક નિદોર્ષ વ્યકિતનુ ફાયરીંગમાં અકારણ મોત પણ નિપજી જવા પામ્યું છે.  આવી ઘટનાઓ બને છે ત્યારે આખેઆખુ તંત્ર આ વિસ્તારમાં મોટા ઉપાડે તુટી પડવાની કામગીરી થતી હોવાનો ડોળ કરે છે અને બાદમાં જૈસે થેની સ્થિતીમાં જ રહી જવા પામે છે. જે રીતે ઝુમખામાં ધાક બેસાડતી કાર્યવાહી થવા પામી છે એવી જ રીતે તો આ અભ્યારણ્યની જમીનને મુકત કરવા માટે જિલ્લા કક્ષાએકથી કલેકટરશ્રી, ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટુકડીઓને મદદમાં રાખી અને અહી માપણી કરાવડાવે, ખાસ કરીને ઘુડખર અભ્યારણ્ય વિભાગની એ માટે જવાબદારી ફીટ કરે તો સેંકડો એકર કિમંતી જમીન અહીથી સરકારની દબાણમુકત થવા પામી શકે તેમ છે, સરકારની તિજોરીને અહી મોટા પ્રમાણમાં રેવેન્યુ પેટે પણ આવક થઈ શકે તથા આવી કિમંતી જમીનો પર ગેરકાયદેસર અડીંગો જમાવાવની લ્હાયમાં થતી જીવલેણ જુથ અથડામણો પણ અટકી શકે તેમ છે. પરંતુ અહી સૌ કોઈને મોટ યક્ષ સવાલ અને ચોકાવનારી તથા અકળાવનારી વાત એ જ બની રહી છે કે, અભ્યારણ્યની જમીન હજારો એકરમાં દબાણમાં ફસાયેલી પડી છે તેની સામે કેાઈ જ પ્રકારની આવી કડક અને દાખલો બેસાડતી કાર્યવાહી કરવામાં આવતી કયાંય જોવાતી નથી? આવુ શા માટે? શું અભ્યારણ્યની જમીન પર પેશકદમી ચાલી શકે? વનવિભાગ કે મહેસુલતંત્ર આ પટ્ટામાં થયેલા મીઠ્ઠાના થયેલા દબાણો સરકારી રાહે દુર કરવા પાત્ર નથી થતા? કે પછી કયાંક ને કયાંક એક યા બીજા પ્રકારનું કોઈને કોઈ દબાણ-વજન આ દબાણો દુર ન કરવા માટે કામ કરી જાય છે..? હકીકત ગમે તે હોય પરંતુ જો ઈચ્છાશકિત હોય તો તંત્ર ધાક બેસાડતી કામગીરી કરી જ શકે છે તેવુ વનતંત્ર દ્વારા ઝૂમખા વિસ્તારમાં કરવામાં આવેલી કામગીરીથી જોવા મળી જ રહ્યુ છે. ખરેખર ઘુડખર અભ્યારણ્ય ધાંગધ્રા, ભચાઉ મહેસુલ વિભાગ, વનતંત્ર પૂર્વ કચ્છ, પોલીસતંત્ર સહિતનાઓ જો આ અંગે સંયુકત રીતે તવાઈ બાલાવે, સંકલન સાધે અને ઈચ્છાશકિતના દર્શન કરાવે તો ચોકકસથી અહી માથાભારે તત્વો દ્વારા કરવામાંઆવેલા મોટા મોટા દબાણો પણ દુર થાય અને સેકડો એકર સરકારી જમીન ખુલ્લી થવા પામી શકે તેમ માનવુ જરા સહેજ પણ વધુ પડતુ નહી કહેવાય.


.......

કચ્છના રણ અભયારણ્યમાં અનધિકૃત પ્રવેશ કરતાં પાંચ પકડાયા 


૧.૨૫ કરોડનો મુદ્દામાલ વન વિભાગે કર્યો કબ્જે 



ભુજ : કચ્છ રણ વન્યપ્રાણી અભયારણ્યમાં અનધિકૃત પ્રવેશ કરીને મીઠાના પાળા બનાવતા પાંચ શખ્સોને વન વિભાગે ઝડપી પાડ્યા છે. વન્યપ્રાણી સંરક્ષણ માટે કડક પગલાં લેતા વિભાગે ૧.૨૫કરોડના મૂલ્યના મશીનો સહિત મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ અંગેની વિગતો મુજબ મુખ્ય વન સંરક્ષક ડો. સંદિપકુમારની સૂચના અને નાયબ વન સંરક્ષક જી. ડી. સરવૈયાના માર્ગદર્શન હેઠળ મદદનીશ વન સંરક્ષક એસ. એ. ગઢવી, પરિક્ષેત્ર વન અધિકારી આર. ડી. ગઢવી અને ખાવડાના વનપાલ તથા વનરક્ષક વાય. જી. રબારીની ટીમે રણમાં પેટ્રોલિંગ દરમિયાન સાધારાવાંઢ વિસ્તાર પાસે આ પ્રવૃત્તિ પકડી હતી.
આ ઘટનામાં પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ભુજના ઈમરાનભાઈ જુમાભાઈ, બિહારના રજનીશકુમાર મહંતો અને મોહમ્મદ અશફાક, હિમાચલ પ્રદેશના જિતેન્દ્રકુમાર ચંદ અને ઉત્તરપ્રદેશના નીરજ પ્રહલાદ સાહનીનો સમાવેશ થાય છે. આ શખ્સો પાસેથી પાંચ હિટાચી મશીનો સહિત કુલ ૧.૨૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ગુનાની નોંધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ હેઠળ વિવિધ કલમો હેઠળ કરવામાં આવી છે. વન વિભાગે જણાવ્યું છે કે, અનધિકૃત પ્રવૃત્તિઓ સામે શૂન્ય સહનશીલતા અપનાવવામાં આવશે. આ પ્રકારની પ્રવૃત્તિઓ અભયારણ્યના પર્યાવરણ માટે નુકસાનકારક અને ગુનાહિત છે.

Comments

COMMENT / REPLY FROM