Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામની ૧ પાર્ટીએ ખનીજની ખાણોમાં સોનું શોધવાની લ્હાયમાં સંકુલના કઈક ધુરંધરોને કમળો દેખાડી દીધો : ર૦૦ કરોડનું ઉઠમણું

20 December

અગરબત્તી-બોલપેનના ધંધામાં સકસેસ ન પામેલ વેપારીનું કારનામું





પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગરમાં એક વેપારી કાચી પડતા કઈકને માથે હાથ દઈને રોવાનો આવ્યો વારો : વેપારીઓ તથા કેટલાક ઝભ્ભાલેંગાધારીઓના પણ નાણા ડુબ્યાં હોવાની ચર્ચા



ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ સંકુલમાં વેપારી-પેઢીઓ કાચી પડી હોવાની ચર્ચાઓ હાલના સમયે આંતરીક રીતે હોટટોપીક બની જવા પામી  છે. આ મામલે સંકુલમાં ચર્ચાતી વીગતો અનુસાર શહેરની એક પેઢી કાચી પડી જવા પામ છે અને એટલી મોટી રકમનુ ફુલેકે ફેરવી ગઈ હોવાનુ ચર્ચાય છે કે તેના લીધે અન્ય કઈક પાર્ટીઓને પણ રોવાનો અને કાચી પડવાની સ્થિતીનો વારો આવી જવા પામ્યો છે.
અંતરંગ વર્તુળોમાથી ઉઠતી વિગતોની જો વાત કરીએ તો ગાંધીધામ સંકુલમાં બોલપેન તથા અગરબત્તીના વ્યવસાયમાં સકસેસ ગયેલ એક વેપારીને ખનીજની ખાણોમાં સોનું શોધવાની એવી તે લ્હાય લાગી ગઈ કે તેમાંને તેમાં સંકુલના અન્ય કઈક વેપારીઓને કમળો દેખાડી દીધો હોવાની સ્થિતી સર્જાઈ ગઈ છે. જાણકારો કહી રહ્યા છે કે, આ પાર્ટી ર૦૦ કરોડથી વધુની રકમનુ ફુલેકે ફેરવી અને નો દો ગ્યારાહ થઈ ગયા છે. આમ થવાથી સંકુલના અન્ય કઈક વેપારીઓ તથા રાજકીય નેતાઓ, ઝભ્ભાલેંગાવાળાઓના પણ નાણા ડુબ્યા હોવાની ચર્ચાઓ સામે આવી રહી છે. આ વેપારી નાસી જવામાં સકસેસ થયો હોવાથી સંકુલના કેટલાક અન્ય વેપારીઓને માથે હાથ દઈને રાતા પાણીએ રોવાનો વારો અવી ગયો હોવાનુ પણ ચર્ચાઈ રહ્યું છે.

Comments

COMMENT / REPLY FROM