કુકમા-લાખોંદ રોડ પર તંત્રનું બૂલડોઝર ફરી વળ્યું
ગેરકાયદે રીતે બનાવેલ દુકાનો, ઓરડીઓ તોડી પડાઈ
ભુજ : કચ્છમાં રોડ ટચ જમીનો દબાવી ગેરકાયદે રીતે દુકાનો ઓરડી બનાવી ભાડે આપવામાં આવતી હોય છે. અગાઉ પણ કુકમા પાસે આ પ્રમાણે બનાવેલી દુકાનો પર તંત્રએ બૂલડોઝર ફરાવી કિંમતી સરકારી જમીન ખુલ્લી કરાવી છે. ત્યારે આજે સવારે વધુ એક કાર્યવાહી કરાઈ હતી. કુકમા - લાખોંદ રોડ પર ભુજ મામલતદાર, નાયબ મામલતદારની હાજરીમાં પદ્ધર પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એમ. રાણા સહિતના કાફલાની હાજરીમાં દબાણ પર બૂલડોઝર ફરાવી દેવામાં આવ્યું હતું. અંદાજે ૧રથી ૧૪ કવાટર બન્યા હતા. જે તોડી પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી યથાવત રહેશે તેમ
જણાવાયું છે.

Comments