Trending News
સ્થાનિક સમાચાર

અંજારમાં પોતાના બોગસ ખેડુત ખાતેદાર ચેલાને  શહેર સુકાની બનાવવા ચોટીના અધમપછાડા..!

19 December

કેસરીયા બ્રિગેડના રણનીતીકારો ધ્યાને ન લે..!





અંજાર વિધાનસભા વિસ્તારમાં કે પછી જિલ્લા ભાજપના તટસ્થ અને કાર્યકર્તાઓને બખુબી સમજતા પ્રમુખ અંજારના ચોટીની ચાલને બરાબર જ ઓળખતા હોવાથી તેની કોઈ જ છાની રમતો કે ગોઠવણીઓને ચલાવે તેમ તો નથી જ, છતા પણ ચોટીએ સંગઠન પર્વ દરમ્યાન વાંદરો બધુ જ ભુલે પણ ગુલાંટ ન ભુલેના તાલે કઈક ત્રાગાઓ કર્યાની ચર્ચા


નવું સંગઠન બને ત્યારે આ ચોટીનું ઓપરેશન કરી, ચોટીને કાપીને ફેંકી દેવી જોઈએ, જેથી પક્ષમાં સાચા સેવા કરવા વાળાને મળે તક



આ ચેલાને ખબર નથી કે ચોટી કોઈનો નથી થયો અને કયારે થવાનો જ નથી? અંજાર નગરપાલીકાના સુકાનીની વરણીમાં આ ચોટી પોતાની જ્ઞાતિના જ વ્યકિતને પ્રમુખ બનતા અટકાવવામાં રોડારૂપ બન્યો હતો, તે અન્ય સમુદાયમાંથી આવતા ખુદના ચેલાને શું ઉપયોગી થવાનો? : જાણકારોનો તીખો ટોણો



ગાંધીધામ : ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલના સંગઠન પર્વનું આયોજન અંતિમ તબક્કામાં પહોચ્યુ છે અને શહેર સંગઠન તથા તાલુકા સંગઠનના પ્રમુખોની ટુંક જ સમયમાં વરણીઓ-નામો જાહેર થવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે ત્યારે અંજાર શહેર ભાજપના સુકાનીની પણ વરણીઓ કરવામાં આવશે. આવામાં અંજારમાં પક્ષની ઘોર ખોદી નાખનાર અને પૈસા માટે કોઈ પણ કક્ષાના તળીયે જવા ટેવાયેલ ચોટી પોતાના બોગસ ખેડુત ખાતેદારબ બનેલા ચેલાને ગોઠવવા માટે અધમપછાડા કરી ચૂકયો હોવાની ચર્ચાએ વેગ પકડયો છે. સારા નહી મારા ગોઠવવા માટે હમેશા કાવાદાવાઓ કરવામાં પક્ષની શિસ્તના સદાય ધજાગરા ઉડાળતો આ ચોટી આ વખતે પણ એડીચોટીનું જોર અજમાવતો હોવાનુ અંજારના રાજકીય બેડામાં ચર્ચાવવા પામી રહ્યું છે. કહેવાય છે કે અંજારના વીધાનસભા વિસ્તારના ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગા તો ખુદ પોતાની સાદગી સભર અને કાર્યકર્તાઓ પ્રત્યેની લાગણી તથા આમપ્રજાજનોના લોકસેવકની ભુમિકા માટે પ્રખ્યાત છે, તો જિલ્લા ભાજપના અધ્યક્ષ પણ કાર્યકર્તાઓને જ વરેલા અને સંઘના ચુસ્ત અનુયાયી હોવાથી તેઓ પણ ચોટીની મેલી રમતોને કયાંય પણ ફાવવા દે તેમ તો નથી જ છતા પણ ચોટીએ રાબેતામુબજ અને આદતઅનુસાર સારા નહી પણ મારા ગોઠવવા માટે ભારે ત્રાગા કર્યા હોવાનુ ચર્ચાય છે. જાણકારો કહી રહ્યા છે કે, ચોટીની ચાલ આ વખતે તો બહુ ફાવે તેમ નથી પરંતુ તેનો ચેલોએ દુધમાં અને દહીમાં બન્ને બાજુએ હાથ રાખતો જોવાઈ રહ્યો છે. કહેવાય છે કે ચોટી ઉપરાંતના ગ્રુપના લોકોને જમીનના ધંધામાં ભાગીદારી કરીને પ્રમુખ બનવા માટે ચેલાએ દોટ તો મુકી જ છે. એથીય વધુ કેટલાક તો એમ પણ કહે છે કે ચોટીનો આ ચેલો બોગસ ખેડુત ખાતેદાર બનવા પામ્યો છે. પરંતુ પાપ તો છાપરે ચડીને પોકારતું જ હોય છે અને ખોટુ એ તો ખોટુ જ રહેતુ હોય છે.  જો કે, ચોટી પોતાના આ બોગસ ખેડુત ખાતેદાર બનેલા ચેલાને સુકાની બનાવવા માટે પોતાની જ્ઞાતિના તથા અન્ય જિલ્લાકક્ષાના સહયોગીને સાથે રાખી અને લોબીંગ માટે અધમપછાડા કરી ચૂકયો છે.  પરંતુ આ ચેલાને ખબર નથી કે ચોટી કોઈનો નથી થયો અને કયારે થવાનો જ નથી? અંજાર નગરપાલીકાના સુકાનીની વરણીમાં આ ચોટી પોતાની જ્ઞાતિના જ વ્યકિતને પ્રમુખ બનતા અટકાવવામાં રોડારૂપ બની હવનમાં હાડકા નાખવાના કામ કર્યા હોવાનુ સર્વવિદીત છે, હવે જે પોતાની જ્ઞાતિના વ્યકિતને પણ સારી જગ્યાએ આવતો નથી જોઈ શકયો તો તે અન્ય સમાજકે જ્ઞાતિના વ્યકિતઓ માટે શું લોબીંગ કરવાનો હતો? અને આવા ચોર ચોટીની મેલી મુરાદ બધા જ સારી રીતે સમજતા અને ઓળખતા હોવાથી પોતાના બોગસ ખેડુત ખાતેદાર બનેલા ચેલાને અંજાર શહેર સંગઠનમાં ગોઠવવાની ઈચ્છા અધુરી જ રહી જાય તેમ દર્શાય છે.

Comments

COMMENT / REPLY FROM