પૂર્વ કચ્છ ખાણખનિજના ભુસ્તરશાસ્ત્રી શ્રી પટેલની ટીમની રાપર-કંડલાપોર્ટ વિસ્તાર-મુંદરામાં ધાક બેસાડતી કામગીરી
એક જ દિવસમાં જુદા જુદા વિસ્તારોમાં સરપ્રાઇજ ચેકીંગ દરમ્યાન છ ડમ્પર-બે મશીનો સહિત
૧ કરોડ ૩૦ લાખનો મુદામાલ કરાયો જપ્ત : માટી-સાદી રેતી-ખનીજચોરી કરનારાઓમાં ફફડાટ
ગાંધીધામ : કચ્છ કલેકટરની સુચના અનુસાર પૂર્વ કચ્છ ખાણખનિજ વિભાગના ભુસ્તરશાસ્ત્રી એન એ પટેલની આગેવાની હેઠળની ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ચેકીગ કરી દરોડો પાડતા માટી-રેતી અને ખનન ચોરી કરનારાઓ ઝપ્ટે ચડી જવા પામ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે. મુંદરા-કંડલા પોર્ટ વિસ્તાર ઉપરાંત મુંદરાના દેશલપર વિસ્તારમાથી ગેરકાયદેસર ખનીજ ઉત્ખનનનો પદાર્ફાશ કરવામા અવ્યો છે. આ બાબતે પૂર્વ કચ્છ ખાણઅનિજ વિભાગની સત્તાવાર યાદીમાં જણાવ્યાનુસાર ગત રોજ રાત્રીના આકસ્મીક તપાસ દરમ્યાન કંડલા પોર્ટ રોડ પરથી મોરમ ખનીજના બિન અધિકૃત વહન બદલ બે ડમ્પર જપ્ત કરવામા આવ્યા છે. આ ઉપરાંત દીવસના ચેકીંગ દરમ્યાન રાપર તાલુકાના લાકડીયા પાસેથી એક ડમ્પર બિન અધિકૃત રીતે સાદી રેતી ખનિજ વહનમા અને મુંદરા તાલુકાના દેશલપર રોડ પાસેથી એક ડમ્પર બિન અધિકૃત સાદી રેતી ખનિજ વહન કરતા પકડી પાડવામા આવ્યા છે. એક જ દીવસમાં જુદા જુદા વિસ્તારમાં રેડ કરી અને ૧ કરોડ ૩૦ લાખનો મુદામાલ જપ્ત કરવામા આવેલ છે. કલેકટરશ્રીની સુચનાનુઅસાર બિનઅધિકૃત ખનિજ ખનન, વહનના થાય તે માટે સતત ચેકીંગ હાથ ધરવામા આવેલ છે. જેના ભાગરૂપે બે-ત્રણ દીવસના છ ડમ્પર અને બે મશીન જપ્ત કરવામાં આવેલ છે. શ્રી પટેલની ટુકડીની આ મુજબની કડક કાર્યવાહીના પગલે અહી ખનીજચોરોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

Comments