Trending News
સ્થાનિક સમાચાર

રાજસ્થાનથી ગાંધીધામ આવતો ર૩ લાખનો સાણંદ ચોકડીએ પકડાયો

17 December



એસએમસીએ કરી કાર્યવાહી : ગાંધીધામ ખાતે દારૂ મંગાવનાર મળી કુલ ૬ વિરુદ્ધ ગુનો નોંધાયો


ગાંધીધામ : રાજસ્થાનથી ગાંધીધામ આવતો ર૩ લાખનો દારૂ ભરેલ ટેન્કર સાણંદ ચોકડીએ પકડાયું હતું. જેમાં છ લોકો સામે ફરિયાદ થઈ છે. સ્ટેટ મોનીટરીંગ સેલે સાણંદ શહેરના નવા બાયપાસ રોડ ઉપર ટેન્કરમાંથી ૨૩ લાખનો વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને પકડ્યો છે, એસ.એમ.સી.એ રેડ દરમ્યાન વાહન સહીત કુલ ૩૭.૪૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ૬ ઇસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. સાણંદ બાયપાસ નજીક ઝડપાયેલ ટેન્કરમાંથી વિદેશી દારૂના ૩૬૦૫ નંગ ટીન મળી આવ્યા હતા જેની કિંમત ૨૩,૩૬,૦૦૯ થવા જાય છે, સાથે સાથે એક મોબાઇલ કિંમત ૫૦૦૦ અને વાહનની કિંમત ૧૫ લાખ મળી કુલ રૂપિયા ૩૮,૪૨,૮૫૯ નો મુદ્દામાલ પોલીસે ઝડપી લીધો હતો. સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો મૂળ પટિયાલા પંજાબથી મંગાવવામાં આવ્યો હતો, જથ્થો રાજસ્થાનના રમેશ બિશ્નોઇ નામના ઇસમે ભરીને મોકલ્યો હતો, જેથી પોલીસે દારૂનો જથ્થો ભરીને ટેન્કર આપનાર બે અજાણ્યા ઈસમો ટેન્કરમાં દારૂ ભરીને મોકલનાર રમેશ બિશ્નોઇ રાજસ્થાન, ટેન્કરનો માલિક ચલારામ લાડુ રામ પવાર રાજસ્થાન તેમજ ટેન્કરના ડ્રાઇવર માંગીલાલ હરિચંદ્ર રામજી બગુડા રાજસ્થાન તેમજ ગાંધીધામ ખાતે દારૂ મંગાવનાર મળી પાંચ ને વોન્ટેડ જાહેર કર્યા છે. આ દારૂનો જથ્થો ગાંધીધામ આવતો હતો, તે પહેલા પકડાઈ ગયો છે. 

Comments

COMMENT / REPLY FROM