Trending News
સ્થાનિક સમાચાર

વાગડમાં ભેંસોના ઘમાણ અને વાડામાં ચારા નીચે છુપાવેલો દારૂ પોલીસે શોધ્યો

17 December




રાપરના ઉમૈયા અને રામવાવમાં કરાયેલી કાર્યવાહી દરમ્યાન ૪૪ હજારનો દારૂ ઝડપાયો : એક આરોપી મળ્યો, અન્ય ત્રણ ભાગી જવામાં સફળ રહ્યા 


રાપર : વાગડ વિસ્તારમાં શરાબની વધી રહેલી બદી અટકાવવા માટે પેટ્રોલીંગમાં રહેલી રાપર પોલીસે બે સ્થળોએ દરોડો પાડયો હતો. જેમાં ૪૪ હજારનો શરાબ ઝડપાયો છે. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ઉમૈયા ગામે ખુલ્લા વાડામાં દરોડો પાડવામાં આવ્યો હતો. જયાં ઘાસ નીચે છુપાવેલો દારૂ મળી આવ્યો હતો. આરોપી ગામના મુળદેવ ખેંગુભા વાઘેલાના ઘરની બાજુમાં વાડામાં ઘાસ નીચે બીયરની ૧૧ પેટી છુપાવવામાં આવી હતી. જે ર૬૪ બીયરના ટીન કિંમત રૂા. ૩૩ હજાર ગણવામાં આવી છે. રેડ દરમ્યાન મુળદેવ અને પ્રતાપસિંહ પ્રવીણસિંહ વાઘેલા હાજર ન મળી આવતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જયારે રામવાવ ગામે સાયરા વાડી વિસ્તારમાં ભેંસો બાંધવાની ઘમાણમાં ચારા નીચે છુપાવેલો દારૂ મળી આવ્યો હતો. જેમાં ગુલાબસિંહ મંગળસિંહ રાઠોડની અટકાયત કરવામાં આવી હતી. ચારા નીચે છુપાવેલ રોયલ કલાસીક લેમન વોડકાની ૩ર બોટલ, સુપર મેકસ વ્હિસ્કીની ૪૦ બોટલ, ટુ બર્ગ બીયરના રપ ટીન, કીંગફીશર બીયરના રપ ટીન મળી કુલ્લ ૧૧૩૦૦ નો મુદ્દામાલ કબજે કરાયો હતો. રેડ દરમ્યાન રામદેવસિંહ પ્રવીણસિંહ જાડેજા હાજર મળી આવ્યો ન હતો. જેથી તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

 

Comments

COMMENT / REPLY FROM