Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં અમુક માથાભારે ગુંડાઓની વકરતી દાદાગીરી : કાયદો-વ્યવસ્થાને લલકાર : લોનના હપ્તા મુદ્દે હુમલો...!

17 December


બેંકની લોનની પડતર રકમની ભરપાઈ માટે જીવલેણ હુમલો કરવાની જોગવાઈ કયાં છે? ગાંધીધામમાં તાજેતરમાં જ બનેલી ઘટના અને તેને અંજામ આપનારા શખ્સોનો ગુનાહિત ઈતિહાસ ચકાસવો જરૂરી : ફાયનાન્સ પેઢીના શખ્સોએ હુમલો કર્યો તે ખરેખર રીકવરી એજન્ટ છે ખરા? કયાંક ને કયાંક મારકુટ-ધાક ધમકી અને દાદાગીરી પૂર્વક વર્તી અને લોન રીકવરીના નામે દેણદાર પાસેથી ખુદના ગજવા જ કરી લેતા હોય છે ગરમ..? : પોલીસતંત્ર કડક બને, આ રીતે લુખ્ખાગીરી અને દાદાગીરી કરનારાઓને કાયદાનો પાઠ ભણાવે તે જ સમયનો તકાજો


બધા જ હપ્તાઓ ભરાઈ ગયા હતા, ડીસેમ્બર માસનો એક માત્ર હપ્તો બાકી હતો તેમાં ફોનથી ધાક ધમકીઓ કરી, ગાળાગાળી સાથે ન માત્ર બોલાચાલી કરી બલ્કે છરીના જોરે છાતી પર ચડી જઈ અને ઘાતક જીવલેણ હુમલો કરી દીધો? લોનની રકવરીને મામલે તો નામદાર સુપ્રીમકોર્ટે પણ આપેલી છે ચોકકસ ગાઈડલાઈન, અમુક લવરમુછીયાઓ પોતાની લુખ્ખાગીરી માટે કયાંક આવા દીશા સુચનોના પણ ઘજાગરા તો નથી ઉડાળતાને..?



ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યેાગીક પાટનગર ગાંધીધામ સંકુલ વેપારી ક્ષેત્ર તરીકે જગવિખ્યાત છે. અહીના વેપાર-ઉદ્યોગના લીધે જ આ સંકુલ ફુલ્યુફાલ્યું છે અને ન માત્ર કચ્છ બલ્કે ગુજરાત અને દેશના જીડીપીમાં એટલે કે અર્થતંત્રમા પણ આ સંકુલનોનોંધપાત્ર ફાળો રહયો છે. આ બધુ જ ત્યારે સંભવ બની રહ્યુ છે જયારે અહીનો વેપારી સુરક્ષિત અને સલામત રીતે  સાનુકુળ વાતાવરણમાં અહી પોતાનો વેપાર ધંધો કરી શકે છે. 
પરંતુ પાછલા અમુક સમયથી ગાંધીધમા સંકુલમાં વેપારીઓને જ નીશાન બનાવી અને અમુક લવરમુછીયા ગુંડાઓ પોતાની દાદાગીરીનો આતંક સ્થાપિત કરવા મથી રહ્યા હેાય તેવી ઘટનાઓ પ્રકાશમાં આવાવ પામી રહી છે. 
વાત સહેજ ફોડ પાડીને કરીએ તો તાજેતરમાં જ ગાંધીધામ સંકુલમાં બેંકની લોનના બાકી હપ્તાની વસુલાત માટે અમુક માથાભારે તત્વોએ રીતસરની ગુંડાગીરી જ આદરી દીધી હોય તેમ એ યુવાન પર જીવલેણ હુમલો કરી દીધો હોવાની ઘટના પ્રકાશમાં આવવા પામી હતી. એક વેપારી યુવાનને બેંકની રિકવરીની રકમ વસુલાત માટે ચાર શખ્સોએ છરી-ચાકુથી માર માર્યો હેાવાની ઘટના પોલીસ ચોપડે ચડવા પામી ગઈ છે. શું ખરેખર બેંકની રીકવરી આ રીતે કરવી યોગ્ય કહેવાય? કેાઈ યુવાનની કારના એકાદ બાકી નીકળતા હપ્તા પેટે આટલી હદે દાદાગીરી કરી જવી ઉચિત ગણાય?
આદિપુરના વિસ્તારમાં રહી વેપાર કરનાર યુવાન એ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમા જણાવ્યા અનુસાર  ફરિયાદી યુવાને વર્ષ ૨૦૨૨માં ફોર્ચ્યુનર કાર ખરીદી હતી જે માટે તેણે આઈ.સી.આઈ.સી.આઈ. બેંકમાંથી લોન કરાવી હતી. નિયમિત લોનના હપ્તા ભરનાર ફરિયાદીનાં ઘરે લગ્નપ્રસંગ હોવાથી બે-ત્રણ હપ્તા ભરવામાં મોડું થયું હતું. તેમ છતાં હપ્તા ભરી નાખ્યા હતા. ડિસેમ્બરનો હપ્તો બાકી રહેતાં બેંકવાળા ઉઘરાણી માટે ઘરે અને ફરિયાદીની ઓફિસ વિસ્તારમાં આવ્યા હતા. 
અહી આવેલા આ શખ્સોએ ગાળાગાળી કરી ફરિયાદીને માથાંમાં હાથમાં પહેરવાનું કડું મારી ધોકા વડે માર માર્યો હતો. બાદમાં આ પૈકીના એક બની બેઠેલા ગુંડાછાપ તત્વએ તો ફરિયાદી યુવાનની છાતી ઉપર ચડી તેને મારી નાખવાના ઈરાદે તેનું ગળું દબાવી દીધું હતુ. આ તો યુવાને રાડારાડ કરતા તેનાં પગલે અન્ય લોકો આવી જઈ વધુ મારમાંથી છોડાવ્યા હતા. પરંતુ અહી સવાલ એ થાય છે કે, બેંક લોનની પડતર રકમ ભરપાઈ કરાવવા આ રીતે શું ગુંડાઓને મોકલી શકે છે ખરી? શું આ રીતે મારામારી કે જીવલેણ હુમલાઓ કરી અને આતંક મચાવનારા ગુંડાછાપ તત્વો રીકવરીની રકમ જે-તે બેંકમાં જમા કરાવવે છે ખરા? જાણકારો કહી રહ્યા છે કે, આવા આવારા તત્વો બેંકની રીકવરીના નામે રકમ પડાવી લઈ અને ખુદના જ રાશન પાણી ભેગા કરતા હોય છે, જે બેકની રીકવરી કરવાની થતી હોય તેને રકમ આપવાના બદલે ખુદ જ ગજવા ગરમ કરી લેતા હોવાનુ મનાય છે. હકીકતમાં ગાંધીધામ જેવા વેપારી સંકુલમાં આ રીતે કોઈ યુવાન વેપારી પર લોનના બાકી નીકળતા હપ્તાઓની ધોક્કાછાપ વસુલી કરવામાં આવી હોય તો એ પોલીસને માટે પણ પડકાર રૂપ ઘટના જ બની રહી છે. આવા કિસ્સામાં પોલીસે બનાવની ગંભીરતા સમજવી જોઈએ અને લુખ્ખા લવરમુછીયા તત્વોને પણ કાયદાથી નશ્યત કરવામાં આવે તે ખુબજ અનિવાર્ય બની રહ્યું છે.

Comments

COMMENT / REPLY FROM