Trending News
સ્થાનિક સમાચાર

દેશના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ધોરાવીરા ની મુલાકાત લઈ અભિભૂત થયા

16 December


રાપર :વિશ્વ પ્રસિદ્ધ હડપ્પન સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે તેવા વર્લ્ડ હેરિટેજ સ્થળોની યાદી મા જેનો સમાવેશ કરવામાં આવ્યો છે તેવા ખડીર દ્વીપ સમૂહ ના ધોરાવીરા ની મુલાકાત દેશના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર આવ્યા હતા જેમને આવકાર પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર ખડીર પીએસઆઇ ડી.જી પટેલ સહિત ના અધિકારીઓ એ આવકાર આપ્યો હતો ધોરાવીરા ની હડપ્પન સંસ્કૃતિના પ્રતીક સમાન સાઈટ તથા સિંધુ સંસ્કૃતિ દરમિયાન ની રહેણી કહેણી તથા પાણી વ્યવસ્થા તથા તે સમય ના અવશેષો નુ મ્યુઝિયમ નિહાળી અભિભૂત થયા હતા ધોરાવીરા સાઈટ હેવન ટુ રોડ રણ દર્શન સંધ્યા દર્શન તથા ફોશિલ્સ સાઈટ નિહાળી હતી મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ધોરાવીરા ની મુલાકાત દરમ્યાન સિંધુ સંસ્કૃતિ ના લોકો ની રહેવા માટે તથા પાણી સંગ્રહ તથા જે તે સમય ની ભાષા તથા ઓજારો ની જાણકારી મેળવી હતી.

Comments

COMMENT / REPLY FROM