કાસેઝના તટસ્થ-કડક ડીસીશ્રી ગોર ફરમાવે : સોપારી દાણચોર મનપ્રિત હવે ઝોનમાં ખજુર(ડ્રાયડેટસ)ના કન્ટેઈનરો સગેવગે કરવાની ફિરાકમાં
ઝોનમાં ખજુર પ્રતિબંધિત છે, પોતાના યુનિટમાંથી અન્યના યુનિટમાં લઈ જઈ અને બહરા કાઢવાની મનપ્રિતે આદરી છે છાની હલચલ : કસ્ટમના ભ્રષ્ટતત્વોની બલિહારી કામ ન કરી જાય..ઃ કયા અપ્રેઇઝરની મનપ્રિત સાથે થયેલ છે ગોઠવણી?
કસ્ટમનો ભ્રષ્ટ અજીત મહેરબાન તો મનપ્રિત જેવા દાણચોરો બની ગયા છે પહેલવાન : અગાઉ ઝોનમાથી આ અજીતને ઉચ્ચ અધિકારીઓએ બહાર તગેડી મુકયો હતો, પરંતુ યેન-કેન પ્રકારે અજીત હવે ફરીથી મુંદરામાં ગોઠવાઈ ગયો હોવાથી અજીતે મજબુત બનાવેલા દાણચોર ફરી માથુ ઉચકી રહ્યા હોવાનો દર્શાય છે વર્તારો : ઝોનના અધિકારીઓ ચેતતા રહેજો, આ અજીત અગાઉ કઈક સ્મગલીંગ પ્રકરણમાં પડદા પાછળની ભુમિકામાં રહી ચૂકયો છે શંકાસ્પદ :
ખાનગી વેરહાઉસમાં ટીસ્યુની આડમાં પ્રતિબંધિત વિદેશી સિગારેટ અજીતના કયા સબંધિના નામે મગાવાઈ હતી?
ખોટલે મોટી ખોટ : ખજુર(ડ્રાય ડેટસ)તો કાસેઝમાં ઈમ્પોર્ટ કરવા પર જ પ્રતિબંધ લગાડી દેવાયો છે, તો પછી મનપ્રિતના યુનિટમાં ખજુરના કન્ટેઈનરો પહોચ્યા જ કેવી રીતે? કોની મંજુરીથી? મનપ્રિતની સાથે કોણ કોણ છે મળેલા..? હવે મનપ્રિત ખજુર બહાર કાઢી ન જાય તે તો જોવુ જ જોવું રહ્યુ..પરંતુ પ્રતિબંધ હોવા છતા આ મનપ્રિતના યુનિટમાં ખજુરના કન્ટેઈનર પહોંચ્યા કેવી રીતે? તેની થવી જોઈએ જીણવટભરી તટસ્થ તપાસ..!
ગાંધીધામ : વિદેશી હુંડીયામણ ભારતમાં લાવવુ અને તેનાથી દેશનો જીડીપી ઉંચો કરવાની દીશામાં સરકારે દેશભરમાં સેઝ એકમોની સ્થાપના કરી હતી પરંતુ આ સેઝ એકમોમાં કેટલાક ભેજાબાજ દાણચોર તત્વો અને સરકારના કસ્ટમ સહિતના અમુક ભ્રષ્ટ અધિકારીઓની એક સિન્ડીકેટ સરકારની તિજોરી પર રીતસરની લુંટ ચલાવવાના અડ્ડા જ બનાવી બેઠા હોય તેમ દાણચોરીને અંજામ આપતા ફરી રહ્યા છે. કચ્છમાં પણ કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોન કાર્યરત છે અને અહી ડ્રાય ડેટસ એટલે કે ખજુર મંગાવવા પરપ્રતિબંધ છે તેમ છતા પણ સોપારી દાણચોરીમાં ચકચારી રહી ચૂકલ મનપ્રિત બેધડક બનીને ડ્રાયડેટસ ન માત્ર મંગાવી અને ખુદના યુનિટમાં રાખી ચૂકયો છે બલ્કે તે અહીથી આ ખજુરને ઈન્ટ્રાઝોન દર્શાવી અને તેને ડીટીએ કરવાની પણ પેરવી કરી રહ્યો હોવાની વાત સપાટી પર આવવાપામી રહી છે. આ બાબતે ચર્ચાતી વીગતો અનુસાર ખજુર આયાત કરવા પર ઝોનમાં બેન લાગેલ છે. ઉપરાંત પણ મનપ્રિત નામનો સોપારી દાણચોર આજથી ત્રણ માસ પહેલા પોતાના યુનિટમાં ડ્રાયડેટસનો જ્થો લાવ્યો હોવાનુ સામે આવી રહ્યુ છે. જો કે આ ડ્રાયડેટસ ડીટીએ થઈ શકે તેમ ન હોવાનુ જાણતા આ શખ્સ દ્વારા ઈન્ટ્રા ઝોનની ગોઠવણીઓની છાની કવાયત બે રોજથી હાથ ધરી હોવાનુ કહેવાઈ રહ્યું છે. પોતાના યુનિટમાથી અન્ય યુનિટમાં આ ખજુર ટ્રાન્સફર કરી અને તેને ડીટીએ કરી દેવાની ગોઠવણીઓ માટે આ મનપ્રિતે દોડધામ કરી હોવાનુ મનાઈ રહ્યું છે. આ બાબતે કસ્ટમ અને કાસેઝ પ્રશાસન એલર્ટ બને તો ઠીક છે નહી તો આ રીતે અગાઉ પણ અનેકવવખત ચકચારી રહેલ આ શખ્સ ખજુરને ઈન્ટ્રાઝોન ઠાલવી અને લોકલ બજારમાં ડમ્પ કરી અને મોટી ડયુટીચોરીને અંજામ આપી જવામાં સફળ રહેશે તેમ મનાય છે. જો કે અહી સવાલ તો એ જ થવા પામી રહ્યો છે કે, આ શખ્સ પર અગાઉ મુંદરામાં સોપારી મિસડીકલેરેશનના કેસમાં ફરીયાદ થઈ ચુકી છે, તે આવા કિસ્સાઓમાં જેલવાસ પણ ભોગવી ચૂકયો છે તો પછી અહી તેનુ યુનિટ કેમ ધમધમી રહ્યુ છે? આ શખ્સ કેવી રીતે અહી પોતે પણ બિનાસ્ત ફરી રહ્યો છે? કેમ આ બાબતે કોઈ નોધ નથી લેવામા આવતી? ડીઆરઆઈ કે જે કેાઈ એજન્સીએ તેના પર કાર્યવાહી કરી છે તો શુ તેમના પાસેથી જે-તે ગુના બાબતે આ મનપ્રિતને એનઓસી મળી જવા પામી છે ખરી? જો નથી મળી તો પછી તે ઝોનમાં કેવી રીતે બિનધાસ્ત ફરી રહ્યો છે અને ધંધાઓ કરી રહ્યો છે? આ બાબતે પણ પ્રશાસનકારોએ વધારે સતર્કતા દાખવવી જ ઘટે.

Comments