મીઠીરોહરના ગોડાઉનમાથી ૧૭ લાખના ચોરાઉ કલર ખરીદનારાઓ સુધી તપાસ કેમ ન લંબાઈ? નામો કમી કરવા પેટે કેટલાનો વહીવટ?
ખોટલે મોટી ખોટ : ફરીયાદ નોધાઈ ગઈ છે, મુદામાલ રીકવર કરાયો છે તો કેટલાનો થયો? પુરોપુરો મુદામાલ રીકવર કરાયો કે નહી? જો કરી લેવાયો છે તે આ ચોરાઉ કલર કયાથી રીકવર કરાયો? ચોરાઉ કલરની ખરીદી કરનારાઓ કોણ હતા? કેમ તેમના નામો હજુ સુધી કયા નથી આવતા બહાર? શુ બધાય આરોપીઓ ફરીયાદમાં દેખાડાયા છે કે પછી આ ટોળકીના અમુકના નામો કમી કરી દેવાયા છે?
ગાંધીધામ : ગાંધીધામ : તાલુકાના મીઠીરોહર ગામ ખાતે આવેલા એક ગોડાઉન માંથી ૧૮૩ બાલદી કલરની ચોરી થઈ જતા ચાર શખ્સો સામે તાજેતરમાં જ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. મીઠીરોહર જીઆઇડીસીમાં આવેલા મહાલક્ષ્મી વેરહાઉસ ૩૪ અને ૩૫ માં રિષભ લોજિસ્ટિક પેઢીમાં એશિયન પેન્ટ કલરનું મેનેજમેન્ટ કરવાનું કામ કરવામાં આવે છે આ ગોડાઉનમાં મુંબઈથી કલર આવે બાદમાં કંપનીના સૂચના મુજબ માલ જુદી જુદી જગ્યાએ પહોંચાડવામાં આવે છે ગત ૨૬ મી એ માલની ગણતરી કરાતા ૧૮૩ બાલદી ઓછી મળી આવી હતી જેથી સીસીટીવી ફૂટેજ ની તપાસ હાથ ધરાતા સિક્યુરિટી ગાર્ડ રણછોડ મીઠું પરમાર કેમેરા બંધ કરતો દેખાયો હતો અને બાદમાં ગેટ પર વોચ રાખી હતી જ્યારે પંકજ વિક્રમ રાઠોડ, ભરતનાથ જયેશ નાથ નાથ બાવા અને દિલીપ વાલજી ગોહિલ નામના શખ્સોએ ગોડાઉનમાં ઘુસી જુદી જુદી ૧૮૩ બાલદી કલર કિંમત ૧૭.૨૬ લાખનો મુદ્દામાલ બોલેરો માં ભરીને નાસી ગયા હોવાની ઘટના બનવા પામી હતી. આ પ્રકરણમાં ફરીયાદ થઈ છે તેને લઈને જાણકારવર્ગમાથી સવાલો ઉભા થવા પામી રહ્યા છે અને કહેવાય છે કે, હકીકતમાં જે ચાર નામો અપાયા છે તે તો આખી ટોળકીનો ભાગ જ રહેલા છે હકીકતમાં આ કલરચોર ગેંગમાં હજુ અન્ય શખ્સો પણ સંડોવાયેલા જ હતા પરંતુ તેઓનાનામો ફરીયાદમાં કયાંય દેખાતા ન હેાવાથી સવાલો ઘેરાઈ રહ્યા છે. એમ પણ કહેવાય છે કે, ૧૭ લાખનો ચોરાઉ માલ ખરીદૌ કોણે હતો અથવા તો ખરીદનાર કોણ હતુ? તેના સુધી પણ તપાસ લઈ જવી જોઈએ પણ આશ્ચર્ય જનક રીતે હજુ સુધી આવા કોઈ જ નામો કયાંય આગળ આવતા ન દેખાતા જાણકારવર્ગ સવાલ કરી રહ્યો છે કે, આ ફરીયાદમાં નામો કમી કરવા પેટે વહીવટ કરવામાં આવ્યો છે કે શું? અને વહીવટ કરાયો છે તો એ કોણે કર્યો છે? એટલે કે કયા પલળેલા ખાખીધારીઓની આ પ્રકરણમાં નામો કમી કરવા પેટે વહીવટ લેવાની ભુંડી ભુમિકા ભજવાયેલી છે? મુદામાલ પણ સબંધીત ખાખીધારીઓએ રીકવર કર્યો તો કેટલો કર્યો છે? બધો જ મુદામાલ રીકવર કરી લેવાયો છે? આ જથ્થો કયાથી અને કોના કબ્જામાથી મળી આવ્યો છે? ખરેખર આ પ્રકરણના ઉકેલમાં ત્યા સુધી તપાસ લંબાવવી જોઈઅ. જાણકારો કહી રહ્યા છે કે, ચોમાઉ માલ ખરીદનારાોના નામો જાહેર ન કરવા પેટે પાંચ લાખનો વહીવટ કરી લેવામા આવ્યો છે?આ કેટલુ સાચુ છે તે તો હવે જયારે કાર્યવાહી થાય અને તેમાં ચોરાઉ માલ ખરીદનારાઓના પણ બધાયના નામો સામે આવે તેમની સામે પણ કાર્યવાહી થાય છે કે નહી? તેના પરથી જ ખબર પડી શકે તેમ છે.

Comments