પૂર્વ કચ્છ ખાણખનિજ વિભાગના શ્રી પટેલની માટીચોરો સામે લાલઆંખ : અંજારના લાખાપર પાસે દરોડો : ૧ કરોડ થી વધુનો મુદામાલ ઝડપાયો
શ્રી પટેલની ટીમ દ્વારા રાત્રિના સરપ્રાઈઝ ચેકીંગ વખતે ૧ હીટાચી, ૧ ડમ્પર, પ૦ લાખની માટી-મોરમ સહિતનો મુદામાલ કરાયો કબ્જે : માપણી-સર્વે સહિતની આગળની કાર્યવાહી હાથ ધરાઈ : માટીચોર ટોળકીમાં ફેલોયો ગભટરા
ગાંધીધામ : રણ, દરીયો અને ડુંગરની ત્રિવિધ સોંદર્યતા ધરાવતા કચ્છ જિલ્લાના પેટાળમાં અલભ્ય અને અદભુત અનેકવિધ ખનીજનો ખજાનો ધરબાયેલો છે. અહી ખનીજચોરો આ ખનીજ પર લુંટ ચલાવવા માટે હમેશા કારસાઓ રચતા રહે છે પરંતુ પૂર્વ કચ્છમાં ખાણખનિજ વિભાગના સિનિયર ભુસ્તરશાસ્ત્રીશ્રી પટેલની કાયદાના હિતમાં ધોક્કાછાપ કામગીરીથી વિવિધ તાલુકાઓમાં એક પછી એક ખનીજચોરી કરનારાઓ પર ધોંષ વર્તાતી જોવાઈ રહી છે. દરમ્યાન જ તાજેતરમાં જ અંજારના લાખાપર પટ્ટામાં પણ આવી જ ખનીજચોરી ઝડપાઈ હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ બાબતે પૂર્વ કચ્છ ખાણખનિજ વિભાગના શિનિયર ભુસ્તરશાસ્ત્રી શ્રી એન એ પટેલને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, તેમની ટીમ રાબેતા મુજબ અલગ અલગ વિસ્તારોમાં સરપ્રાઇજ ચેકીંગ કરતી હોય છે. દરમ્યાન જ અંજાર તાલુકાના લાખાપર વિસ્તારમાં ગત મોડી રાતે તપાસ કરી રહી હતી તે વખત લાખાપર સીમમાં ગેરકાયદસર રીતે માટી-મોરબનું ખનીજ કરતા જણાઈ આવતા સ્થળ તપાસ કરાઈ હતી અને ત્યાથી અંદાજીત પ૦ લાખની રકમની માટી-મોરમ તથા એક ટાટા હીટાચી મશીન અને એક ડમ્પરની ઝડતી લેવામા આવી છે. સ્થળ પરથી કોઈ જ પ્રકારના રોયલ્ટી પાસ પરવાના મળી આવવા પામ્યા નથી, મુદામાલ સિઝ કરી અને આગળની કાર્યવાહી હાલ તુરંત હાથ ધરવામાં આવી છે. કેટલા સમયથી અહી આ પ્રકારની માટી ચોરી ચાલી રહી છે? ખોદાણની માપણી અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે તે તરફથી કેટલાક પ્રમાણમાં માટી મોરમનુ ગેરકાયદેસર ખનન કરવામા આવ્યુ છે તે ખ્યાલ આવી શકશે અને તે બાદ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવમાં આવશે તેવુ શ્રી પટેલે જણાવ્યુ હતુ. નોધનયી છે કે, શ્રી પટેલ અને તેમની ટીમ દ્વારા પાછલા અમુક સમયથી એક પછી એક પૂર્વ કચ્છના અલગ અલગ તાલુકાઓમાં લાલઆંખ કરતી કાર્યવાહી કરવામાં આવી રહી હોવાથી અહીના ખનીજચોર તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

Comments