ગાંધીધામના ભારતનગરના ગોડાઉનમાંથી અનાજ ચોરાયું
રાતના સમયે કોઈ શખ્સો ર૦ હજારના ચોખા, ચણાદાળ, તેલ ઉઠાવી ગયા
ગાંધીધામ : કચ્છમાં પવનચક્કી અને વીજ કંપનીઓના કેબલ, ઘરફોડ ચોરી, વાહન ચોરી, મંદિર ચોરી તેમજ પૂર્વ કચ્છમાં એક્સપોર્ટ માટે રાખેલા ચોખા, સોયાબીનની ચોરી થતી હોય છે, પરંંતુ શહેરી વિસ્તારમાં અનાજ ગોડાઉનમાંથી રસકસનો સામાન ચોરાયો હોવાની ઘટના સામે આવી છે. ખરેખર મજબૂરી હતી કે, પછી શું ? તે સવાલ ઉઠી રહ્યો છે. સામાન્ય રીતે તસ્કરો નાણાંની ચોરી કરતા હોય છે, પણ ગાંધીધામના ભારતનગરમાં પ્લોટ નંબર ર૭માં આવેલ ગોડાઉનમાંથી અનાજ ચોરાયું છે. ફરિયાદી આશિષભાઈ ડાયાભાઈ ઠક્કરના જણાવ્યા પ્રમાણે કરિયાણાના માલસમાનમાંથી ચોરાના ૩૦ કિલોના ૯ કટ્ટા, ચણાદાળનું ૩૦ કિલોનું એક કટુ અને તિરૂપતિ કપાસીયા તેલના પાંચ લિટરના બે કેન મળી ર૦,૪૮૦ના મુદામાલની ચોરી થઈ હતી. રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૬ઃ૩૦ દરમિયાન ગોડાઉનનું લોક તોડી ચોરી કરવામાં આવી હતી.

Comments