Trending News
સ્થાનિક સમાચાર

ભરશિયાળે ગાંધીધામ સંકુલમાં પાણીની મોકાણ : છે..ને..નર્મદા નિગમ- પાણી પુરવઠા બોર્ડના નપાણીયા અધિકારીઓની ભ્રષ્ટ બલિહારી...!

14 December

અંજારના પ્રાંતશ્રીએ ગંભીરતા દાખવી, જો કે GWIL  લેવો જોઈએ ઉધડો




નગરપાલિકાના સફાળા જાગેલા પદાધિકારીઓએ તાજેતરમાં જ પ્રાંત અધિકારી સાથે બેઠક યોજી : પ્રાંતશ્રીએ સીઈઓઅ સુધરાઈ ઉપરાંત પા.પુ.બોર્ડના અધિકારીઓને નિરાકરણ લાવવાના સુચનો આપ્યા-તાકીદ કરી પરંતુ શહેરીજનો-પ્રજાજનોને પીવાના પાણી માટે નર્મદાની જે લાઈનો નંખાઈ છે તે આડેધડ આસપાસની કંપનીઓ-ઔદોગીક એકમોને પાણી પધરાવી દેનારા ગુજરાત વોટર ઈન્ફ્રાટ્રકચર લી.કંપનીના જનરલ મેનેજર સહિતના અધિકારીની મેલી રણનીતીઓ સામે કેમ લાલઆંખ નહી? : ખરેખર તો આવી કંપનીઓમાં આકસ્મિક ચેકીંગ કરવાની જરૂર છે : વાલ્વમેન સહિતનાઓની એક મોટી સિન્ડીકેટ આ પ્રકારની પાણી ચોરીમાં સંડોવાયેલી હોવાને



કંપનીના ગેરકાયદેસર કનેકશનો એકની જગ્યાએ અનેક આવેલા છે તેની મીટર રીડીગમાં હપ્તા બાંધેલા હોવાની છે ચર્ચા


ખોટલે મોટી ખોટ : ગાંધીધામ સુધરાઈ દ્વારા કેટલી પાણીની ડીમાન્ડ કરાય  છે, સંકુલનીજરૂરીયાતના પ્રમાણમાં કયા કારણોસર પાણી ઓછુ અપાય છે? નર્મદા નિગમ, જીડબલ્યુઆઈએલના અધિકારીઓના કેમ નથ લેવાતા કડક પુછાણા? નર્મદા જળની પાઈપલાઈન તો કચ્છમાં ભુકંપ પહેલાથી પથરાયેલી છે, ઉદ્યોગો તો આજકાલના આવેલા છે? કચ્છીજનોના હિતનુ પાણી આડેધડ ગેરકાયદેસર કનેકશનોથી ઉસેડાઈ રહ્યુ છે? છતા કેમ કોઈના પેટનુ નથી હાલતુ પાણી?


ગાંધીધામ : પૂર્વ કચ્છનું ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ સંકુલ ભરશિયાળામાં પાણીને માટે વલખા મારતી સ્થિતીમાં આવી જવા પામ્યું છે. અનેકવીધ રજુઆતો છતા પણ પા.પુ. બોેર્ડ સહીતનાઓ દ્વારા જાણે કે કોઈ પણ પ્રકારની ફિકર જ ન હોય તે રીતે સંકુલમાં પાણીનો કાળો કકળાટ ઉભો થવા પામી ગયો હતો ત્યારે તાજેતમાં જ અંજારના પ્રાંત અધિકારીશ્રીએ વિષય પર સંકલન કરતી બેઠક યોજી હતી. ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, હકીકતમાં ય્ઉૈંન્ -નર્મદા નિગમની કચેરીના જવાબદારોના જ આ પ્રકારની લાપરવાહી સબબ કાન આમળવાની જરૂરીયાત 
રહેલી છે.અહી જાણકારો દ્વારા સવાલો ઉઠાવવામા આવી રહ્યા છે કે, નર્મદાનું પાણી કેટલુ કચ્છને ફાળવાય છે? કેટલુ ગાંધીધામ નગરપાલિકાની ડીમાન્ડ છે? તેની સામે શા માટે ઓછુ અપાઈ રહ્યું છે? ગાંધીધામ સંકુલના હિતનું પાણી અન્યત્ર કયા ડાયવર્ટ કરવામા અવે છે? કોણ આવુ કૃત્ય કયા લાભ-ગેરલાભો ખાટી લેવાના હેતુથી કરે છે? ઉદ્યોગોને ગેરકાયદેસર રીતે અપાતા નર્મદા પાણીના જોડાણોની કેમ નથી કરવામા આવતી આકસ્મિક ઝુંબેશરૂપ તપાસ? પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે કે, કંપનીને તો એક જ જોડાણ અપાયેલ છે પરંતુ જીડબલ્યુઆઈએલ તથા નર્મદા નિગમના અમુક બની બેઠેલા ભ્રષ્ટ અધીકારીઓની સાથે સેટીંગ કરીને કે પછી તેમના મોઢે ભ્ર્‌ષટાચારના ડુચ્ચાઓ ભરાવીને આ કંપનીઓ આડેધડ બે-ચાર કનેેકશનો રાખી બેઠી છે. કંપનીઓ પાણીના આવા જોડાણો પાછલા બારણેથી ધરાવી રહી છે જેમાં પ્રજાજનો કેાઈ ગતાગમ જ રહેલ ન હોય તેવી સ્થિતી સર્જાયેલી દેખાય છે.  પ્રજા હિત માટે આવતુ પાણી આ રીતે જ ઉદ્યોગો ઉપયોગમાં લઈ રહ્યા છે.  હકીતમાં આ નર્મદાનુ પાણી ઉદ્યોગો માટે છે જ નહી. પહેલા ઉદ્યોગો આવ્યા કે નર્મદાની પાણીની લાઈનો પથરાઈ? ઉદ્યોગો તો ર૦૦૧ના ભુકંપ બાદ આવી ચડયા છે, નર્મદાની લાઈન તો એ પહેલાથી જ અહી પથરાયેલી હતી, એટલે આમપ્રજાજનોના હિતનુ પાણી ગેરકાયદેસર રીતે ઉદ્યોગો ભ્રષ્ટ સરકારી બાબુઓના મોઢે ડુચ્ચાઓ ભરાવી અને ઉસેડી રહ્યા છે તો શહેરો ભરશિયાળે તરસ્યા જ રહેવાના છે ને..? જે રીતે અંજારના પ્રાંત અધિકારીશ્રીએ ગાંધીધામ-આદિપુર સંકુલના પીવાના પાણીની સમસ્યાના ઉકેલ માટે બેઠક યોજી અને તેમાં સુધરાઈના અધિકારીઓ ઉપરાંત પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓની સાથે સંકલનરૂપ ચર્ચા કરી અને બન્નેને વેળાસર જ ઘટતુ કરાવવા તાકીદ કરી છે તેવી જ રીતે નર્મદા નિગમ અને જીડબલ્યુઆઈએલના અધિકારીઓનો પણ તેઓએ ઉધડો લેવો જોઈતો હતો તો જ  સાચી સમસ્યા પાણી કટોકટીની સામે આવે અને પ્રજાહીતનુ પાણી બારોબાર ઉસેડી જનારા ઉદ્યોગોને પણ શબક મળે તથા સંકુલની પાણીની સમસ્યાનો પ્રશ્ન હંગામી નહી પણ કાયમી ધેારણે જ ઉકેલાઈ શકવા પામ્યો હોત તેમ જાણકારો કહી રહ્યા છે.

Comments

COMMENT / REPLY FROM