Trending News
સ્થાનિક સમાચાર

ધમેન્દ્ર દબોચાય તો જેલમાં બેઠા-બેઠા જ વકરી ચુકેલા  દારૂ સહિતના બેનામી ધંધાના નેટવર્કનો થાય ખુલાસો

14 December

પડાણાની સીમમાંથી લાખોના શરાબકાંડના પર્દાફાશ ટાંકણે લાલબત્તી...



ધમેન્દ્રના ગુનાહિત ચારિત્ર્યનો ઈતિહાસ કેમ ને ફંફોસાય? આદિપુરમાં એટીએમ લુંટ, અંજારમાં ફાયરીંગ સાથેની લુંટ સહિતના ગુનામાં કોની સંડોવણી સત્તાવાર રીતે જ ખુલી ચુકી છે? હકીકતમાં જે વિસ્તારમાં માથાભારે ગુનાઓને અંજામ આપનારા છે તેવા આરોપીઓને 
અન્ય જિલ્લાની જેલોમાં જ તગડી દેવા જોઈએ..! : કહેવાય છે કે, ધમેન્દ્રએ જેલમાં બેઠા બેઠા જ અન્ય ગુનાહિત તત્વોની 
સાથે સેટીંગ કરી અને દારૂના વ્યાપક નેટવર્કને વિકસાવી દીધું છ : દારૂનો કેસ કરાયો છે તો હકકીતમાં આ કેસોની તપાસ થાય તેની ચાર્જસીટમાં તહોમતદારો સામે તેમની સામે દાખલ થયેલા અગાઉના કેસોની પણ રજુ કરવી જોઈએ બધી જ માહીતી

અગાઉ હથિયારોના સોદાગરો અમદાવાદ-સુરતમાં હતા, હવે કચ્છમાં પડયાપાથર્યા હોવાની છે ચકચાર : જેલોમાં જે રીતે 
ગૃહમંત્રીશ્રીએ રાતોરાત જ ઓપરેશન કરી અને સામુહીક સાફસફાઈ કરી દીધી હતી, તેવી એક સામુહીક ઝુંબેશ રૂપ તવાઈ મધરાતે ફરીથી 
ઉપાડવાની દર્શાય છે જરૂરીયાત : તેમાં જે કોઈ ભ્રષ્ટ ખાખીધારીઓ ઝપ્ટે ચડી જાય તેમની સામે સસ્પેન્સન પુરતી જ કાર્યવાહી કરવાના બદલીે તેવા અધિકારીઓને જેલભેગા કરી અને તેમના નોકરીના બાકી બધા જ લાભો પણ અટકાવી દેવાની કરવી જોઈએ કડક કાર્યવાહી’


ગાંધીધામ : હરીયાણા પાનીપતથી ગાંધીધામ સુધી આવી પહોંચેલો તેર લાખની કિમંતનો ભારતીય બનાવટનો અંગ્રેજી શરાબ સગેવગે થાય તે પહેલા જ પૂર્વ કચ્છ પોલીસીની ટુકડીએ આ મુદામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડયો હોવાની વિગતો સત્તાવાર રીતે જ તાજતેરમાં બહાર આવવા પામી ગઈ છે. બે ટ્રક ચાલકની ધરપકડ કરાઈ માલ મંગાવનારા શખ્સો સહિતના ફરાર થઈ ગયા હોવાનુ પોલીસ ચોપડે ચડયું છે. 
પાણીપતથી આ દારૂ આવ્યો, તે માલ મોકલનાર અને મંગાવનાર શખ્સ તરીકે મેઘપર બોરીચીના રહેવાસી ધમેન્દ્ર ચૌધરીનું નામ ખુલવા પામયુ છે જેને પકડવાની કવાયત હાલતુરંત ચાલી રહી છે તેવા સમયે જાણકારો કહી રહ્યા છે કે, જો આ ધમેન્દ્રને વહેલાસર જ દબોચી લેવામા આવશે અને તેના કડક રાહે રીમાન્ડ મેળવાશે તો જેલમાં બેઠા બેઠા જ આવા માથાભારે આરોપીઓ દારૂના નેટવર્કને કેવી રીતે, કોની કોની મદદથી, મીલીભગતથી, શેની શેની અવેજીના લાભાલાભમાં મદદરૂપ બની રહ્યા છે અને માયાજાળ ચલાવી રહ્યા છે તેનો પણ એક મોટો પર્દાફાશ થવા પામી શકે તેમ છે. જાણકારો કહી રહ્યા છે કે જો આ ધમેન્દ્રને દબોચવામાં આવશે અને તેના કડકમાં કડક રાહે રીમાન્ડ લેવાશે અને તેનો પૂર્વ ચારિત્રય ઈતિહાસ ચકાસવામાં આવશે તો ધમેન્દ્રની સંડોવણી અગાઉ કચ્છમાં જ મેાટા મોટા ગંભીર ગુનાઓમાં રહેલી હોવાનુ બહાર આવશે. આદિપુરમાં આયોજનબદ્ધ રીતે એટીએમ લુંટની જે ઘટના બની હતી તેમાં આ ધમેન્દ્રની સંડોવણી ખુલવા પામી ચુકી છે તો વળી અંજારમાં ફાયરીંગ કરી અને જે લુંટની ઘટનાન ેઅંજામ આપવામાં આવ્યો હતો તેમાં પણ ધમેન્દ્રની મીલીભગત સામે આવી ગઈ છે. કહવાય છે કે, આ ધમેન્દ્રએ કચ્છમાં જેલમાં રહીને જ અખ્ય ખુંખાાર ગુનાહિત તત્વોની સાથે હાથ મીલાવી અને હરિયાણાથી દારૂની લાઈનનુ પણ મોટું નેટવર્ક ગોઠવી લીધુ હતુ અનુ પડાણામાં પકડાયેલ બાર લાખનો દારૂનો મુદામાલ તો પાસેરામાં પુણી સમાન જ છે, આ પહેલા ધમેન્દ્ર આણી ટોકળીએ આવો તો કેટકેટલો દારૂનો તગડો જથ્થો હરીયાણાથી કચ્છમાં નહી ઘુસાડી દીધો હોય તેની શું ખાત્રી? આ બાબતે પોલીસતંત્રના ઉચ્ચ અધિકારીઓએ જાગૃત બનવાની જરૂર છે અને ખરેખર તો આવા તત્વોના ગુનાહિત ઈતિહાસ ફંફોસી અને તેની સામે આયોજનબદ્ધ ગુનાઓને અંજામ આપવા બદલ કડકમાં કડક કલમો તળે લાલઆંખ કરવાની તાતી જરૂરીયાત રહેલી છે. આવા તત્વો કચ્છમાં અડ્ડો જમાવી બેસશે તો ભવિષ્યમાં ગંભીર આયોજનબદ્ધ કાઈમને અજામ આપતા પણ વાર નહી કરે જે પોલીસ માટે પડકારરૂપ સ્થિતી બની જવા પામશે. આવા તત્વોને માથુ ઉચકતા જ ડામવાનો હાલમાં સમયનો તકાજો બની જવા પામ્યો છે. 

Comments

COMMENT / REPLY FROM