પૂર્વ કચ્છ એલસીબીએ ઝડપેલ દાણચોરીયુકત સોપારીકાંડમાં ભાગબટાઈ ધરાવનાર કયા PI નું નામ છાનું રાખ્યું.?
પૂર્વ કચ્છ એસપીશ્રી બાગમાર ધ્યાને ન લે
એલસીબીએ ચુડવા પાસેથી ૧.૬૧ કરોડની વિદેશી ગેરકાયદેસર રીતે મંગાવાયેલી સોપારી ઝડપ્યાના ઘટનાક્રમમાં ચર્ચાઓ તેજ : મુદામાલ, ત્રણ આરોપીઓ પકડાયા, બે પકડવાના બાકી હતા, પરંતુ જેમની લીલીઝંડી અને ભાગબટાઈથી જ દોઢ કરોડથી વધુની સોપારીનો જ્થો મંગાવાયો તે પોલીસ અધિકારીનું નામ કયાંય ફરીયાદમાં કે અન્યત્ર કેમ ચોપડે ન ચડયુ? તેની પાછળ કેવી ગોઠવણો કરી લેવાઈ? યક્ષ સવાલ
ગાંધીધામ : પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાંન્ચની ટુકડીએ તાજેતરમાં જ ચુડવા હાઈવે પર એક ગેડાઉનમાંથીબિનઅધિકૃત રીતે આયાત કરવામાં આવેલી પોણા બે કરોડની આસપાસની સોપારીનો તગડો જથ્થો ઝડપી પાડયો હતો. આ સોપારી કાંડમાં એલસીબીએ જાગૃતી પૂૃવકની ધાક બેસાડતી કાર્યવાહી જ કરી દેખાડી છે.પૂર્વ બાતમીના આધારે એલસીબીએ ચુડવા સીમમાંથી સર્વે ન. ૧૬/એમાંથી રોકસોલ્ટ ડીકલેર કરી અને સોપારીના જથ્થો પ૩પ૯પ૧ કીલો જેની કિમંત ૧.૬૧ લાખ થવા પામી રહી છે તેની સાથે ત્રણ આરોપીઓને પકડી પાડયા હતા અને બે ફરાર શખ્સોને શોધવાની તજવીજ આગળની હાથ ધરી દીધી છે. તેવા સમયે હવે જાણકારો દ્વારા અહી સવાલ થઈ રહ્ય છે કે, આ સોપારીનો જથ્થાથે ઝોન બહાર પકડાયો છે એટલે કે કંડલા કે મુંદરા ઝોનમાથી નથી પકડયો ત્યારે આ રીતે રોકસોલ્ટ દર્શાવી અને સોપારી લાવવાની થઈ હોય તો તેમાં ચોકકસથી કોઈને કોઈ ખાખીધારીની સાથે સેટીંગ કરીને જ આ કારસ્તાન ગોઠવવામાં આવ્યુ હોઈ શકે? આવામાં જાણકારો કહી રહ્યા છે કે, સબંધિત કેસમાં પણ એક પીઆઈની ભાગબટાઈ રહેલી હતી પરંતુ આશ્ચર્યજનક રીતે જ આ આખાય કેસની તપાસમાં કે ફરીયાદમાં હજુ સુધી આ પીઆઈનું નામ કયાંય ખુલ્લીને બહાર આવવા પામ્યુ નથી? જાણકારો વધારે ચર્ચા સાથે પુછી રહ્યા છે કે, આ પીઆઈ કોણ? સોપારી દાણચોરીમાં કયા પીઆઈની ભાગબટાઈ હતી? ખરેખર જો આ બાબતે પૂર્વ કચ્છ એસપીશ્રી વધારે ઘનિષ્ઠ તપાસ ખુદ જાત અંગત રસ લઈને કરશે તો આ રીતે સબંધિત પીઆઈની રહેમનજર તથા ભાગબટાઈથી સોપારી દાણચોરીના કેટકેટલાય કારનામાઓ બહાર આવવા પામી જશે અને કેટલાય નવા નામોનો પણ આવા પ્રકરણોમો ખુલાસાઓ થઈ શકે તેમ મના છે.

Comments