રાપર પોલીસે મોટરસાયકલ ચોરી નો ભેદ ઉકેલી નાખ્યો
પોલીસે સાત ચોરાઉ મોટરસાયકલ સહિત ૨.૭૫ લાખનો મુદ્દામાલ કર્યો કબજે
રાપર :પોલીસે પોકેટકોપ મોબાઇલની મદદથી રાપર પો.સ્ટેશન વિસ્તારમાં ચોરી થયેલ મોટર સાયકલ રીકવર કરી તેમજ પુર્વ કચ્છ જીલ્લાના તથા રાજ્યના અન્ય જિલ્લાઓમાં દાખલ થયેલ બાઈક ચોરીના કુલ ૬ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. રાપર પોલીસ ઇન્સપેકટર જે.બી.બુબડીયા તથા ડી-સ્ટાફના માણસો વાહન ચેકીગમાં હતા તે દરમ્યાન પોકેટ કોપમાં વાહન સર્ચ કરતા હતા તે દરમ્યાન એક બાઈક ડાભુંડા ત્રણ રસ્તા ખાતે આવતા ઉભું રખાવી તેના ચેચીસ નંબર સર્ચ કરતા તે બાઈક જીજે- ૧૨- ડી.એલ - ૦૫૭૩ હોઇ જેની ખરાઇ કરતા ચોરી થયેલ હોઇ સદર મોટરસાયકલના ચાલકને ગુના કામે અટક કરી પુછ-પરચ્છ કરતા પોતે અન્ય મોટર સાયકલો પુર્વ-કચ્છમાંથી તેમજ અમદાવાદ તથા મહેસાણા જીલ્લાની હદમાંથી ચોરી કરી રાપર મધ્યે અલગ-અલગ જગ્યાએ રાખેલ હોવાની કબુલાત આપી હતી. જે તમામ મોટર સાયકલો કબ્જે કરી ચોરીમાં સંકળાયેલ અન્ય બે આરોપીઓને પકડી રાપર પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસે ગોવિદસિંગ સત્કારસિંગ સરદાર ઉ.વ-૧૯ રહે-દુધડેરી વિસ્તાર રાપર, કરીમશા મામદશા શેખ ઉ.વ-૨૩ રહે-દુધડેરી વિસ્તાર રાપર હાલે રહે-રબારીવાસજી.ઇ.બી પાછળ ભચાઉ, ભચુખાન સાયબખાન બલોચ ઉ.વ-૩૯ રહે-સમાવાસ રાપર મુળ.રહે-અમરાપર તા-રાપરની અટક કરી હતી. પોલીસે ચોરાઉ સાત બાઈકો સહીત કુલ રૂ. ૨,૭૫,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર જે.બી.બુબડીયા તથા પો.સ.ઇ પી.એલ.ફણેજા સહિતનો સ્ટાફ જોડાયો હતો.
====

Comments