યુવતીનો વીડિયો વાયરલ કરવાનું કહી ૬ મહિના સુધી બળાત્કાર ગુજારાયો
ભુજ : તાલુકાના માધાપર ગામે યુવતી સાથે બળાત્કાર ગુજારવામાં આવતા માધાપર પોલીસમાં ભુજના શખ્સ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ બાબતે ભોગ બનનારની ફરિયાદને ટાંકીને પ્રાપ્ત અહેવાલ પ્રમાણે આરોપી સરપટ નાકા બહાર રહેતા હિતેશ બચુલાલ જોગીએ પોતાના મોબાઈલમાં ફરિયાદીના ન્હાવા સમયનો વીડિયો હોવાનું કહી આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ફોટા, વીડિયો બતાવી મરજી વિરૂદ્ધ છેલ્લા ૬ મહિનાથી બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ પતિને મારી નાખવાની ધમકી આપી હતી. આરોપી દ્વારા બળાત્કાર ગુજારવામાં આવતા ભોગ બનનાર મહિલાએ માધાપર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જે આધારે પીઆઈ કે.એમ. ગઢવીએ તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

Comments