Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના ૩૬૪ ભૂલકાંઓને હૃદયરોગની બીમારી

13 December


કચ્છ સહિત રાજ્યભરમાં બાળ આરોગ્ય મામલે ચિંતાજનક સ્થિતિ : રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ બાળ આરોગ્ય ચકાસણી કાર્યક્રમમાં ચિંતાજનક માહિતી સામે આવી

કચ્છમાં બાળકોને વિવિધ ગંભીર પ્રકારની બીમારી : બે માસૂમો કેન્સરગ્રસ્ત : ૧૦૧ બાળકો કિડની રોગની રહ્યા છે પીડાઈ



ભુજ : કચ્છ સહિત રાજ્યભરમાં બાળ આરોગ્યના મામલે ચિંતાજનક સ્થિતિ હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવેલ બાળ આરોગ્ય ચકાસણી કાર્યક્રમમાં કેટલીક ચિંતાજનક માહિતી સામે આવી છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ આરોગ્ય ચકાસણીમાં રાજ્યમાં ૧૦૧પ બાળકોને હૃદયરોગની બીમારી હોવાનું સામે આવ્યું હતું. ર૭ર બાળકોને કિડની સંબંધિત બીમારી અને ર૬ર બાળકોને કેન્સરની બીમારી હોવાની વિગતો મળી છે.
સરહદી કચ્છ જિલ્લામાં ૩૬૪ બાળકોને હૃદય સંબંધી બીમારી, ૧૦૧ બાળકોને કિડનીની બીમારી અને ર બાળકોને કેન્સર હોવાનું ખૂલ્યું છે. કચ્છ જિલ્લાના માંડવી અને ભુજ તાલુકામાં એક-એક બાળક કેન્સરની બીમારીગ્રસ્ત હોવાનું આરોગ્ય ચકાસણીમાં સામે આવ્યું છે. તાલુકાવાઈઝ આંકડા મુજબ ભુજમાં ૭૧, ભચાઉમાં ૪૩, ગાંધીધામમાં પ૮, અબડાસામાં રર, અંજારમાં ૬૦, લખપતમાં ૧૦, માંડવીમાં ૧૮, મુંદરામાં ર૭, નખત્રાણામાં રર અને રાપર તાલુકામાં ૪૦ બાળકોમાં હૃદયની બીમારી જોવા મળી હતી. કિડની સંબંધી બીમારીની વાત કરીએ તો ભુજ તાલુકામાં ૩૧, અબડાસામાં ૪, અંજારમાં ૮, ભચાઉમાં ૧ર, ગાંધીધામમાં ૯, લખપતમાં ર, માંડવીમાં ૬, મુંદરામાં ૪, નખત્રાણામાં ૭ અને રાપર તાલુકાના ૧૪ બાળકોમાં કિડનીની બીમરીના લક્ષણો જોવા મળ્યા હતા. આ ઉપરાંત ભુજમાં ૧૮, અબડાસામાં ર, અંજારમાં ૮, મુન્દ્રા અને નખત્રાણામાં ચાર-ચાર, રાપર અને ગાંધીધામમાં પાંચ-પાંચ તથા ભચાઉ તાલુકામાં બે બાળકોને કાનની બીમારીનો ખૂલાસો થયો હતો. કચ્છ જિલ્લામાં નિયમિત ધોરણે બાળ આરોગ્યની ચકાસણી કરવામાં આવી રહી છે. હાલે કચ્છમાં ૬૪૭ બાળકોને નાની-મોટી બીમારી હોવાનું ચકાસણીમાં સામે આવ્યું હતું. કેન્સર, હૃદયરોગ, કિડની, કાન ઉપરાંત ૧૦૯ બાળકોમાં જુદા-જુદા પ્રકારની અન્ય બીમારીઓ હોવાનું સામે આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ૦ થી ૧ર વર્ષની વયના ૧.૯૯ કરોડ બાળકોને આરોગ્ય તપાસણીમાં આવરી લેવાશે, તે પૈકીના ૧.૯૧ કરોડ બાળકોના આરોગ્યને લગતી ચકાસણી પૂર્ણ કરી લેવામાં આવી છે. રાજ્ય સરકાર હવે ગંભીર પ્રકારની બીમારી ધરાવતા બાળકોને આગળની સારવાર પૂરી પાડશે અને તેમનો ડિજીટલ રેકર્ડ પણ તૈયાર કરશે.

 

Comments

COMMENT / REPLY FROM