Trending News
સ્થાનિક સમાચાર

બાડાના જીએચસીએલના સાડા એશ પ્રોજેક્ટને પર્યાવરણીય મંજૂરી અપાઈ

13 December


કેન્દ્રના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે આપી લીલીઝંડી : બાડા નજીક ૧૩પ૦ એકર વિસ્તારમાં ૩પ૦૦ કરોડના મૂડીરોકાણ સાથે શરૂ થશે પ્લાન્ટ 

ભુજ : કચ્છમાં જીએચસીએલના સોડા એશ પ્રોજેક્ટને મોદી સરકાર દ્વારા પર્યાવરણીય મંજૂરી અપાઈ છે. જીએચસીએલના માંડવી તાલુકાના સ્થાપનારા સોડા એશના નવા પ્લાન્ટ માટે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા પર્યાવરણીય મંજૂરી આપવામાં આવી છે. બે વર્ષના સમયગાળા બાદ કેન્દ્ર સરકારે માંડવીના બાડા ગામે ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ (જીએચસીએલ)ના ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. કંપનીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં કરેલ ફાઈલીંગમાં કચ્છના સોડા એશ પ્લાન્ટને પર્યાવરણીય મંજૂરી મળી હોવાની જાહેરાત કરી હતી.  જીએચસીએલના એમડી આર.એસ. જાલાનેના જણાવ્યા આ નિર્ણય થકી ગ્રીન એનર્જી અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નો સાકાર કરવાના પ્રયાસોને વેગ મળશે. બાડાના દરિયાકિનારે ૧૩પ૦ એકર વિસ્તારમાં સોડા એશ પ્લાન્ટ સાથે સોડિમ બાયકાર્બોનેટ એટલે કે, ખાવાના સોડા અને કોલસા આધારિત ૧ર૦ મેગાવોટનો કેટિટવ પાવર પ્લાન્ટ સમાવતો કેમિકલ સંકુલ તૈયાર થશે. જીએચસીએલ દ્વારા ૬પ૦૦ કરોડના ખર્ચ સાથે મહત્વાકાંક્ષી સોડા એશ પ્લાન્ટ શરૂ થશે. 
અત્રે ઉલ્લેખનીય છે કે, કંપનીએ આ પ્લાન્ટ માટે વર્ષ ર૦૧૭ વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ગુજરાત સરકાર સાથે એમઓયુ કર્યા હતા. વર્ષ ર૦રર મા ૬ ઠ્ઠી એપ્રિલના રોજ પ્રોજેક્ટ સાઈડ ખાતે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ હતી. જેમાં સ્થાનિકો દ્વારા ઈઆઈએ રિપોર્ટ બિનઅધિકૃત હોવાનું જણાવી પ્રોજેક્ટનો ઉગ્ર વિરોધ કર્યો હતો. કંપનીઓ ફેક્ટરીના લીધે થતી પર્યાવરણને હાનીને ખાળવા પર્યાવરણીય સંરક્ષણ અને સુધારણાના પગલાંઓ માટે ર૦૦ કરોડનો ખર્ચ કરવાની જોગાઈ કરી છે. 
જીએચસીએલનો પ્લાન્ટ કાર્યરત થયા બાદ અહીં વાર્ષિક ૧૧ લાખ ટન સોડા એશ, પ લાખ ટન કેન્સ સોડા એશ અને ર લાખ ટન સોડિયમ બાયકાર્બોનેટ (બેકીંગ સોડા)નું ઉત્પાદન થશે. સોડા એશનો મહત્તમ ઉપયોગ ડિટર્જન્ટ, પલ્વ, કાચ, કાગળ, સિરામીક જેવા ઉદ્યોગોમાં રો-મટેરીયલ તીરકે થાય છે. જ્યારે બેકિંગ સોડાનો ઉપયોગ બેકરીઓમાં અને અગ્નિશમન તથા ક્લિનીંગ એજન્ટ તરીકે 
થાય છે.

Comments

COMMENT / REPLY FROM