Trending News
ક્રાઈમ

પડાણા વિસ્તારમાંથી ચોખાની ગાડીમાં છુપાવીને લાવેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

12 December

પ૭.૧૩ લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ

રાપર : પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા  સરહદી રેન્જ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક  સાગર બાગમાર નાઓ તરફથી જીલ્લામાં પ્રોહીબીશનની બદીને નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોય જે બાબતે નાયબ પોલીસ અધિક્ષક  મુકેશ ચૌધરી અંજાર વિભાગ નાઓ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સપેક્ટર એસ.વી.ગોજીયા દ્વારા આ બાબતે અસરકારક કામગીરી કરવા જણાવેલ હોઈ જેે અનવ્યે સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા તે દ૨મ્યાન મળેલ બાતમી મુજબ ધર્મેન્દ્ર ચૌધરી (જાટ) (રહે. મેઘપર બોરીચી તા.અંજાર) પડાણા આદીત્ય આર્કેડ પાછળ આવેલ પ્લોટ નં-૮૧ સર્વે નં-૯૦ માં આવેલ આકાશ એન્ટરપ્રાઈઝ નામના બંધ પડેલ લાકડાના બેન્સાની અંદર ટ્રેલર વાહનમાં ચોખાની આડસમાં વિદેશી દારૂ મંગાવી ઉતારી સગેવગે કરી રહેલ છે જે આધારે રેઈડ કરી ટ્રેેલર ચાલક તથા તેની સાથેના ઈસમને પકડી પાડી ટેલર વાહનમાંથી તેમજ ત્યાં રહેલ રૂમમાંથી વિદેશી દારૂ - બિયરની પેટીઓ નંગ-૧૪૧ પકડી પાડી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવ્યો હતો.પોલીસે આરોપી સુનીલ સતવીર (ઉ.વ.-૧૯) (૨હે.બાલશી થાના મતલોડા તહે.મતલોડા જી.પાનીપત હરીયાણા) (ટ્રેલર ચાલક),  મહિપાલ  બલવીર (ઉ.વ.-૨૪) (રહે.ધશ્નોરી થાનાસંગતપુર તહે.નરવાના હરીયાણા (સેકન્ડ ટ્રેલર ચાલક)ને પકડી પાડ્યા હતા. જ્યારે અન્ય પાંચ આરોપીઓ ધર્મેન્દ્ર ચૌધરી (જાટ) (રહે.- મેઘપર (બોરીચી),તા.અંજાર) (માલ મંગાવનાર),  પ્રશાંત ચૌધરી (રહે મેઘપર (બો), તા.અંજાર) (માલ મંગાવનાર),  દિપક રહે- હરીયાણા (માલ મોકલનાર),  સીટુ (મદદગારી કરનાર), વિષ્ણુ ચૌધરી (મદદગારી કરનાર) તથા તપાસમાં નિકળે તે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.આ દરોડામાં રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ વ્હિસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ- ૪૩૨ કિ.રૂ. ૨,૯૬,૩૫૨ તથા ઓલ સેસન્સ ગોલ્ડ કલેકશન રીઝર્વ વ્હિસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ- ૬૦૦, બ્લેક બાય બકાડી કલાસીક ઓરીજનલ પ્રીમીયમ ૨૫ ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ- ૩૪૮ કિ.રૂ. ૩,૨૯,૫૫૬,  સિગ્નેચર રે૨ એઝ વ્હિસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૨૦૪ કિ.રૂ. ૧,૯૭,૨૬૮,  ટુબર્ગ સ્ટ્રોગ પ્રીમીયમ બીયર ૫૦૦ એમ.એલ.ના ટીન નંગ-૨૧૬ કિ.રૂ.૨૬,૫૬૮,  ચોખાની બોરીઓ નંગ-૯૮૦ કિ.રૂ.૨૪,૦૦,૦૦૦,  ટ્રેલર વાહન ૨જી નં-જીજે-૧૨-બીડબ્લ્યુ-૨૭૭૫ કિ.રૂ.૨૦,૦૦,૦૦૦, મોબાઈલ ફોન નંગ-૨ કિ.રૂ. ૨૦,૦૦૦ સહિત કુલ રૂ. ૫૭,૧૩,૧૪૪નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ કામગીરી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એસ.વી.ગોજીયા, પો.સબ ઇન્સ. એન.બી.બાંમ્ભા , પો.સબ ઇન્સ. કે.જે.વાઢેર તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.
----------

Comments

COMMENT / REPLY FROM