Trending News
સ્થાનિક સમાચાર

વાંઢ - શેરડી હાઈવે પર ર૯ ટન બોક્સાઈટ ભરેલ ટ્રક પકડાઈ

12 December


ગેરકાયદે રીતે બોલક્લે ખનિજનુ વહન કરાતા ર.૩૦ લાખનો દંડ કરાયો 


ભુજ : એલસીબીની ટીમ ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે વાંઢથી શેરડી જતા રોડ પર ૭ર કૃપા કાંટા પાસે શંકાસ્પદ ટ્રકને અટકાવી તપાસ કરતાં તેમાં બોક્સાઈટ ભરેલું હતું. ચાલક બોહા ગામના રાસુભા રૂપસંગજી સોઢા પાસે રોયલ્ટી પાસ પરમીટ માંગતા રજૂ કરી શકયા ન હતા, જેથી ગેરકાયદે રીતે ર૯ ટન બોક્સાઈટ વહન કરવા સંદર્ભે આઈવા ડમ્પર નંબર જી.જે. ૧૭ યુયુ ૮૩૮૧ કબ્જે કરી ગઢશીશા પોલીસ સ્ટેશને સીઝ કરીને રાખવામાં આવ્યું છે. દરમિયાન ૩ ડિસેમ્બરના શેરડીથી ગઢશીશા રોડ પર સંત કબીર ટેકરી પાસે ડમ્પર નંબર જી.જે. ર૧ વાય ૬૮૯૪ આવતા ઉભુ રખાવી તપાસ કરાઈ હતી. આ વાહનમાં રપ ટન બોલક્લે ખનિજ ભરેલું હતું. ચાલક દરશડી ગામના સુનિલસિંહ મનુભા જાડેજા પાસે રોયલ્ટી માંગતા મળી ન હતી. જેમાં ભુજ ખાણ ખનિજ વિભાગ દ્વારા ર,૩૦,૩રપનો દંંડ ફટકારી વસૂલ કરવામાં આવ્યો હતો. મહત્વની બાબત છે કે, લીઝ બેન્ટોનાઈટની હતી તેમાંથી બોલક્લે ખનિજ મળ્યું હતું. બેન્ટોનાઈટના પાસના આધારે બોલક્લે ખનિજ લઈ જવાતું હતું. ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો.

Comments

COMMENT / REPLY FROM