કચ્છ બોર્ડર રેન્જના ઉચ્ચ અધિકારી કેમ ન કરાવે કડક તપાસ?
સાંતલપુર પાસે બેઝઓઈલની ગાડી છોડવા પેટે
ચિરાગે ૨૦ લાખનું રોલેક્ષ કાંડા-ઘડિયાળકચ્છના કયા ખાખીધારીને મળ્યું ભેટ?
બાયોડયુઅલની આડમાં બેઝઓઈલના ઠેર-ઠેર ધમધમી ઉઠેલા હાટડ્ડાઓ પર પછી કયાંથી અંકુશ આવશે? પૂર્વ કચ્છના પ્રવેશદ્વાર પટ્ટાઓથી લાગુ પડતા સાંતલપુર પાસે બેઝઓઈલનો જથ્થો પકડાયાો અને છોડી મુકાયો? કયા મોરલાઓ કળા કરી ગયા?
થોડા ટાઈમ પહેલા અરીહંત એન્ટરપ્રાઇજની ગાડી સાંતલપુર પાસે પકડાઈ, બેઝઓઈલપ કડાયું, તેમાં લેબ રીપોર્ટ કેમ બહાર ન આવ્યો? તેમાં ર૦ લાખની રોલેક્ષ ઘડીયાલ કોને ગિફટ આપવામાં આવી? : બેઝઓલઈના ચીભડ તોર તત્વો પછી તેલ માફીયાઓ નહી બને તો શું થશે? આ રીતે અધિકારીઓ લાખોની તોડ કરતા રહેશે તો ભવિષ્યમાં પ્રમાણિક અને સારા અધિકારીઓને આવા તત્વોને અંકુશમાં કરવા બની જશે મોટો પડકાર, એટલુ માત્ર જ નહી પરંતુ તેલમાફીયાઓ ભવિષ્યમાં પોલીસ અધિકારીઓ પર હુમલા કરતા પણ વાર નહી કરે..?
ગાંધીધામ : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ઈંધણના વિકલ્પ તરીકે બાયોફયુઅલ પોલીસી લાવી હતી અને તેની અમલવારી પણ કરાવી દીધી છે પરતુ આ બાયોફયુઅલ નીતીની જ આડમાં જાણે કે કેટલાક ભેજાબાજ તત્વો દ્વારા ખાખીના મોટા મોટા અધિકારીઓની સાથે સેટીંગ કરી અને બેઝઓઈલ-બાયોડીઝલ એટલે કે મિક્ષ ઓઈલની ધુમ હેરફેર કરી રહ્યા હોય તેવી ઘટનાઓ સમયાંતરે સામે આવી રહી છે. કચ્છ એક વિશાળ સરહદી રેન્જ ધરાવતો વિસ્તાર છે અને અહી વાગડ પટ્ટાથી લઈ અને સાંતલપુર-રાંધનપુર સુધીમાં ફરીથી કયાંક ને કયાંક બેઝઓઈલ ચોરી કરનારા તત્વોએ મોટા પડાવ નાખ્યા હોય તેવી ગંધ પણ પ્રસરવા પામી રહી છે. ખેર એ તો પછીનો તપાસનો વીષય બની રહ્યો છે પરંતુ હાલમાં તો હોટટોપક એક એવો બની ગયો છે કે, તાજેતરમાં જ વાગડ પટ્ટાને અડીને આવેલા સાંતલપુર વિસ્તારમાં અરીહંત એન્ટરપ્રાઇજ નામની પેઢીની એક બેઝઓઈલ ભરેલી ગાડી પકડી પાડવામા આવી હતી અને તે ગાડી પોલીસે પકડાયા બાદ આખાય મોટા એક નેટવર્કનો ખુલાસો થવા પામી જાય તેવી સંભાવનાઓ સેવાઈ રહી હતી પરંતુ જાણે કે, કઈક મોટા માથાઓના પગ નીચે રેલો આવી જાય અને આખાય બેઝઓઈલના પ્રસરેલા નેટવર્કનો પર્દાફશ થઈ શકે તેવી ભીતી જાણી ગયેલા તેલચોરોએ સરહદી રેન્જ વિસ્તારમાં આ રીતે જ બેઝેઓઈલની ગાડીને છેાડી મુકવા પેટે કચ્છના એક ખાખીધારીને નાની સુની નહી પણ ર૦ લાખની કીમંતની રોલેક્ષ ઘડિયાળ ભેટ ધરી દીધી હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે જેની અવેજમાં આ ગાડી અને બેઝઓઈલના ધંધાના નેટવર્કને હાલતુરંત ફરીથી જીવંતદાન મળી જવા પામ્યુ હોવાનો વર્તારો ખડો થાય છે. ત્યારે અહી સવાલ એ થાય છે કે, આટલી મોટી રકમની ઘડિયાળ કચ્છના કયા ખાખીધારીએ લીધી? કે સ્વીકારી? હકીકતમાં કચ્છ બોર્ડર રેન્જના ઉચ્ચ અધિકારીઓ સહિતનાઓએ આ બાબતે ગંભીર તપાસ કરવી ઘટે.

Comments