લાખોંદ નજીક અમુલના ડેપોમાંથી ૧.૯૮ લાખનું તૈયાર ઘી ચોરાયું
પ્લાય તોડીને પ્રવેશેલા શખ્સો કેમેરામાં કેદ થયા
ભુજ : ભુજ - ભચાઉ હાઈવે રોડ પર લાખોંદ નજીક અમુલનો ડેપો આવેલો છે, જેના કમ્પાઉન્ડમાં પ્લાય તોડીને પ્રવેશેલા શખ્સોએ ૧.૯૮ લાખનું તૈયાર ઘી ચોરી લીધું હતું. આ બાબતે પધ્ધર પોલીસમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે ડેપોમાં પાછળના ભાગેની પ્લાય તોડીને હોલ કરી તેના મારફતે પ્રવેશી અમુલ ઘી એક લીટરની ૧૬ પેટી જેમાં ૧૯ર ટીન કિંમત રૂા. ૧,ર૧,૯ર૦/-, અમુલ ઘી એક લીટર પાઉચ પેકીંગ કે જેની છ પેટીમાં ૬૦ લીટર પાઉચ કિંમત રૂા. ૩૭,ર૦૦/- તેમજ પાંચ લીટરના ૬૦ ટીન કિંમત રૂા. ૩૯,૩૦૦/- મળી ૧,૯૮,૪ર૦ ના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી. ગત તા. ૪ - પ ડિસેમ્બરના બનાવ બન્યો હતો. કેમેરા તપાસતા શંકાસ્પદ શખ્સો કેમેરામાં જોવા મળ્યા હતા. જેથી ધવલકુમાર ભરતભાઈ ભાટેસરાએ ફરિયાદ નોંધાવી હતી.

Comments